Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યવ્યાપી શોકને લઈ વિવિધ જિલ્લામાં પ્રાર્થના સભા યોજાઇ

મોરબીમાં બનેલ કેબલ બ્રિજ તૂટવાની ઘટનાને લઈ આજે રાજ્યવ્યાપી શોકનું એલાન કરવામાં આવ્યું છે. વિધાનસભા સ્વર્ણિમ સંકુલ સહિત તમામ સરકારી કચેરી પર અડધી કાઠી એ ધ્વજ ફરકવાયો. તમામ સાંસ્કૃતિક અને મનોરંજન ના કાર્યક્રમો કરાયા રદ. રાજ્યમાં અનેક જગ્યાએ શોક સભાનું કરાયું આયોજન કરાયું હતું. મોરબી બાર એસસિયેશનના દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું. તેમ  મોટી સંખ્યામાં વકીલોએ બેનરો સાથે 
રાજ્યવ્યાપી શોકને લઈ વિવિધ જિલ્લામાં પ્રાર્થના સભા યોજાઇ
મોરબીમાં બનેલ કેબલ બ્રિજ તૂટવાની ઘટનાને લઈ આજે રાજ્યવ્યાપી શોકનું એલાન કરવામાં આવ્યું છે. વિધાનસભા સ્વર્ણિમ સંકુલ સહિત તમામ સરકારી કચેરી પર અડધી કાઠી એ ધ્વજ ફરકવાયો. તમામ સાંસ્કૃતિક અને મનોરંજન ના કાર્યક્રમો કરાયા રદ. રાજ્યમાં અનેક જગ્યાએ શોક સભાનું કરાયું આયોજન કરાયું હતું. મોરબી બાર એસસિયેશનના દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું. તેમ  મોટી સંખ્યામાં વકીલોએ બેનરો સાથે  ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે પ્રારંભ કરાયો અને  ઝૂલતા પુલ પાસે મૌન રેલી પૂર્ણ કરવા  આવી હતી.    
Advertisement

સુરતમાં નગરપાલિકા કચેરીએ  પ્રાર્થના  સભા  યોજાઇ 
મોરબી દુર્ઘટનાને લઈ પ્રાર્થના સભા. સુરત મહાનગર પાલિકાના અધિકારી કર્મચારીઓ પ્રાર્થના સભામાં હાજર. સુરતના અલથાન કોમ્યુનિટી હોલ ખાતે પાલિકા દ્વારા આયોજન કરાયું. ધારાસભ્ય સંગીતા પાટીલ,પાલિકા કમિશ્નર, સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલએ પ્રાર્થના સભામાં હાજરી આપી. દિવંગત ના આત્મા ને શાંતિ મળે તે માટે પ્રાર્થના સભા. આજે રાજ્યવ્યાપી શોક ના દિવસે પ્રાર્થના સભા આયોજન કરાયું. સૌ અધિકારીઓ અને કર્મચારીઓ એ પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ આપવામાં  આવી  હતી 
ભાવનગરમાં મનપા દ્વારા પ્રાર્થના સભા યોજાઈ

ભાવનગર મનપા દ્વારા મોરબીના મૃતકોને શ્રધાંજલિ આપવા પ્રાર્થના સભા યોજાઈ આ પ્રાર્થના સભામાં શિક્ષણ મણત્રીશ્રી  જીતુ વાઘણી તેમજ ભાવનગરના સાંસદ ભરતીબેન શિયાળ અને મનપા ના મેયર સહિત લોકો  રહયા હાજર અને શહેરના મોતીબાગ ટાઉન હોલ ખાતે પ્રાર્થના સભા નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા  હતા

Advertisement

Tags :
Advertisement

.