ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લતા મંગેશકર બાદ સિને જગતના આ ખ્યાતનામ કલાકારનું નિધન, ફેન્સમાં ફરી શોકનું મોજું ફરી વળ્યું

લતા મંગેશકરના નિધનના દુ:ખમાંથી લોકો હજી બહાર આવ્યા નથી તેવામાં હવે જાણિતા અભિનેતાએ પણ દુનિયાને અલવિદા કહી દીધું છે. બી.આર.ચોપરાની મહાભારત સિરિયલમાં ભીમનું પાત્ર ભજવી અપાર લોકપ્રિયતા મેળવનાર પ્રવીણ કુમારનું વહેલી સવારે નિધન થયું છે. 74 વર્ષની વયે તેઓએ દેહનો ત્યાગ કર્યો છે. પ્રવીણ કુમાર લાંબા સમયથી બિમાર હતા અને આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા. મહાભારતમાં કૃષ્ણનું પાત્ર ભજવનાàª
05:30 AM Feb 08, 2022 IST | Vipul Pandya
લતા મંગેશકરના નિધનના દુ:ખમાંથી લોકો હજી બહાર આવ્યા નથી તેવામાં હવે જાણિતા અભિનેતાએ પણ દુનિયાને અલવિદા કહી દીધું છે. બી.આર.ચોપરાની મહાભારત સિરિયલમાં ભીમનું પાત્ર ભજવી અપાર લોકપ્રિયતા મેળવનાર પ્રવીણ કુમારનું વહેલી સવારે નિધન થયું છે. 74 વર્ષની વયે તેઓએ દેહનો ત્યાગ કર્યો છે. પ્રવીણ કુમાર લાંબા સમયથી બિમાર હતા અને આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા. મહાભારતમાં કૃષ્ણનું પાત્ર ભજવનાર નીતિશ ભારદ્વાજે સોશિયલ મીડિયા પર પ્રવીણ કુમાર સાથેનો ફોટો શેર કર્યો હતો અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
પ્રવીણ કુમારે એથ્લીટ તરીકે કારકિર્દીની કરી શરૂઆત
પ્રવીણ કુમાર પાસે પહેલેથી મજબૂત શરીર હતું, તેઓએ રમતવીર તરીકે કારકિર્દીની શરૂઆત કરી અને ત્યારબાદ તેઓએ ફિલ્મોમાં કામ કર્યું.  પ્રવીણ કુમારને સાચી ઓળખ મહાભારતના ભીમના પાત્રથી મળી. પ્રવીણ કુમારે 
કેટલીક ફિલ્મોમાં વિલનનો રોલ પણ ભજવ્યો હતો. મહત્વનું છે કે પ્રવીણ કુમારે કારકિર્દીની શરૂઆતમાં અમિતાભ બચ્ચન અને જીતેન્દ્ર જેવા સુપરસ્ટાર સાથે પણ કામ કર્યુ હતું.
અમિતાભ બચ્ચન સાથે પણ કર્યું કામ
પ્રવીણ કુમારની પહેલી ફિલ્મ રક્ષા હતી જે વર્ષ 1981માં રિલીઝ થઈ હતી. આ વર્ષે જ તેમની બીજી ફિલ્મ 'મેરી આવાજ સુનો' પણ રિલીઝ થઈ. આ બંને ફિલ્મમાં તેમની સાથે જીતેન્દ્ર હતા. પ્રવીણ કુમારે અમિતાભ બચ્ચનની
સુપરહિટ ફિલ્મ 'શહેનશાહ'માં કામ કર્યુ હતું. પ્રવીણ કુમારે ચાચા ચૌધરી સિરીયલમાં સાબુનો રોલ કર્યો હતો. 
પ્રવીણ કુમાર ડિસ્કસ થ્રોના એથ્લીટ રહ્યા
અભિનય કરતા પહેલા પ્રવીણ કુમાર ડિસ્કસ થ્રોના એથ્લીટ રહ્યા હતા. એશિયન ગેમ્સમાં તેઓ ચાર વખત વિજેતા રહી ચૂક્યા છે. તેઓેએ 2 ગોલ્ડ, 1 સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.  પ્રવીણ કુમારે વર્ષ 1968ની મેક્સિકો અને વર્ષ 1972ની મ્યુનિખ ઓલિમ્પિકમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.  પ્રવીણ કુમારને અર્જુન એવોર્ડ પણ મળ્યો છે. પ્રવીણ કુમારને BSFમાં ડેપ્યૂટી કમાન્ડન્ટની નોકરી મળી હતી.
Tags :
BHEEMMAHABHARATPRAVEENKUMAR
Next Article