Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રતીક હવે 'ગાંધી'ની ભૂમિકામાં જોવા મળશે

અભિનેતા પ્રતીક ગાંધી ટૂંક સમયમાં સ્ક્રીન પર મહાત્મા ગાંધીનું પાત્ર ભજવતા જોવા મળશે. એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટે ગાંધીજીના જીવન પર બાયોપિક બનાવવાની જાહેરાત કરી છે. આ બાયોપિકમાં મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવન ચરિત્ર દર્શાવીને ભારતીય આઝાદીના સમયને જીવંત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે પ્રતીક ખાસ કરીને 'સ્કેમ 1992 - હર્ષદ મહેતા સ્ટોરી' માટે જાણીતો છે.આ સિરિઝ પ્રખ્યાત લેખક રામચંદ્ર ગુàª
પ્રતીક હવે  ગાંધી ની ભૂમિકામાં જોવા મળશે
અભિનેતા પ્રતીક ગાંધી ટૂંક સમયમાં સ્ક્રીન પર મહાત્મા ગાંધીનું પાત્ર ભજવતા જોવા મળશે. એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટે ગાંધીજીના જીવન પર બાયોપિક બનાવવાની જાહેરાત કરી છે. આ બાયોપિકમાં મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવન ચરિત્ર દર્શાવીને ભારતીય આઝાદીના સમયને જીવંત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે પ્રતીક ખાસ કરીને 'સ્કેમ 1992 - હર્ષદ મહેતા સ્ટોરી' માટે જાણીતો છે.

આ સિરિઝ પ્રખ્યાત લેખક રામચંદ્ર ગુહાના પુસ્તકો પર આધારિત હશે
આ મલ્ટી-સીઝન જાણીતા ઇતિહાસકાર અને લેખક રામચંદ્ર ગુહાના લેખન પર આધારિત હશે. તેમના બે પ્રખ્યાત પુસ્તકો 'ભારત-ગાંધી સે પહેલ' અને 'ગાંધીઃ ધ યર્સ ધેટ ચેન્જ્ડ ધ વર્લ્ડ' માંથી લેવામાં આવશે. આ સિરિઝ વિશ્વભરના પ્રેક્ષકો માટે વૈશ્વિક ઘારા ઘોરણો અનુસાર બનાવવામાં આવશે. તેનું શૂટિંગ ભારત અને દુનિયાભરમાં અલગ-અલગ જગ્યાઓ પર થવાનું છે. એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ પ્રતિક ગાંધીને કાસ્ટ કરીને ખુશ છે. અપ્પ્લેઝ એન્ટરટેઈનમેન્ટે તેના ઈન્સ્ટાગ્રામ પર પણ આ માહિતી શેર કરી છે.
'આ પાત્ર હૃદયની નજીક છે'
મહાત્મા ગાંધીના પાત્ર વિશે પ્રતીક ગાંધી કહે છે, 'મને ગાંધીવાદી ફિલસૂફી અને તેમના મૂલ્યોમાં દ્રઢ વિશ્વાસ છે. અંગત રીતે, હું પોતે મારા રોજિંદા જીવનમાં તેમના મૂલ્યો અને શિક્ષણને આત્મસાત કરવાનો પ્રયાસ કરું છું. તે કહે છે કે મહાત્મા ગાંધીનું પાત્ર મારા થિયેટરના સમયથી મારા હૃદયની ખૂબ નજીક છે. ફરી એકવાર સ્ક્રીન પર એક મહાન નેતાની ભૂમિકા ભજવવાની તક મળવી એ મોટી વાત છે.

અજાણ્યા પાસાઓ બતાવવામાં આવશે
આ શ્રેણીમાં મહાત્મા ગાંધીની તેમના શરૂઆતના દિવસો, દક્ષિણ આફ્રિકામાં તેમના પ્રવાસ અને પછી ભારતમાં સંઘર્ષ સુધીની વાર્તા દર્શાવવામાં આવશે. મુખ્યત્વે, આ શ્રેણી મહાત્મા ગાંધીની સાથે સંકળાયેલી એ તમામ વાર્તાઓનું નિરૂપણ કરશે, જેના વિશે લોકો ઘણું  થોડું  જાણે છે.  સાથે જ યુવા ગાંધીને મહાત્મા બનવા સુધીની સફરમાં મુખ્ય ભૂમિકા ભજવનાર તમામ પાસાઓને બતાવવાનો પણ આ સિરિઝમાં પ્રયાસ કરવામાં આવશે. 
સિરિઝમાં ગાંધીજી સાથે  અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓનો સંઘર્ષ પણ બતાવાશે
એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટના સીઈઓ સમીર નાયર કહે છે, “રામચંદ્ર ગુહા એક પ્રખ્યાત ઈતિહાસકાર અને વાર્તાકાર છે. તેમના ક્લાસિક પુસ્તકોને સ્ક્રીન પર લાવવા એ અમારા માટે સન્માનની વાત છે. પ્રતિક ગાંધી કરતાં મહાત્મા ગાંધીનું પાત્ર કોઈ સારી રીતે ભજવી શકે નહીં. તે અત્યંત પ્રતિભાશાળી છે. તે મહાત્મા ગાંધીનું પાત્ર ભજવશે, જેમણે સમગ્ર વિશ્વને સત્ય, અહિંસા અને શાંતિનો સંદેશ આપ્યો હતો. આ સિરિઝ વાસ્તવમાં આધુનિક ભારતના જન્મની વાર્તા છે, જે વૈશ્વિક દર્શકો માટે બનાવવામાં આવી રહી છે. સાથે જ આ સિરિઝમાં મહાત્મા ગાંધીની સાથે તેમના સમકાલીન સ્વાતંત્ર્ય સેનાનીઓનો સંઘર્ષ પણ બતાવવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.