Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હું છું ને?

પ્રશાંત..આજે બરાબર પાંચ વર્ષ થયાં. બહુ  મોટો સમયગાળો. મારાથી ફક્ત બે જ કામ થયાં છે- એક પ્રાર્થના અને બીજુ પ્રાયશ્ચિત! એ સિવાય થાય પણ શું? સાંભળો-તમે એક પિતા ને હું ‘મા’. એ મારી કાયાનો જ ટૂકડો. પણ એની ભાષા ન સમજી શકી એ દોષ તમારો છે. તમારે જ એને અંગ્રેજીમાં ભણાવવી હતી અને એટલે પાંચ વર્ષની થઈ ત્યાં હોસ્ટેલ ભેગી કરી દીધી.તમે મને કહેતા, “તારું ભણતર ઓછું છે. દુનિયા ક્યાંની ક્યાં નીકળી ગઈ છે..તને à
હું છું ને
પ્રશાંત..આજે બરાબર પાંચ વર્ષ થયાં. બહુ  મોટો સમયગાળો. મારાથી ફક્ત બે જ કામ થયાં છે- એક પ્રાર્થના અને બીજુ પ્રાયશ્ચિત! એ સિવાય થાય પણ શું? 
સાંભળો-તમે એક પિતા ને હું ‘મા’. એ મારી કાયાનો જ ટૂકડો. પણ એની ભાષા ન સમજી શકી એ દોષ તમારો છે. તમારે જ એને અંગ્રેજીમાં ભણાવવી હતી અને એટલે પાંચ વર્ષની થઈ ત્યાં હોસ્ટેલ ભેગી કરી દીધી.
તમે મને કહેતા, “તારું ભણતર ઓછું છે. દુનિયા ક્યાંની ક્યાં નીકળી ગઈ છે..તને શું ખબર પડે? ને કાંઈ થાય તો ‘હું છું ને’ બસ.. પછી હું શું બોલું?
હું કેમ ભૂલું?-અગિયાર વરસની થઈ ત્યારે ફોન આવેલો. કઈંક ગભરાતી, શરમાતી, મુંઝાતી, અઘૂરું જ બોલતી હતી. મેં કલ્પના કરી કે પ્રશ્ન પિરિયડ્સ બાબત હશે. સમજાવી. “બેટા..ઉંમરના ફેરફાર સાથે આવું થાય.. બધી દીકરીઓ સાથે થાય..કાળજી રાખવાની બીજુ તો શું કહું?”
પણ પ્રશાંત.હું નહોતી જાણતી એ પિરિયડ્સની નહીં…કોઈ અંકલની સતામણીની વાત કરી રહી હતી. હું તેની તકલીફ ન સમજી શકી. સલાહ પણ કેવી આપી…ઓહ….
પછી તો છેલ્લો ફોન- “મમ્મા…મારાથી સહન નથી થતું!” બસ પછી ક્યાં ગઈ કાંઈ  સમાચાર નથી!
આપણી ભૂલ એને ખતરનાક ભૂલભૂલામણીમાં તો નહીં લઈ ગઈ હોય ને?
પ્રશાંત…તમે કહેલું “હું છું ને?”
આપણી લાડલી ખાતર ફરી એક વાર તમે આવોને!
-ભારતીબેન ગોહિલ
Advertisement
Tags :
Advertisement

.