Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રમુખ સ્વામી નગર આજીવન સંભારણુ બની રહેશે, પાંચ એકર જમીન ખેડુતોએ સંપ્રદાયને દાનમા આપી દીધી

૪૫ ફુટ ઉંચી પ્રતિમાની જે જમીન પર સ્થાપના કરવામા આવી હતી તે ૫ એકર  જમીન ખેડુતોએ સંપ્રદાયને દાનમા આપી દીધી છે, અને મહંત સ્વામીએ તે જગ્યા પર હરીમંદિર બનાવવા માટે ખાત મૂહુર્ત પણ કરી લીધુ છે. મહોત્સવના છેલ્લાં બે-ત્રણ દિવસ દરમિયાન જ ખેડૂતોએ આ જમીન BAPS સંસ્થાને આપી દીધી. ભવ્ય શિખબદ્ધ મંદિરનું થશે નિર્માણ આ જમીન પર આગામી સમયમાં ભવ્ય શિખરબદ્ધ મંદિર બનશે. આવનારા સમયમાં મંદિર પણ પ્રમુખ સ્વાà
પ્રમુખ સ્વામી નગર આજીવન સંભારણુ બની રહેશે  પાંચ એકર  જમીન ખેડુતોએ સંપ્રદાયને દાનમા આપી દીધી
૪૫ ફુટ ઉંચી પ્રતિમાની જે જમીન પર સ્થાપના કરવામા આવી હતી તે ૫ એકર  જમીન ખેડુતોએ સંપ્રદાયને દાનમા આપી દીધી છે, અને મહંત સ્વામીએ તે જગ્યા પર હરીમંદિર બનાવવા માટે ખાત મૂહુર્ત પણ કરી લીધુ છે. મહોત્સવના છેલ્લાં બે-ત્રણ દિવસ દરમિયાન જ ખેડૂતોએ આ જમીન BAPS સંસ્થાને આપી દીધી. 
ભવ્ય શિખબદ્ધ મંદિરનું થશે નિર્માણ 
આ જમીન પર આગામી સમયમાં ભવ્ય શિખરબદ્ધ મંદિર બનશે. આવનારા સમયમાં મંદિર પણ પ્રમુખ સ્વામી નગરની જેમજ લોકોનુ આકર્ષણનુ કેન્દ્ર બને અને જેમ નગર હતુ તે પ્રમાણે મંદિરનુ પણ નિર્માણ થાય તેવી ડિઝાઈન સંતો દ્વારા તૈયાર કરવામાં આવશે.  ડીઝાઈન બનાવતા સમયએ કયા પ્રકારનુ બાંધકામ કરવુ કેટલી જગ્યા પર મંદિરનુ નિર્માણ કરવુ સાથે સતસંગ અને સમાજનુ કાર્ય થઈ શકે તે માટે પણ સંતો થકી વિચારણા કરવામા આવશે 
હરિભક્તો ખુશખુશાલ 
૧૪ ડિસેમ્બરથી લઈ ૧૪ જાન્યુઆરી સુધી પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો ત્યારે જેટલા પણ હરીભક્તો દર્શન માટે આવતા તે નગર જોઈ અને અભિભુત થઈ જતા સાથે મનમા દુખ પણ કરતા કે આ નગર મહિના પછી ફરી જોવા નહીં મળે પણ હવે ખેડુતોના જમીન દાનથી તમામ હરિભક્તોમા ખુશીની લાગણી છવાઈ છે કારણે હવે એજ જગ્યા પર શીખરબંધ મંદિરની સ્થાપના થવા જઈ રહી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.