Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પથરીની સમસ્યામાંથી રાહત મેળવવાની દમદાર Tips

પથરી એટલે શું?પેશાબમાંના કૅલ્શિયમ ઓક્ષલેટ કે ક્ષારના કણો (Crystals) એકબીજા સાથે ભેગા થઈને લાંબા ગાળે મૂત્રમાર્ગમાં કઠણ પદાર્થ બનાવે છે, જે પથરી તરીકે ઓળખાય છે.પથરી કેટલી હોય છે? તે કેવી દેખાય? તે મૂત્રમાર્ગમાં ક્યાં જોવા મળે છે?મૂત્રમાર્ગમાં થતી પથરી જુદા જુદા કદની હોય છે, જે રેતીના કણ જેટલી નાની કે દડા જેટલી મોટી પણ હોઈ શકે છે. કેટલીક પથરી ગોળ કે લંબગોળ અને બહારથી લીસી હોય છે. આ પ્રકારની
02:46 PM Jul 30, 2022 IST | Vipul Pandya

પથરી એટલે શું?

પેશાબમાંના કૅલ્શિયમ ઓક્ષલેટ કે ક્ષારના કણો (Crystals) એકબીજા સાથે ભેગા થઈને લાંબા ગાળે મૂત્રમાર્ગમાં કઠણ પદાર્થ બનાવે છે, જે પથરી તરીકે ઓળખાય છે.

પથરી કેટલી હોય છે? તે કેવી દેખાય? તે મૂત્રમાર્ગમાં ક્યાં જોવા મળે છે?


પત્થર ચટ્ટીના પાન

પત્થર ચટ્ટીનો છોડ ઘણી સરળતાથી ગમે ત્યાં મળી જશે, એક પાનમાં ચપટી ખાંડ ઉમેરીને પીસીને દિવસમાં 2-3 વખત તેનું સેવન કરવાથી મોટી-મોટી પથરીની સમસ્યામાંથી પણ મુક્તિ મળી જાય છે. 

નારિયેળ પાણી

નારિયેળ પાણીમાં લીંબુનો રસ અને સિંધાલુણ ઉમેરીને રોજ પીવાથી પણ પથરીની સમસ્યામાંથી રાહત મળી શકે છે.

લીંબુપાણી

પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી સવાર-સાંજ નિયમિત રીતે સેવન કરવાથી પણ પથરીને તોડવામાં મદદ મળે છે.

ઓલિવ અને લીંબુ

લીંબુનો રસ પથરીને તોડવામાં મદદ કરે છે અને જેતૂનનું તેલ પથરીને બહાર કાઢવામાં મદદ કરે છે. એક ગ્લાસ પાણીમાં લીંબુ અને ઓલિવ ઓઈલ ઉમેરી સારી રીતે મિક્સ કરીને પીવાથી પથરી થોડા જ સમયમાં નીકળી જશે. 

દાડમનું જ્યુસ

પથરીની દવામાં દાડમનું જ્યુસ ઘણું અસરકારક રીતે કામ કરે છે. આનું જ્યુસ પીવાથી શરીરમાં પાણીની ઊણપ રહેતી નથી. અને પથરીની સમસ્યામાટની ઘણી રાહત મળે છે.

લીમડો

લીમડાના પાંદડાઓને શેકીને એક ભસ્મ બનાવી લો અને રોજ એક ચમચી સવાર સાંજ પાણીની સાથે લેવી

એપલ વિનેગાર

સફરજનના વિનેગરમાં સારી માત્રામાં સાઇટ્રિક એસિડ હોય છે, જે કિડનીની પથરીને નાના ટુકડાઓમાં તોડવાનું કામ કરે છે. તે માટે 1 ગ્લાસ ગરમ પાણીમાં 2 ચમચી વિનેગર ઉમેરીને પીવાથી પથરીની સમસ્યામાં ઘણી રાહત મળે છે.

Tags :
GujaratFirstHealthCareHealthTipspainPainKillerStonePainTips
Next Article