Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પથરીની સમસ્યામાંથી રાહત મેળવવાની દમદાર Tips

પથરી એટલે શું?પેશાબમાંના કૅલ્શિયમ ઓક્ષલેટ કે ક્ષારના કણો (Crystals) એકબીજા સાથે ભેગા થઈને લાંબા ગાળે મૂત્રમાર્ગમાં કઠણ પદાર્થ બનાવે છે, જે પથરી તરીકે ઓળખાય છે.પથરી કેટલી હોય છે? તે કેવી દેખાય? તે મૂત્રમાર્ગમાં ક્યાં જોવા મળે છે?મૂત્રમાર્ગમાં થતી પથરી જુદા જુદા કદની હોય છે, જે રેતીના કણ જેટલી નાની કે દડા જેટલી મોટી પણ હોઈ શકે છે. કેટલીક પથરી ગોળ કે લંબગોળ અને બહારથી લીસી હોય છે. આ પ્રકારની
પથરીની સમસ્યામાંથી રાહત મેળવવાની દમદાર tips

પથરી એટલે શું?

Advertisement

પેશાબમાંના કૅલ્શિયમ ઓક્ષલેટ કે ક્ષારના કણો (Crystals) એકબીજા સાથે ભેગા થઈને લાંબા ગાળે મૂત્રમાર્ગમાં કઠણ પદાર્થ બનાવે છે, જે પથરી તરીકે ઓળખાય છે.

પથરી કેટલી હોય છે? તે કેવી દેખાય? તે મૂત્રમાર્ગમાં ક્યાં જોવા મળે છે?

Advertisement

  • મૂત્રમાર્ગમાં થતી પથરી જુદા જુદા કદની હોય છે, જે રેતીના કણ જેટલી નાની કે દડા જેટલી મોટી પણ હોઈ શકે છે. 
  • કેટલીક પથરી ગોળ કે લંબગોળ અને બહારથી લીસી હોય છે. આ પ્રકારની પથરી ઓછો દુખાવો કરે છે અને સરળતાથી કુદરતી રીતે પેશાબ વાટે બહાર નીકળી શકે છે.
  • અમુક પથરી ખરબચડી હોય છે, અસહ્ય દુખાવો કરી શકે છે અને સરળતાથી પેશાબમાં નીકળતી નથી.
  • પથરી મુખ્યત્વે કિડની, મૂત્રવાહિની કે મૂત્રાશયમાં અને ક્યારેક મૂત્રનળીમાં પણ જોવા મળે છે.


Advertisement

પત્થર ચટ્ટીના પાન

પત્થર ચટ્ટીનો છોડ ઘણી સરળતાથી ગમે ત્યાં મળી જશે, એક પાનમાં ચપટી ખાંડ ઉમેરીને પીસીને દિવસમાં 2-3 વખત તેનું સેવન કરવાથી મોટી-મોટી પથરીની સમસ્યામાંથી પણ મુક્તિ મળી જાય છે. 

નારિયેળ પાણી

નારિયેળ પાણીમાં લીંબુનો રસ અને સિંધાલુણ ઉમેરીને રોજ પીવાથી પણ પથરીની સમસ્યામાંથી રાહત મળી શકે છે.

લીંબુપાણી

પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી સવાર-સાંજ નિયમિત રીતે સેવન કરવાથી પણ પથરીને તોડવામાં મદદ મળે છે.

Gout and Kidney Stones: Symptoms, Causes, Treatments

ઓલિવ અને લીંબુ

લીંબુનો રસ પથરીને તોડવામાં મદદ કરે છે અને જેતૂનનું તેલ પથરીને બહાર કાઢવામાં મદદ કરે છે. એક ગ્લાસ પાણીમાં લીંબુ અને ઓલિવ ઓઈલ ઉમેરી સારી રીતે મિક્સ કરીને પીવાથી પથરી થોડા જ સમયમાં નીકળી જશે.

દાડમનું જ્યુસ

પથરીની દવામાં દાડમનું જ્યુસ ઘણું અસરકારક રીતે કામ કરે છે. આનું જ્યુસ પીવાથી શરીરમાં પાણીની ઊણપ રહેતી નથી. અને પથરીની સમસ્યામાટની ઘણી રાહત મળે છે.

Renal stones | Bhagwati Ayurveda & Panchkarma Research Centre

લીમડો

લીમડાના પાંદડાઓને શેકીને એક ભસ્મ બનાવી લો અને રોજ એક ચમચી સવાર સાંજ પાણીની સાથે લેવી

એપલ વિનેગાર

સફરજનના વિનેગરમાં સારી માત્રામાં સાઇટ્રિક એસિડ હોય છે, જે કિડનીની પથરીને નાના ટુકડાઓમાં તોડવાનું કામ કરે છે. તે માટે 1 ગ્લાસ ગરમ પાણીમાં 2 ચમચી વિનેગર ઉમેરીને પીવાથી પથરીની સમસ્યામાં ઘણી રાહત મળે છે.

Tags :
Advertisement

.