Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દમદાર ગુજરાતી ઐતિહાસિક ફિલ્મ, ટ્રેલરને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ

મહારાણી લક્ષ્મીબાઈના નામથી તો આપણે બધાં પરિચિત છીએ પણ ભારતનાં સર્વપ્રથમ યોદ્ધા રાણી કોણ હતા. તેમના વિશે ઘણાં ઓછા લોકો જાણે છે. નાયિકા દેવી: ધ વોરિયર ક્વીન નાયિકા દેવી એક ઐતિહાસિક ફિલ્મ છે. જે ગુજરાતની 12મી સદીની વાર્તા પર આધારિત છે. આ ફિલ્મ ભારતની પ્રથમ યોદ્ધા રાણી નાયિકા દેવીનું જીવન કવન દર્શાવાયું છે. 12મી સદીમાં પાટણનાં મહારાણી નાયિકા દેવી ભારતનાં સર્વપ્રથમ વીરાંગના રાણી થઇ ગયà
દમદાર ગુજરાતી ઐતિહાસિક ફિલ્મ  ટ્રેલરને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ
મહારાણી લક્ષ્મીબાઈના નામથી તો આપણે બધાં પરિચિત છીએ પણ ભારતનાં સર્વપ્રથમ યોદ્ધા રાણી કોણ હતા. તેમના વિશે ઘણાં ઓછા લોકો જાણે છે. નાયિકા દેવી: ધ વોરિયર ક્વીન નાયિકા દેવી એક ઐતિહાસિક ફિલ્મ છે. જે ગુજરાતની 12મી સદીની વાર્તા પર આધારિત છે. આ ફિલ્મ ભારતની પ્રથમ યોદ્ધા રાણી નાયિકા દેવીનું જીવન કવન દર્શાવાયું છે. 12મી સદીમાં પાટણનાં મહારાણી નાયિકા દેવી ભારતનાં સર્વપ્રથમ વીરાંગના રાણી થઇ ગયાં કે તેઓ યુદ્ધકળામાં પણ પારંગત હતા, જેમણે મોહમ્મદ ઘોરીને યુદ્ધમાં ધૂળ ચટાવી હતી. આવા ઐતિહાસિક પાત્રને હવે ફિલ્મના પડદા પર દર્શાવાઇ રહ્યાં છે.  પ્રથમ વખત અણહિલવાડ પાટણ જેવા વિષય પર બૉલીવુડને પણ ટક્કર આપે એવી ફિલ્મ નાયિકાદેવી ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઈ રઈ છે, જેનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થઇ ચુક્યું છે.
મોહમ્મદ ઘોરીના પાત્રમાં ચંકી પાંડે
આ ફિલ્મમાં ખુશી શાહ રાણી નાયકાદેવીના પાત્રમાં નજરે પડશે, સાથે જ બલિવુડના  ચંકી પાંડે મહોમ્દ ઘોરીના દમદાર અંદાજમાં જોવાં મળશે. ચિરાગ જાની નાયિકા દેવીનાં પતિના રોલમાં છે  સાથે જ મનોજ જોશી પણ આ ફિલ્મમા જોવા મળશે. આ  ફિલ્મનું  મ્યુઝિક કમ્પોઝ પાર્થ ભરત ઠક્કરે કર્યું છે.  નાયિકા દેવી: ધ વોરિયર ક્વીન ગુજરાતી સિનેમાની પહેલી ઈતિહાસ પર આધારિત ફિલ્મ હશે, જેને ટ્રી એન્ટરટેઈનમેંટ પ્રોડ્યુસ કરી રહ્યું છે. ફિલ્મના ડિરેક્ટર  નીતિન.જી  છે.  

કોણ હતા રાણી નાયિકા દેવી? 
ચાલુક્ય વંશનાં મહારાણી નાયિકા દેવીએ પાટણના પ્રજાપાલ્ય રાણી હતાં. નાયિકા દેવી કદમ એટલે કે આજના ગોવાના મહામંડલેશ્વર પરમાનીનાં પુત્રી હતા. તેમણે 1178માં થયેલ યુદ્ધમાં મોહમ્મદ ઘોરીને હરાવ્યો હતો. ઇતિહાસકારોને મતે  મોહમ્મદ ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે હરાવ્યો હતો આ પૂર્વે પાટણનાં બહાદૂર મહારાણી નાયિકા દેવીએ તેને યુદ્ધભૂમિમાં પરાસ્ત કર્યો હતો. નાયિકા દેવીનાં પતિ અજયપાલ સિંહની એમના જ અંગરક્ષકોએ હત્યા કરી હતી. ત્યારે એક પુત્રનાં માતા નાયિકા દેવી પર પાટણનું રાજ સંભાળવાની જવાબદારી આવી પડી. તેઓ યુદ્ધકળામાં પણ પારંગત હતાં. એક વિધવા રાણી પોતાનો શું સામનો કરી શકશે એમ ધારી મોહમ્મદ ઘોરી પોતાના સૈન્ય સાથે ગુજરાત પર ધસી આવ્યો હતો. આબુ નજીકના સ્થળે થયેલા યુદ્ધમાં નાયિકા દેવીની આગેવાની હેઠળનાં લશ્કરે ઘોરીને હરાવ્યો હતો. ઘોરી ખરાબ રીતે ઘાયલ થઈને યુદ્ધ હાર્યો હતો. તે પછી ઘોરીએ 11 વર્ષ સુધી ભારત પર ચઢાઈ કરવાની હિંમત કરી શક્યો નહોતો.
 
Advertisement

Tags :
Advertisement

.