Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આ કેલેન્ડર વર્ષમાં મ્યુનિ. બોન્ડ જાહેર કરે તેવી શક્યતા

બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં રુપિયા 100 કરોડના વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન બોન્ડના સફળ લિસ્ટિંગ બાદ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ નજીકના ભવિષ્યમાં આવા મ્યુનિ. બોન્ડ ઇશ્યુ કરે તેવી શક્યતા છે. આ વિશિષ્ટ માહિતી IAS અધિકારી કુણાલ કુમાર દ્વારા ગુજરાત ફર્સ્ટ સાથે શેર કરવામાં આવી છે. કુણાલ કુમાર મે 2018થી ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સંયુક્ત સચિવ અને મિશન નિયામક (સ્માà
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આ કેલેન્ડર વર્ષમાં મ્યુનિ  બોન્ડ જાહેર કરે તેવી શક્યતા
બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં રુપિયા 100 કરોડના વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન બોન્ડના સફળ લિસ્ટિંગ બાદ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ નજીકના ભવિષ્યમાં આવા મ્યુનિ. બોન્ડ ઇશ્યુ કરે તેવી શક્યતા છે. આ વિશિષ્ટ માહિતી IAS અધિકારી કુણાલ કુમાર દ્વારા ગુજરાત ફર્સ્ટ સાથે શેર કરવામાં આવી છે. કુણાલ કુમાર મે 2018થી ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સંયુક્ત સચિવ અને મિશન નિયામક (સ્માર્ટ સિટીઝ મિશન)નું પદ ધરાવે છે.
ગુજરાતની ત્રણ મનપાએ મ્યુનિ. બોન્ડ જાહેર કર્યા છે
ગુજરાતમાં અત્યાર સુધીમાં અમદાવાદ, સુરત અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સ્માર્ટ સિટી મિશન હેઠળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટને ફંડ આપવા માટે જરૂરી મ્યુનિ. બોન્ડ જાહેર કર્યા છે. અમદાવાદ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને અનુક્રમે વર્ષ 1998 અને 2018માં મ્યુનિ. બોન્ડ જાહેર કર્યા હતા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 7.15% વાર્ષિક કૂપન વ્યાજ દરે જાહેર કરેલા રૂ. 100 કરોડના મ્યુનિ. બોન્ડની તાજેતરની સફળતાએ ગુજરાતની અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ મ્યુનિ. બોન્ડ ઇસ્યુ કરીને નાણાં એકત્ર કરવા માટે પ્રભાવિત કર્યા છે.
દેશની પહેલી મ્યુનિ. બોન્ડ જાહેર કરનારી મનપા
નોંધનીય છે કે ભારતમાં મ્યુનિ. બોન્ડને 100% જોખમ મુક્ત ગણવામાં આવતા નથી. તેમ છતાં તે રાજ્ય સરકારનું પરોક્ષ સમર્થન (ગેરંટી નથી) ધરાવે છે. બેંગ્લોર મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષ 1997માં મ્યુનિ. બોન્ડ જાહેર કરનારી ભારતની પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશન હતી. ત્યારબાદથી આજ સુધીમાં દેશના વિવિધ શહેરોની 12થી વધુ મ્યુનિસિપલ કોર્પોરેશને મ્યુનિ. બોન્ડ્સ જાહેર કર્યા છે અને તેમાંથી કોઈએ પાકતી મુદત પર ચૂકવણીમાં ડિફોલ્ટ નથી કર્યું.
બોન્ડ પર વ્યાજ અને જોખમ
એવો અંદાજ છે કે દર વર્ષે ભારતીય નાગરિકો દ્વારા આશરે રૂ. 65,000 કરોડ રકમની બચત થાય છે. આ રકમનો મોટો હિસ્સો દર વર્ષે ભારતીય નાગરિકો દ્વારા બેંક અને પોસ્ટ ઓફિસ ફિક્સ ડિપોઝિટમાં મૂકવામાં આવે છે. ભારતીય નાગરિકોની નોંધપાત્ર બચત પણ હવે ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલા ફ્લોટિંગ વ્યાજ દર બોન્ડ્સ તરફ પ્રચલિત છે. 
આ બોન્ડ હાલમાં રોકાણકારોને વાર્ષિક 7.15% વ્યાજ દર ચૂકવે છે. આ 100% જોખમ મુક્ત બોન્ડ્સનો લોકઇન સમયગાળો 10 વર્ષનો હોય છે અને તે પાકતી મુદત પહેલા રિડેમ્પશન વિકલ્પ અથવા તરલતા સુવિધા આપતા નથી. તેમજ આવા RBI બોન્ડ દ્વારા ઓફર કરવામાં આવતા વ્યાજ દર વર્ષમાં દર ત્રણ મહિને જાહેર કરવામાં આવતી RBIની વ્યાજ દર નીતિ અનુસાર બદલાઈ શકે છે. આવા સંજોગોમાં, મ્યુનિ. બોન્ડ ભારતમાં રોકાણકારોની આકર્ષક રોકાણ વિકલ્પ અને તરલતાની સુવિધા આપે છે.
Advertisement
Tags :
Advertisement

.