Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

'ભાભીજી ઘર પર હૈ' ના લોકપ્રિય અભિનેતા દીપેશ ભાણનું થયું નિધન

ટીવી ઈન્ડસ્ટ્રી માટે આજનો દિવસ ખૂબ જ દુઃખદ છે. લોકપ્રિય ટીવી શો 'ભાભીજી ઘર પર હૈ' માં મલખાન સિંહનો રોલ કરીને લોકોને ખૂબ હસાવનારા અભિનેતા દીપેશ ભાણનું નિધન થયું છે. 11 મે 1981ના રોજ જન્મેલા દીપેશે માત્ર 41 વર્ષની ઉંમરે આ દુનિયા છોડી દીધી છે. કોમેડી શો 'ભાભીજી ઘર પર હૈ' માં પોતાની કોમેડીથી બધાને હસાવનારા આ પાત્રએ આજે ગુપચુપ દુનિયાને અલવિદા કહી દીધું છે. આ સમાચારને કારણે ટીવી ઈન્ડસ્ટ્રી સહિ
07:21 AM Jul 23, 2022 IST | Vipul Pandya
ટીવી ઈન્ડસ્ટ્રી માટે આજનો દિવસ ખૂબ જ દુઃખદ છે. લોકપ્રિય ટીવી શો 'ભાભીજી ઘર પર હૈ' માં મલખાન સિંહનો રોલ કરીને લોકોને ખૂબ હસાવનારા અભિનેતા દીપેશ ભાણનું નિધન થયું છે. 11 મે 1981ના રોજ જન્મેલા દીપેશે માત્ર 41 વર્ષની ઉંમરે આ દુનિયા છોડી દીધી છે. 
કોમેડી શો 'ભાભીજી ઘર પર હૈ' માં પોતાની કોમેડીથી બધાને હસાવનારા આ પાત્રએ આજે ગુપચુપ દુનિયાને અલવિદા કહી દીધું છે. આ સમાચારને કારણે ટીવી ઈન્ડસ્ટ્રી સહિત દીપેશ ભાણના ચાહકો પર જાણે  દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. મળતી માહિતી મુજબ, અભિનેતા શુક્રવારે ક્રિકેટ રમતી વખતે પડી ગયા હતા, ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. 

અભિનેતા દીપેશ ભાણનો અલીગઢ સાથે ગાઢ સંબંધ છે. તે 5 મહિના પહેલા એક આલ્બમના લોન્ચિંગ માટે છેલ્લી વખત અલીગઢ આવ્યા હતા. સિરિયલ 'ભાભીજી ઘર પર હૈ' માં મલખાનનું પાત્ર ભજવનાર ટીવી એક્ટર દીપેશ ભાણના નિધનથી આજે શો અધૂરો થઈ ગયો છે. દીપેશ ભાણના આકસ્મિક નિધનને કારણે ટીકા અને મલખાનની જોડી હંમેશા માટે અલગ થઈ ગઈ છે.

અભિનેતા દીપેશ ભાણના મૃત્યુના સમાચારને શોના આસિસ્ટન્ટ ડિરેક્ટરે સત્ય જણાવ્યું છે. તેમણે આ સમાચારની પુષ્ટિ કરી છે. આ સાથે સોશિયલ મીડિયા પર ઘણા કલાકારો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. દીપેશના કો-એક્ટર વૈભવ માથુરે પણ આ સમાચારની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, હા, તે હવે આપણી વચ્ચે નથી. હું આના પર કંઇ કહેવા માંગતો નથી, કારણ કે કહેવા માટે કંઇ બાકી નથી.
અભિનેતા દીપેશ ભાણ તેમના શાનદાર અભિનય માટે જાણીતા હતા પરંતુ આ સિરિયલે તેમને એક અલગ જ ઓળખ આપી. વર્ષ 2007માં દીપેશ ફિલ્મ 'ફાલતુ ઉત્પતંગ ચટપટ્ટી કહાની' માં પણ જોવા મળ્યા હતા અને તે કોમેડી કા કિંગ હૂં, કોમેડી ક્લબ, ભૂતવાલા, એફઆઈઆર સહિત ચેમ્પ ઓફ બિન્દાસ ટીવી અને સુન યાર ચિલ માર જેવા શો માં પણ જોવા મળ્યા હતા. 
આ પણ વાંચો - ભૂપિન્દર સિંહનું 82 વર્ષની વયે અવસાન, 'સત્તે પે સત્તા' અને 'હકીકત' માટે ગાયા યાદગાર ગીતો
Tags :
BhabhijiGharParHaiComedyActorDeepeshBhanGujaratFirstMalkhanSinghPassesAway
Next Article