Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કંગાળ શ્રીલંકાએ એશિયા કપને લઇને કહ્યું- દેશ આ આયોજન કરાવવાની સ્થિતિમાં નથી

શ્રીલંકા આજે તેના સૌથી ખરાબ સમયથી પસાર થઇ રહ્યું છે. અહીં સ્થિતિ બેકાબુ થઇ ગઇ છે. સરકાર ચલાવનારા નેતાઓ જ દેશને લૂટી ચુક્યા હોવાનું જનમુખે સતત ચર્ચામાં રહ્યું છે. ત્યારે હવે ખરાબ સમયથી પસાર થઇ રહેલા શ્રીલંકાએ એશિયા કપને લઇને એક મોટું નિવેદન આપ્યું છે. એશિયા કપ 2022 શરૂ થવામાં માત્ર હવે એક મહિનાનો સમય બાકી છે. ત્યારે આર્થિક સંકટ વચ્ચે લોકોના ભારે વિરોધનો સામનો કરી રહેલા શ્રીલંકામાં આ
કંગાળ શ્રીલંકાએ એશિયા કપને લઇને કહ્યું  દેશ આ આયોજન કરાવવાની સ્થિતિમાં નથી
શ્રીલંકા આજે તેના સૌથી ખરાબ સમયથી પસાર થઇ રહ્યું છે. અહીં સ્થિતિ બેકાબુ થઇ ગઇ છે. સરકાર ચલાવનારા નેતાઓ જ દેશને લૂટી ચુક્યા હોવાનું જનમુખે સતત ચર્ચામાં રહ્યું છે. ત્યારે હવે ખરાબ સમયથી પસાર થઇ રહેલા શ્રીલંકાએ એશિયા કપને લઇને એક મોટું નિવેદન આપ્યું છે. 
એશિયા કપ 2022 શરૂ થવામાં માત્ર હવે એક મહિનાનો સમય બાકી છે. ત્યારે આર્થિક સંકટ વચ્ચે લોકોના ભારે વિરોધનો સામનો કરી રહેલા શ્રીલંકામાં આ ટૂર્નામેન્ટનું આયોજન કરવું હવે મુશ્કેલ દેખાઈ રહ્યું છે. જે જોતા હવે એશિયા કપ 2022ને લઈને ચિત્ર થોડું સ્પષ્ટ થઈ રહ્યું છે. T20 ફોર્મેટમાં રમાનારી એશિયા કપ 2022ની યજમાની શ્રીલંકાને સૌપવામાં આવી છે, પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે, આ ટૂર્નામેન્ટ હવે ત્યાં યોજાઇ શકે તેમ નથી. જોકે, પહેલા આવી અટકળો લગાવવામાં આવી રહી હતી, પરંતુ હવે તે લગભગ સ્પષ્ટ થઈ ગયું છે, કારણ કે શ્રીલંકા ક્રિકેટે કહ્યું છે કે તેમના દેશમાં પરિસ્થિતિ એવી નથી કે આ સમયે એશિયા કપનું આયોજન થઈ શકે. 
હવે એવું માનવામાં આવે છે કે એશિયા કપ 2022નું નવું સ્થળ કયું હશે તે એક-બે દિવસમાં જ ખબર પડી જશે. જોકે, એશિયા કપ UAEમાં યોજાશે તે નિશ્ચિત જણાય છે, પરંતુ ACCએ હજુ સુધી આ અંગે જાહેરાત કરી નથી. 22 જુલાઈએ સ્થળની જાહેરાત સાથે, તેનું શેડ્યૂલ પણ જાહેર થવાની સંભાવના છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, શ્રીલંકા ક્રિકેટ (SLC) વતી એશિયા ક્રિકેટ કાઉન્સિલ (ACC)ને કહેવામાં આવ્યું છે કે તેઓ દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એશિયા કપનું આયોજન કરવામાં અસમર્થ છે. તાજેતરના દિવસોમાં, SLC એ લંકા પ્રીમિયર લીગ (LPL 2022) ની ત્રીજી સીઝન રદ કરવાની જાહેરાત કરી હતી. ત્યારથી એવી ચર્ચાઓ વેગ પકડી રહી હતી કે શ્રીલંકામાં એશિયા કપનું આયોજન હવે શક્ય નથી.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને સાથે જ ટેસ્ટમાં પણ મજબૂતી બતાવી હતી. આવી સ્થિતિમાં, આ ટૂર્નામેન્ટની મેચો દરમિયાન અન્ય તમામ ટીમો શ્રીલંકાને હળવાશથી નહીં લે. જોકે, આ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીતવા માટે પાકિસ્તાન અને ભારતને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. કારણ કે આ બંને ટીમો આ દિવસોમાં ખૂબ જ સારા ફોર્મમાં ચાલી રહી છે. આ પછી આ તમામ ટીમોએ ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ પણ રમવાનો છે. જેના માટે તમામ ટીમ સતત મહેનત કરી રહી છે. જેથી કરીને તેમને આ મોટી ટૂર્નામેન્ટમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.
Advertisement
Tags :
Advertisement

.