Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઝારખંડના ખાણ સચિવ પૂજા સિંઘલની મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા ધરપકડ

ઝારખંડની ખાણ સચિવ પૂજા સિંઘલની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સિંઘલ મનરેગા ફંડની કથિત ઉચાપત અને મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં સતત બીજા દિવસે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થયા હતા. પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. એજન્સીએ તેના બિઝનેસમેન પતિ અભિષેક ઝાનું નિવેદન પણ નોંધ્યું છે. એજન્સીએ આ કેસના સંબંધમાં કોલકાતામાં પણ ફરીથી દરોડા પાડ્યા હતા.javascript:nicTemp(); ઝારખંડમાં મની લ
12:45 PM May 11, 2022 IST | Vipul Pandya

ઝારખંડની ખાણ સચિવ પૂજા સિંઘલની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
સિંઘલ મનરેગા ફંડની કથિત ઉચાપત અને મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં સતત બીજા દિવસે
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થયા હતા. પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી
હતી. એજન્સીએ તેના બિઝનેસમેન પતિ અભિષેક ઝાનું નિવેદન પણ નોંધ્યું છે. એજન્સીએ આ
કેસના સંબંધમાં કોલકાતામાં પણ ફરીથી દરોડા પાડ્યા હતા.

javascript:nicTemp();

ઝારખંડમાં મની લોન્ડરિંગ કેસમાં IAS ઓફિસર પૂજા સિંઘલ વિરુદ્ધ મોટી
કાર્યવાહી કરવામાં આવી છે. ઘણા કલાકોની પૂછપરછ બાદ
EDએ તેની ધરપકડ કરી છે. EDએ પૂજા સિંઘલના નજીકના સંબંધીઓના
રાંચી અને અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન
EDને 19 કરોડથી વધુ રોકડ અને ઘણા
મહત્વપૂર્ણ દસ્તાવેજો મળ્યા હતા. 
ઉલ્લેખનિય છે કે આ મામલો
ઘણા વર્ષો જૂનો છે. હકીકતમાં ઝારખંડમાં
2009-10માં મનરેગા કૌભાંડ થયું હતું. આ જ
કેસમાં થોડા દિવસો પહેલા
EDએ ઝારખંડ, પશ્ચિમ બંગાળ, હરિયાણા અને રાજસ્થાનમાં એક સાથે દરોડા પાડ્યા હતા.
ત્યારબાદ આ જ દરોડા દરમિયાન
19 કરોડ 31 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા
હતા.
19 કરોડ 31 લાખ રૂપિયામાંથી 17 કરોડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ઘરેથી
વસૂલ કરવામાં આવ્યા હતા. બાકીની રકમ એક કંપની પાસેથી મળી હતી.

Tags :
edGujaratFirstJharkhandMinesSecretaryMoneyLaunderingCasePoojaSinghalarrested
Next Article