Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પૂજા મિશ્રાએ શત્રુઘ્ન સિન્હાના પરિવાર પર વર્જિનિટી વેચવાનો આરોપ લગાવ્યો, પુત્ર લવે આપ્યો આ જવાબ

બિગ બોસ 5 ની સ્પર્ધક પૂજા મિશ્રા આ દિવસોમાં હેડલાઈન્સમાં છે. તેણે શત્રુઘ્ન સિંહાના પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. હવે આ મામલે લવ સિન્હાનું ટ્વીટ વાયરલ થયું છે. બિગ બોસ 5ની સ્પર્ધક પૂજા મિશ્રાના સનસનાટીભર્યા દાવા પર શત્રુઘ્ન સિન્હાના પુત્ર લવે ટ્વિટ કર્યું છે. તેણે લખ્યું છે કે મારા પરિવાર પર આવા આરોપ લગાવવાથી સાબિત થાય છે કે મહિલા માનસિક રીતે સ્થિર નથી. તેણે પૂજા મિશ્રાના દાવા à
10:03 AM May 06, 2022 IST | Vipul Pandya
બિગ બોસ 5 ની સ્પર્ધક પૂજા મિશ્રા આ દિવસોમાં હેડલાઈન્સમાં છે. તેણે શત્રુઘ્ન સિંહાના પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. હવે આ મામલે લવ સિન્હાનું ટ્વીટ વાયરલ થયું છે. બિગ બોસ 5ની સ્પર્ધક પૂજા મિશ્રાના સનસનાટીભર્યા દાવા પર શત્રુઘ્ન સિન્હાના પુત્ર લવે ટ્વિટ કર્યું છે. તેણે લખ્યું છે કે મારા પરિવાર પર આવા આરોપ લગાવવાથી સાબિત થાય છે કે મહિલા માનસિક રીતે સ્થિર નથી. તેણે પૂજા મિશ્રાના દાવા પ્રકાશિત કરનારા મીડિયા હાઉસની પણ ટીકા કરી છે. જણાવી દઈએ કે પૂજા મિશ્રાએ આરોપ લગાવ્યો હતો કે શત્રુઘ્ન સિન્હા અને તેના પરિવારે સેક્સ સ્કેમ શરૂ કર્યું હતું. પૂજાએ એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે તેની વર્જિનિટી બેભાન અવસ્થામાં વેચવામાં આવી હતી. આનાથી કમાણી કરી અને સોનાક્ષી સિન્હાને સ્ટાર બનાવી.
લવે કહ્યું, આરોપો ખોટા અને વાહિયાત છે
શત્રુઘ્ન સિન્હાના પુત્ર લવ સિન્હાએ પૂજા મિશ્રાના ચોંકાવનારા આરોપો પર ટ્વિટ કરીને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું, તે મહિલાને પ્રોફેશનલ મદદની જરૂર છે. મારા પરિવાર પર આવા આરોપ લગાવવાથી સાબિત થાય છે કે તેઓ 'અસ્થિર' છે. સામાન્ય રીતે હું ઈન્ટરનેટ પર ચાલી રહેલા આવા બકવાસને જવાબ આપતો નથી પરંતુ મને લાગે છે કે આ વાતને પરવાનગી આપનાર બેજવાબદાર તંત્રીને ખ્યાલ હોવો જોઈએ કે આવા લેખ માટે તેમની સામે માનહાનિનો કેસ દાખલ થઇ શકે છે જે ખોટા અને વાહિયાત છે.

 પૂજાના આ ગંભીર આરોપો હતા
પૂજા મિશ્રાએ શત્રુઘ્ન સિન્હાની પત્ની પૂનમ પર પણ આરોપ લગાવ્યો હતો કે તે તેની ઈર્ષ્યા કરે છે અને તેણે તેના પર કાળો જાદુ કર્યો છે. મીડિયા સાથેની વાતચીતમાં પૂજા મિશ્રાએ દાવો કર્યો હતો કે તેના પિતા ઇન્કમટેક્સ વિભાગમાં હતા. શત્રુઘ્ન સિંહા સાથે તેમની સારી મિત્રતા હતી. પૂજાએ આરોપ લગાવ્યો હતો કે શત્રુઘ્નનાં પરિવારે તેના પિતા પાસેથી 100 કરોડ રૂપિયા લીધા છે. પૂજાએ કહ્યું હતું કે, તેઓ પોતાના ઘરમાં સેક્સ સ્કેમ ચલાવવા લાગ્યા ત્યારે તેમના ગુનાઓ અલગ જ સ્તરે આવવા લાગ્યાં. બેભાન અવસ્થામાં મારી સાથે દગો કર્યો, આ લોકોએ મારી વર્જિનિટીનો બિઝનેસ કરીને પૈસા કમાયા છે. સોનાક્ષી સિન્હાને સ્ટાર બનાવવામાં આવી છે. તે ફેશન ડિઝાઇનર બનવાની હતી, બોલિવૂડમાં તે અચાનક ક્યાંથી આવી ગઇ?
Tags :
GujaratFirstLoveSinhapoojamishrasatrughansinha
Next Article