Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પૂજા ભટ્ટે બહેન આલિયાની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' વિશે આપી પ્રતિક્રિયા

ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'એ બોક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મે વિદેશમાં પણ 100 કરોડથી વધુની કમાણી કરી છે. ત્યારે આલિયાની મોટી બહેન પૂજા ભટ્ટને આલિયા ભટ્ટની લેટેસ્ટ ફિલ્મ પર પૂજા ભ઼ટ્ટનું રિએક્શન સામે આવ્યું છે. 90 ના દાયકાની બોલિવૂડ અભિનેત્રી પૂજા ભટ્ટે જણાવ્યું કે તેને સિસ્ટર આલિયાની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી તેને કેવી લાગી. આલિયાએ ભટ્ટ પરિવારના વારસાને આગળ વધàª
પૂજા ભટ્ટે બહેન આલિયાની ફિલ્મ  ગંગુબાઈ કાઠિયાવાડી   વિશે આપી પ્રતિક્રિયા
ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'એ બોક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મે વિદેશમાં પણ 100 કરોડથી વધુની કમાણી કરી છે. ત્યારે આલિયાની મોટી બહેન પૂજા ભટ્ટને આલિયા ભટ્ટની લેટેસ્ટ ફિલ્મ પર પૂજા ભ઼ટ્ટનું રિએક્શન સામે આવ્યું છે. 90 ના દાયકાની બોલિવૂડ અભિનેત્રી પૂજા ભટ્ટે જણાવ્યું કે તેને સિસ્ટર આલિયાની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી તેને કેવી લાગી. આલિયાએ ભટ્ટ પરિવારના વારસાને આગળ વધારવા અંગે પણ પૂજા ભટ્ટે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો બોલિવૂડની વર્સેટાઈલ એક્ટ્રેસ પૂજા ભટ્ટ તાજેતરમાં નાની બહેન આલિયા ભટ્ટના વખાણ કરતાં થાકતી નથી. 90ના દાયકામાં પોતાની ફિલ્મોથી દર્શકોના દિલો પર રાજ કરનારી પૂજા ભટ્ટે ઈન્ડસ્ટ્રીની સૌથી બોલ્ડ અને બ્યુટીફુલ એક્ટ્રેસ છે. પૂજા ભટ્ટે  મીડિયા સાથે આલિયાની ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડી  વિશે ખૂલીને વાત કરી હતી. 

થિયેટરમાં આવેલા 50 ટકા લોકો માંથી 80 ટકા મહિલાઓ
જ્યારે પૂજા ભટ્ટને આલિયા ભટ્ટની લેટેસ્ટ ફિલ્મ પર તેની પ્રતિક્રિયા પૂછવામાં આવી ત્યારે તેણે કહ્યું ,'મેં ગંગુબાઈ કાઠિયાવાડીનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોયો હતો.' પૂજાએ કહ્યું કે તે ખુશ છે કે થિયેટરમાં આવેલા 50 ટકા લોકો માંથી 80 ટકા મહિલાઓ  હતી. 

થિયેટરમાં લોકોને સીટી અને બૂમો પાડતાં જોયા 
બહેન આલિયા ભટ્ટના પર્ફોર્મન્સ અંગે પૂજા ભટ્ટે કહ્યું, 'સામાન્ય રીતે મલ્ટીપ્લેક્સમાં આવતા લોકોમાં હાલમાં સીટી વગાડવા અને બૂમો પાડવાં જેવું અક્સાઇટમેન્ટ જોવાં મળતું નથી , પરંતુ ગંગુગંગુબાઈને જોતી વખતે, મેં થિયેટરમાં લોકોને સીટી અને બૂમો પાડતાં જોયા તે દર્શાવે છે કે ફિલ્મની કેવી  અસર પડી છે. તેણે વધુમાં કહ્યું કે આલિયા પહેલા છોકરી હતી પરંતુ હવે તે એક મહિલા બનીને ચમકી રહી છે. 

છેલ્લે નેટફ્લિક્સ સિરીઝ બોમ્બે ગેમ્સમાં દેખાઇ હતી
પૂજા ભટ્ટની વાત કરીએ તો તે છેલ્લે નેટફ્લિક્સ સિરીઝ બોમ્બે ગેમ્સમાં જોવા મળી હતી. અગાઉ પૂજા બહેન આલિયા ભટ્ટ સાથે ફિલ્મ સડક 2માં પણ જોવા મળી હતી. આલિયા ભટ્ટ પરિવારનો વારસો આગળ લઈ રહી છે? આ પ્રશ્ન અંગે પૂજાએ કહ્યું, 'મારા પિતા હંમેશા કહે છે કે દરેક પેઢી બીજી પેઢી કરતા સારી જ હોય છે. તેથી મને લાગ્યું કે ભટ્ટ પરિવારનો વારસો આગળ વધી રહ્યો છે અને મને આશા છે કે આપણે દરેક નવી પેઢી સાથે વધુ સારી રીતે ઉભરી રહ્યાં છીએ. 
Advertisement
Tags :
Advertisement

.