Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પોનીયિન સેલવાનના ડિરેક્ટર મણિરત્નમને કોરોના થયો, હોસ્પિટલમાં દાખલ

જાણીતા ફિલ્મ નિર્દેશક મણિરત્નમને ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તાવના લક્ષણો બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જોકે, આ અંગે હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જવાબ આપવામાં આવ્યો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, મણિરત્નમને મંગળવારે સવારે તાવના લક્ષણો દેખાતા તેમનà
પોનીયિન સેલવાનના ડિરેક્ટર મણિરત્નમને કોરોના થયો  હોસ્પિટલમાં દાખલ
જાણીતા ફિલ્મ નિર્દેશક મણિરત્નમને ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તાવના લક્ષણો બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જોકે, આ અંગે હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જવાબ આપવામાં આવ્યો નથી. 
સૂત્રોના જણાવ્યા અનુસાર, મણિરત્નમને મંગળવારે સવારે તાવના લક્ષણો દેખાતા તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડિરેક્ટરની પત્ની સુહાસિની મણિરત્નમે જણાવ્યું કે મણિની તબિયત ઠીક છે, તેમનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સિવાય ડોક્ટરોએ હજુ સુધી કંઈ કહ્યું નથી.
ફિલ્મ નિર્માતા મણિ રત્નમની આગામી ફિલ્મ પોનીયિન સેલવાન- 1, જે સપ્ટેમ્બરમાં થિયેટરોમાં આવશે, જો કે હાલમાં તે કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. એક વકીલે ફિલ્મમાં આદિત્ય કારીકલનના પાત્રના લૂકને લઈને નિર્દેશક અને અભિનેતા વિક્રમ પર કેસ કર્યો છે. નોટિસમાં સેલવાન નામના વકીલે અભિનેતા અને દિગ્દર્શક પર ચોલ સંસ્કૃતિ વિશેના ઐતિહાસિક તથ્યોને વિકૃતિ સાથે દર્શાવવાનો આરોપ લગાવ્યો હતો.
અહેવાલ મુજબ, વકીલે દાવો કર્યો છે કે ચોલ રાજાઓ ક્યારેય તેમના કપાળ પર તિલક લગાવ્યું ન હતું, જે ફિલ્મના પોસ્ટરમાં વિક્રમના કપાળમાં દેખાય છે, જેમાં આદિત્ય કારીકલનના પાત્રમાં વિક્રમ જોવા મળે છે. આ પોસ્ટર ગયા અઠવાડિયે રિલીઝ કરવામાં આવ્યું હતું.
તદુપરાંત, ફરિયાદીએ એ પણ ધ્યાન દોર્યું કે 'તિલક' પોસ્ટરમાં દેખાઈ રહ્યું છે, પરંતુ ટીઝરમાં નહીં, જે ગયા અઠવાડિયે  રિલિઝ કરવામાં આવ્યું હતું. દરમિયાન, તેમણે નિર્માતાઓ ઇતિહાસને ખોટી રીતે રજૂ ન કરે તે સુનિશ્ચિત કરવા માટે તેની રિલીઝ પહેલાં ફિલ્મની વિશેષ સ્ક્રીનિંગની વિનંતી કરી છે. જો કે અત્યાર સુધી, ન તો નિર્દેશક કે ન તો અભિનેતાએ આ નોટિસ પર કોઇ અધિકારીક પ્રતિક્રિયા આપી છે.
મણિરત્નમ તેમની ઐતિહાસિક ડ્રામા ફિલ્મ પોનીયિન સેલવાન 30 સપ્ટેમ્બરે થિયેટરોમાં આવવાની છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન, ચિયાન વિક્રમ, ત્રિશા, કાર્તિ, જયમ રવિ, પ્રકાશ રાજ અને શોભિતા ધુલીપાલા મુખ્ય ભૂમિકામાં છે. ચૌલ સામ્રાજ્ય પર બનેલી આ ફિલ્મનું ટીઝર તાજેતરમાં જ રિલીઝ થયું હતું, જેને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે.
આગામી પીરિયડ ડ્રામા કલ્કીની પોનીયિન સેલવાન નામની ક્લાસિક તમિલ નવલકથા પર આધારિત છે. આ ફિલ્મ બે ભાગમાં સિનેમાઘરોમાં ખુલશે અને પહેલો ભાગ આ વર્ષે 30 સપ્ટેમ્બરે પાંચ ભાષાઓ - તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને હિન્દીમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.
પોનીયિન સેલવાનને ભારતીય સિનેમામાં અત્યાર સુધીના સૌથી મોંઘા પ્રોજેક્ટ્સમાં ગણવામાં આવે છે. રવિ વર્મન આ ફિલ્મની સિનેમેટોગ્રાફી પાછળનો હીરો છે. શ્રીકર પ્રસાદ એડિટર છે અને એ.આર. રહેમાન સંગીત નિર્દેશક છે. સાથે જ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા આર્ટ ડિરેક્ટર થોટ્ટા થરાની પ્રોડક્શન ડિઝાઇન સંભાળી રહ્યાં છે. 
Advertisement
Tags :
Advertisement

.