ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોવામાં કોંગ્રેસના 5 ધારાસભ્યો સંપર્ક વિહોણાં થતાં રાજકીય ગરમાવો

ગોવામાં કોંગ્રેસના 11માંથી પાંચ ધારાસભ્યોનો સંપર્ક થઈ શક્યો ન હોવાથી, પક્ષ પ્રમુખ સોનિયા ગાંધીએ પક્ષના વરિષ્ઠ નેતા મુકુલ વાસનિકને રાજ્યમાં રાજકીય ઘટનાઓ પર નજર રાખવા રવિવારે ગોવા મોકલ્યા છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલે રવિવારે મોડી રાત્રે ટ્વિટ કર્યું કે  'કોંગ્રેસ પ્રમુખે સાંસદ મુકુલ વાસનિકને ગોવામાં તાજેતરની રાજકીય ઘટનાઓ પર નજર રાખવા માટà
04:04 AM Jul 11, 2022 IST | Vipul Pandya
ગોવામાં કોંગ્રેસના 11માંથી પાંચ ધારાસભ્યોનો સંપર્ક થઈ શક્યો ન હોવાથી, પક્ષ પ્રમુખ સોનિયા ગાંધીએ પક્ષના વરિષ્ઠ નેતા મુકુલ વાસનિકને રાજ્યમાં રાજકીય ઘટનાઓ પર નજર રાખવા રવિવારે ગોવા મોકલ્યા છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલે રવિવારે મોડી રાત્રે ટ્વિટ કર્યું કે  "કોંગ્રેસ પ્રમુખે સાંસદ મુકુલ વાસનિકને ગોવામાં તાજેતરની રાજકીય ઘટનાઓ પર નજર રાખવા માટે ત્યાં જવા કહ્યું છે."
ગોવામાં વિપક્ષ કોંગ્રેસે રવિવારે કહ્યું હતું કે રાજ્યમાં તેના 11માંથી પાંચ ધારાસભ્યો ગુમ થયા છે અને તેના બે ધારાસભ્યો માઈકલ લોબો અને પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામત પર ભાજપ સાથે સાંઠગાંઠ કરીને પક્ષ વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ કર્યો છે. 
રાજ્ય વિધાનસભા સત્રની પૂર્વસંધ્યાએ આ જાહેરાત કરતા, કોંગ્રેસના ગોવા ડેસ્ક પ્રભારી દિનેશ ગુંડુ રાવે જણાવ્યું હતું કે લોબો અને કામત સિવાય, પાર્ટીના અન્ય ત્રણ ધારાસભ્યો સાથે સંપર્ક થઇ શક્યો નથી. પાર્ટીના પાંચ ધારાસભ્યો - લોબો, કામત, કેદાર નાઈક,રાજેશ ફાલદેસાઈ અને ડેલિયાલા લોબોનો સંપર્ક થઈ શક્યો ન હતો, જ્યારે અન્ય પાંચ - એલ્ટન ડી'કોસ્ટા, સંકલ્પ અમોનકર, યુરી અલેમાઓ, કાર્લોસ આલ્વારેસ ફરેરા, રુડોલ્ફ ફર્નાન્ડિસ પ્રેસ કોન્ફરન્સમાં હાજર હતા.

રાવે આરોપ લગાવ્યો કે  માઈકલ લોબો અને પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામત ગોવામાં  ભાજપ સાથે મળીને કાવતરું ઘડી રહ્યા હતા. પાર્ટીએ લોબોને વિપક્ષના નેતા પદેથી હટાવવાનો નિર્ણય લીધો છે. ધારાસભ્ય એલેક્સો સિક્વેરા પાર્ટીના નેતાઓના સંપર્કમાં છે અને કોંગ્રેસ સાથે છે તેમ તેમણે તેમણે કહ્યું હતું.  પાંચ અન્ય લોકોનું પણ તેમને  સમર્થન છે.   ઉલ્લેખનીય છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 11 બેઠકો જીતી હતી.
દરમિયાન, ગોવામાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (બીજેપી)માં જોડાઈ શકે છે તેવી અટકળો વચ્ચે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે રવિવારે આરોપ લગાવ્યો કે તે લોકશાહી નથી પરંતુ ભાજપની નાણા વ્યવસ્થા છે. 
કોંગ્રેસના 11 ધારાસભ્યોમાંથી કેટલાક ભાજપમાં જોડાઈ શકે છે તેવી અટકળો અંગે પૂછવામાં આવતા સિંહે કહ્યું કે આમાંથી કેટલા ધારાસભ્યો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને આવકવેરા વિભાગ દ્વારા તપાસનો સામનો કરી રહ્યા છે તેની તપાસ કરવાની જરૂર છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે, જો તમે તેના વિશે જાણશો, તો તમને ખબર પડશે કે આ લોકશાહી નથી, પરંતુ આ ભાજપની મની સિસ્ટમ છે."
કોંગ્રેસે લોબોને ગોવા વિધાનસભામાં વિપક્ષના નેતા  પદ પરથી હટાવી દીધા છે. રાજ્ય વિધાનસભા સત્રની પૂર્વસંધ્યાએ આ જાહેરાત કરતા, કોંગ્રેસના ગોવા ડેસ્ક પ્રભારી દિનેશ ગુંડુ રાવે જણાવ્યું હતું કે લોબો અને કામત સિવાય, પાર્ટીના અન્ય ત્રણ ધારાસભ્યોનો સંપર્ક થઇ શક્યો નથી.
Tags :
CongressGoaGujaratFirstPoliticalCrisis
Next Article