અમારી મહેમાનગતિથી સાવચેત રહેવું, દારૂ પાર્ટી કરનારાઓને પોલીસની ચેતવણી
વર્ષ 2022ની વિદાય અને વર્ષ 2023ને આવકારવા દુનિયાભરમાં નવા વર્ષની ઉજવણી થાય છે. 31 ડિસેમ્બરમાં નશો કરીને છાકટા બનનારા લોકો પર લગામ લગાવવા પોલીસે ખાસ એક્શન પ્લાન ઘડ્યો છે અને ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. 31 ડિસેમ્બરની ઉજવણીને પગલે શહેર પોલીસે પણ ખાસ પ્લાન કરી લીધો છે.અમદાવાદ પોલીસની પોસ્ટઅમદાવાદ પોલીસ સોશિયલ મીડિયામાં 31મીના દિવસે જોખમી ડ્રાઈવ, દારૂ પીધેલા ડ્રાઈવર્સ, નિયમો તોડનારાઓ માà
વર્ષ 2022ની વિદાય અને વર્ષ 2023ને આવકારવા દુનિયાભરમાં નવા વર્ષની ઉજવણી થાય છે. 31 ડિસેમ્બરમાં નશો કરીને છાકટા બનનારા લોકો પર લગામ લગાવવા પોલીસે ખાસ એક્શન પ્લાન ઘડ્યો છે અને ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. 31 ડિસેમ્બરની ઉજવણીને પગલે શહેર પોલીસે પણ ખાસ પ્લાન કરી લીધો છે.
અમદાવાદ પોલીસની પોસ્ટ
અમદાવાદ પોલીસ સોશિયલ મીડિયામાં 31મીના દિવસે જોખમી ડ્રાઈવ, દારૂ પીધેલા ડ્રાઈવર્સ, નિયમો તોડનારાઓ માટે એક ચેતવણી આપતો એક મેસેજ શેર કર્યો છે. અમદાવાદા પોલીસે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી કહ્યું છે કે, અમારી મહેમાનગતિથી સાવચેત રહેવું.જોખમી ડ્રાઈવ, દારૂ પીધેલા ડ્રાઈવર્સ, નિયમો તોડનારાઓ માટે ફ્રી એન્ટ્રી. DJ લોકઅપ દ્વારા સ્પેશ્યલ પરફોર્મેન્સ તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યું છે.
સુરત પોલીસની પોસ્ટ
બીજી તરફ સુરત પોલીસે પણ સોશિયલ મીડિયામાં એક આવી પોસ્ટ શેર કરી છે જેમાં પોલીસે કહ્યું કે, થર્ટી ફર્સ્ટ કોની સાથે મનાવશો? પરિવાર, મિત્રો કે અમારી સાથે? ખાસ નોંધ અમારા કરતા પરિવાર અને મિત્રો સાથે મજા આવશે.
આ પણ વાંચો - મહિલા પોલીસે લીધી થર્ટી ફર્સ્ટ ચેકિંગ ડ્રાઈવની આગેવાની, ફૂટ પેટ્રોલિંગ સાથે હોટેલ્સમાં તપાસ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement