Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

40 સાક્ષીઓ, સીસીટીવી ફૂટેજ, પંજાબ પોલીસની ચાર્જશીટ તૈયાર

પંજાબી સિંગર અને કોંગ્રેસના નેતા સિદ્ધૂ મૂસેવાલાની હત્યા મામલે (moosewala murder case) પંજાબની માનસા પોલીસ ટૂંક સમયમાં ચાર્જશીટ ફાઈલ કરી શકે છે. આ ચાર્જશીટમાં લગભગ 15થી વધારે આરોપીઓના નામ સામેલ કરવામાં આવ્યા છે, જેમાં શૂટર્સ, હત્યાકાંડમાં સામેલ અન્ય આરોપીઓ અને માસ્ટર માઈન્ડ સામેલ છે. લૉરેંશ બિશ્નોઈ, જગ્ગૂ ભગવાનપુરિયા, મનમોહન મોહના જેવા કુખ્યાતના નામ FIRમાં સામેલ છે. આ ચાર્જશીટમાં લગભગ 40થી વધાàª
40 સાક્ષીઓ  સીસીટીવી ફૂટેજ  પંજાબ પોલીસની ચાર્જશીટ તૈયાર
પંજાબી સિંગર અને કોંગ્રેસના નેતા સિદ્ધૂ મૂસેવાલાની હત્યા મામલે (moosewala murder case) પંજાબની માનસા પોલીસ ટૂંક સમયમાં ચાર્જશીટ ફાઈલ કરી શકે છે. આ ચાર્જશીટમાં લગભગ 15થી વધારે આરોપીઓના નામ સામેલ કરવામાં આવ્યા છે, જેમાં શૂટર્સ, હત્યાકાંડમાં સામેલ અન્ય આરોપીઓ અને માસ્ટર માઈન્ડ સામેલ છે. લૉરેંશ બિશ્નોઈ, જગ્ગૂ ભગવાનપુરિયા, મનમોહન મોહના જેવા કુખ્યાતના નામ FIRમાં સામેલ છે. આ ચાર્જશીટમાં લગભગ 40થી વધારે સાક્ષીઓ બનાવવામાં આવ્યા છે. આ મામલે માનસા પોલીસે સૌથી પહેલાં દેહરાદૂનથી મનપ્રીત નામના એક આરોપીને ધરપકડ કરી હતી. બાદમાં પુછપરછના આધારે વારાફરતી અન્યોની ધરપકડ કરવામાં આવી.
ચાર્જશીટમાં (Punjab Police chargesheet) દીપક ટીનૂ, સંદીપ કેકડા, અંકિત સિરસા, પ્રિયવ્રત ફૌજી, સચિન ભિવાની, કેશવ કશિશ, એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા મનપ્રીક માનુ, જાગરૂપ રૂપા, ફરાર શુટર્સ દીપક મુંડી, મનપ્રીત ભાઉ અને હત્યાકાંડના ષડ્યંત્રમાં સામેલ દિલ્હી, પંજાબની જેલોમાં બંધ અન્ય આરોપીઓના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ કેસમાં 40થી વધારે સાક્ષીઓમાં તપાસ સાથે જોડાયેલા પોલીસ અધિકારી, મુસેવાલાનું પોસ્ટમોર્ટમ કરનારા ડૉક્ટર, મુસેવાલા સાથે ઘટના વખતે તેની થારમાં સવાર બે આઈ વિટનેસ જેમને ગોળી વાગી હતી. મૂસેવાલાના પરિવારમાં તેમના પિતા અને પરિવારના અન્ય સભ્યોનું નિવેદન, મુસેવાલાની સુરક્ષામાં તૈનાત પોલીસ કર્મચારીઓનું નિવેદન, ફોરેન્સિક ટીમના સભ્યોનું નિવેદન, ઘટના સમયે હાજર  સાક્ષીઓના નિવેદન સામેલ છે. તેમની સિવાય જ્યાં-જ્યાં શૂટર્સ અને અન્ય આરોપીઓએ આશ્રય લીધો ત્યાં તેમને આશ્રય આપનારા હોટલ સ્ટાફનું નિવેદન આ ચાર્જશીટમાં (Chargesheet) સામેલ કરવામાં આવ્યું છે.
પુરાવા તરીકે આ ચાર્જશીટમાં ફોરોન્સિક રિપોર્ટ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, મળી આવેલા હથિયારો, કારતૂસ, ગાડીઓ, લોહીના નમૂનાઓ, આરોપીઓના મેડિકલ સેમ્પલ, ઘટના સ્થળના અનેક CCTV ફૂટેજ, તે સિવાય કેટલીક હોટલોના CCTV ફૂટેજ જ્યાં શૂટર્સ રોકાયા હતા તેને સામેલ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પંજાબના મશહૂર સિંગર અને કોંગ્રેસ નેતા સિદ્ધૂ મૂસેવાલાની (sidhu moosewala) મે 2022માં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જ્યારે હુમલાખોરોએ મૂસેવાલાને ગોળી મારી ત્યારે તેઓ તેની થાર ગાડીમાં બે સાથીઓ સાથે હતા. એટોપ્સી રિપોર્ટ પ્રમાણે તેમના શરીર પર 25 ગોળીઓના નિશાન હતા. લૉરેન બિશ્નોઈ-ગોલ્ડી બ્રાર ગેંગ પર તેમની હત્યાનો આરોપ છે. આ મામલે વધારે જાણકારી ચાર્જશીટ ફાઈલ થયાં બાદ સામે આવશે.
Advertisement
Tags :
Advertisement

.