Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સિદ્ધુ મૂસેવાલાના હત્યારાઓ સાથે પોલીસની અથડામણ, 2 આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

પંજાબના અમૃતસર જિલ્લાના ચિચા ભકના ગામમાં પોલીસ અને ગેંગસ્ટર વચ્ચે ચાલી રહેલ એન્કાઉન્ટર સમાપ્ત થઈ ગયું છે. અહીં બે ગેંગસ્ટર માર્યા ગયા છે. માર્યા ગયેલા ગેંગસ્ટર સિદ્ધુ મુસેવાલા હત્યા કેસ સાથે સંકળાયેલા હતા. તેમના નામ જગરૂપ રૂપા અને મનપ્રીત ઉર્ફે મનુ ખુસા છે. અથડામણમાં ત્રણ પોલીસકર્મી, ત્રણ સામાન્ય નાગરિકો પણ ઘાયલ થયા હતા. પંજાબમાં સિદ્ધુ મૂસેવાલાના શંકાસ્પદ હત્યારાઓ અને પોલીàª
સિદ્ધુ મૂસેવાલાના હત્યારાઓ સાથે પોલીસની અથડામણ  2 આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર
Advertisement
પંજાબના અમૃતસર જિલ્લાના ચિચા ભકના ગામમાં પોલીસ અને ગેંગસ્ટર વચ્ચે ચાલી રહેલ એન્કાઉન્ટર સમાપ્ત થઈ ગયું છે. અહીં બે ગેંગસ્ટર માર્યા ગયા છે. માર્યા ગયેલા ગેંગસ્ટર સિદ્ધુ મુસેવાલા હત્યા કેસ સાથે સંકળાયેલા હતા. તેમના નામ જગરૂપ રૂપા અને મનપ્રીત ઉર્ફે મનુ ખુસા છે. અથડામણમાં ત્રણ પોલીસકર્મી, ત્રણ સામાન્ય નાગરિકો પણ ઘાયલ થયા હતા. પંજાબમાં સિદ્ધુ મૂસેવાલાના શંકાસ્પદ હત્યારાઓ અને પોલીસ વચ્ચે આજે અથડામણ એન્કાઉન્ટર થયું હતું. લગભગ ચાર કલાક ચાલેલા એન્કાઉન્ટરમાં મૂસેવાલા હત્યા કેસના બે આરોપી પણ મારયા ગયા છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન નજીકના ગામના લોકોને સુરક્ષાના કારણોસર પોલીસ દ્વારા ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવ્યું હતું જેથી કોઇ નિર્દોષ વ્યક્તિઓ આ અથડામણમાં ઘવાય નહીં.  

આસપાસના વિસ્તારોમાં સ્નાઈપર્સ તૈનાત
અમૃતસર જિલ્લાના પાકિસ્તાન સરહદે આવેલા ચિચા ભકના ગામમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ગુંડાઓ જૂની હવેલીમાં છુપાયેલા છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં ઘણાં ગેંગસ્ટર હતા, જેમાંથી ચારને પોલીસે  ઠાર માર્યા છે. ચીચા ભકના ગામથી પાકિસ્તાનની સરહદ માત્ર 100 મીટર દૂર છે. આવી સ્થિતિમાં આ ગેંગસ્ટર પાકિસ્તાનમાં ઘૂસી શકે તેવી પણ શક્યતા છે. આવી સ્થિતિમાં પોલીસે 2 કિલોમીટરના વિસ્તારને સંપૂર્ણ રીતે ઘેરી લીધો છે. સામાન્ય લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરવામાં આવી છે અને આસપાસના વિસ્તારોમાં સ્નાઈપર્સ તૈનાત કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં પોલીસ દળોને પણ તૈનાત કરાયું છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસને ગેંગસ્ટર આ વિસ્તારમાં છુપાયા હોવાની માહિતી મળી હતી, જેથી પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં ગુંડાઓએ પોલીસ પર ફાયરિંગ શરૂ કર્યું, જેના જવાબમાં પોલીસ ફોર્સે પણ કાર્યવાહી કરી હતી. ગુંડાઓના ગોળીબારમાં બે પોલીસ અધિકારીઓ પણ ઘાયલ થયા છે, જેમને સારવાર માટે અમૃતસરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
 ગેંગસ્ટરે આત્મસમર્પણની અપીલ પર પોલીસ પર ફાયરિંગ શરૂ થયું
પોલીસ સૂત્રોનું કહેવું છે કે પોલીસે જે ગેંગસ્ટરને ઘેર્યા હતાં તેમાં જગરૂપ સિંહ રૂપા અને મનપ્રીત સિંહ ઉર્ફે મન્નુ કુસાનો સમાવેશ થાય છે. આ બંને સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં સામેલ હોવાની આશંકા છે. હત્યા બાદ આ બંને લોકો ફરાર હતા. પોલીસે આ લોકોને એન્કાઉન્ટર પહેલા આત્મસમર્પણ કરવાની અપીલ કરી હતી, પરંતુ તેઓએ પોલીસ પર જ હુમલો કર્યો હતો. પોલીસને પહેલેથી જ આશંકા હતી કે ગુંડાઓ તેમના પર હુમલો કરી શકે છે. આવી સ્થિતિમાં સાવચેતીના ભાગરૂપે પોલીસ મોટી સંખ્યામાં ફોર્સ સાથે પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, ગાયક શુભદીપ સિંહ સિદ્ધુ ઉર્ફે સિદ્ધુ મૂસેવાલાની 29 મેના રોજ માણસા ગામમાં કેટલાક લોકોએ ગોળી મારીને હત્યા કરી હતી.
 
Tags :
Advertisement

.

×