ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગાંધીધામમાંથી પોલીસે 32 કિલો ગાંજા સાથે બે આરોપીની કરી ધરપકડ

કચ્છના( Kutch)આર્થિક પાટનગર ગાંધીધામમાંથી (Gandhidham)પોલીસે 32 કિલો ગાંજાના (Ganjo)જથ્થા સાથે એક આરોપી અને અને કિશોરવયના બાળકને ઝડપી લીધા છે. આ કાર્યવાહીમાં ગાંજાનો જથ્થો આપનાર તરીકે બિહારના બે શખ્સોના નામ ખુલ્યા છે. અને પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આપેલી સતાવાર વિગતો મુજબ ગાંધીધામના  કાર્ગો ઝુંપડા પાસે  સર્વિસ રોડ પરથી બાતમીના આધારે આ કાર્યવાહી કરાઈ હરતી. રાઉન્ડઅપ કરાયેલા આરોપી  શાકીર à
11:35 AM Dec 15, 2022 IST | Vipul Pandya
કચ્છના( Kutch)આર્થિક પાટનગર ગાંધીધામમાંથી (Gandhidham)પોલીસે 32 કિલો ગાંજાના (Ganjo)જથ્થા સાથે એક આરોપી અને અને કિશોરવયના બાળકને ઝડપી લીધા છે. આ કાર્યવાહીમાં ગાંજાનો જથ્થો આપનાર તરીકે બિહારના બે શખ્સોના નામ ખુલ્યા છે. અને પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. 
પોલીસે આપેલી સતાવાર વિગતો મુજબ ગાંધીધામના  કાર્ગો ઝુંપડા પાસે  સર્વિસ રોડ પરથી બાતમીના આધારે આ કાર્યવાહી કરાઈ હરતી. રાઉન્ડઅપ કરાયેલા આરોપી  શાકીર હુરમહમદ  અંસારી રહેવાસી. ચોખંડી, તિલકનગર. એસ ઓ વેસ્ટ દિલ્હી અને તેની સાથે રહેલા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર વયના બાળક પાસેથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. 

પોલીસે  બન્નેની  આરોપીની  કરી  ધરપકડ 
ત્યારે 32.910 કિલો ગાંજા કિંમત રૂ. 3,20,910નો ગાંજો, ઉપરાતં મોબાઈલ અને રોકડા રૂપિયા સહિત કુલ 3.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. અને આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત આ કેસમાં નીતીશ સિંહ ઉર્ફે વિજય ભૂમિહારઅને મનિષ સિંગ ભૂમિહારની પણ સંડોવણી ખુલી છે. બન્ને આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
આપણ  વાંચો-ગુજરાત સરકારના વિરોધ વચ્ચે સુપ્રીમ કોર્ટે, ગોધરા ટ્રેન કાંડના દોષિતના જામીન કર્યા મંજૂર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
accusedGandhidhamGanjaseizedGujaratFirstKutchMarijuanapolice
Next Article