Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Prithvi Shaw સાથે ઝપાઝપી કરનારી Sapna Gillની પોલીસે ધરપકડ કરી

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી પૃથ્વી શૉ અને તેના દોસ્તો પર થયેલા હુમાલ બાદ હવે પોલીસે સોશ્યલ મીડિયા ઇન્ફ્લ્યૂએન્જર સપના ગીલની ધરપકડ કરી લીધી છે.  ઓશિવારા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, આ પછી પોલીસે એક્શન લેતા તેની ધરપકડ કરી લીધી છે. પૃથ્વી શૉની સાથે સેલ્ફી લેવાની વાતને લઇને વિવાદ એટલો વધી ગયો હતો કે, મામલો ઝપાઝપી પર આવી ગયો હતો. આરોપ છે કે, સપના ગીલ અને તેના સાથà«
03:02 PM Feb 16, 2023 IST | Vipul Pandya
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી પૃથ્વી શૉ અને તેના દોસ્તો પર થયેલા હુમાલ બાદ હવે પોલીસે સોશ્યલ મીડિયા ઇન્ફ્લ્યૂએન્જર સપના ગીલની ધરપકડ કરી લીધી છે.  ઓશિવારા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, આ પછી પોલીસે એક્શન લેતા તેની ધરપકડ કરી લીધી છે. પૃથ્વી શૉની સાથે સેલ્ફી લેવાની વાતને લઇને વિવાદ એટલો વધી ગયો હતો કે, મામલો ઝપાઝપી પર આવી ગયો હતો. આરોપ છે કે, સપના ગીલ અને તેના સાથીઓએ પૃથ્વી શૉ પર એટેક કર્યો હતો.
શું હતો પૃથ્વી શૉ સેલ્ફી વિવાદ 
મુંબઇઃ મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ સાથે સેલ્ફી લેવાને લઈને હંગામો થયો હતો. એક રિપોર્ટ અનુસાર, પૃથ્વી શૉ પોતાના મિત્રો સાથે મુંબઇની સહારા સ્ટાર હોટલની મેન્શન ક્લબમાં ગયો હતો. તે દરમિયાન આરોપીઓ સના ગિલ અને શોબિત ઠાકુરે પૃથ્વીને સેલ્ફી માટે વિનંતી કરી હતી અને એક વખત સેલ્ફી લીધા બાદ આરોપીએ ફરીથી સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઇને પૃથ્વી શૉએ ના પાડી હતી. બાદમા વિવાદ વધતા હોટલના મેનેજરે બંન્ને આરોપીઓને હોટલની બહાર કાઢી મુક્યા હતા.

જેના કારણે ગુસ્સે થયેલા આરોપીઓએ  કારનો પીછો કર્યો હતો અને કાર જોગેશ્વરી લિંક રોડ લોટસ પેટ્રોલ પંપ પાસે પહોંચી ત્યારે તેને રોકી હતી.  આ પછી આરોપીઓએ બેઝ બોલ બેટથી વાહનના કાચ તોડી નાખ્યા. સદનસીબે તે સમયે પૃથ્વી કારમાં નહોતો. તે હોટલથી બીજી કારમાં ઘરે જવા નીકળ્યો હતો, કાર પર હુમલો થયો ત્યારે પૃથ્વીનો મિત્ર તે કારમાં હાજર હતો. આ કેસમાં ફરિયાદી એક બિઝનેસમેન છે અને ક્રિકેટર પૃથ્વીનો મિત્ર પણ છે.
 પોલીસે સના ગિલ અને શોબિત ઠાકુર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી
એટલું જ નહીં, આરોપીઓએ પૃથ્વીના મિત્રને ધમકી આપી હતી કે જો મામલો દબાવવો હોય તો 50 હજાર રૂપિયા આપી દે નહીંતર તેને ખોટા કેસમાં ફસાવી દેશે. આ અકસ્માત બાદ પૃથ્વીનો મિત્ર તૂટેલી કારના કાચ લઈને ઓશિવરા પોલીસ સ્ટેશન પહોંચ્યો અને તેની ફરિયાદના આધારે પોલીસે સના ગિલ અને શોબિત ઠાકુર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એક અધિકારીએ કહ્યું હતું કે પોલીસે IPCની કલમ 384,143, 148,149, 427,504 અને 506 હેઠળ કેસ નોંધ્યો છે.
આપણ  વાંચો-ટીમ ઈન્ડિયાના આ ખેલાડીની કાર પર પથ્થરમારો, જાણો શું છે સમગ્ર મામલો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
cricketerPrithviShawGujaratFirstPrithviPrithviShawTeamIndia
Next Article