'POK જોઇએ છે'રાજનાથ સિંહની રેલીમાં લાગ્યા નારા, તો રાજનાથ સિંહે હસીને કહ્યું ધીરજ રાખો
રક્ષા મંત્રી રાજનાથ સિંહ પીઓકે અંગે પાકિસ્તાનને ઘણી વખત ચેતવણી આપી ચૂક્યા છે...શૌર્ય દિવસના અવસર પર તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી વિકાસ ગિલગિટ-બાલ્ટિસ્તાન નહીં પહોંચે ત્યાં સુધી કાશ્મીરનો વિકાસ અધૂરો રહેશે. તેણે એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાન પીઓકેના લોકો પર અત્યાચાર કરી રહ્યું છે. હવે જ્યારે રાજનાથ સિંહ હિમાચલ પ્રદેશમાં રેલી કરવા પહોંચ્યા ત્યારે જ જનસભામાં પહોંચેલા લોકોએ à
Advertisement

રક્ષા મંત્રી રાજનાથ સિંહ પીઓકે અંગે પાકિસ્તાનને ઘણી વખત ચેતવણી આપી ચૂક્યા છે...શૌર્ય દિવસના અવસર પર તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી વિકાસ ગિલગિટ-બાલ્ટિસ્તાન નહીં પહોંચે ત્યાં સુધી કાશ્મીરનો વિકાસ અધૂરો રહેશે. તેણે એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાન પીઓકેના લોકો પર અત્યાચાર કરી રહ્યું છે. હવે જ્યારે રાજનાથ સિંહ હિમાચલ પ્રદેશમાં રેલી કરવા પહોંચ્યા ત્યારે જ જનસભામાં પહોંચેલા લોકોએ જ PoKને લઇને પૂછવાનું શરૂ કર્યું. આ સાંભળીને રક્ષા મંત્રીએ કહ્યું, ધીરજ રાખો.
સેનાએ આપી હતી આ પ્રતિક્રિયા
રાજનાથ સિંહની રેલીમાં લોકો 'ભારત માતા કી જય'ના નારા લગાવી રહ્યા હતા.દરમ્યાન ભીડમાંથી અવાજ આવ્યો, 'PoKજોઈએ.POK' જેના પર રાજનાથ સિંહ પણ હસવાનું રોકી શક્યા નહીં. તેમણે હસીને જવાબ આપ્યો કે ધીરજ રાખો. જણાવી દઈએ કે પીઓકેને લઈને રાજનાથ સિંહના નિવેદન બાદ સેનાની પ્રતિક્રિયા પણ આવી છે. ચિનાર કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એડીએસ ઔજલાએ કહ્યું હતું કે, ભારતીય દળો હંમેશા તૈયાર છે અને જો અમને પીઓકે પર કબજો કરવાનો આદેશ મળશે તો અમે પાછળ હટીશું નહીં.
POKમાં પણ પાકિસ્તાન વિરુદ્ધ અવાજ ઉઠતો રહે છે
તમને જણાવી દઈએ કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પણ પાકિસ્તાન સરકાર અને સેના વિરુદ્ધ અવાજ ઉઠતો રહે છે. તે જ સમયે, CPEC પ્રોજેક્ટ જેને લઈને ચીન ખૂબ અધીરુ બન્યું છે,તેનો પણ PoKમાં વિરોધ થઈ રહ્યો છે. ભારત પણ આ પ્રોજેક્ટનો વિરોધ કરે છે. વિદેશ મંત્રી એસ જયશંકરે આ BRI પ્રોજેક્ટને લઈને SCOની બેઠકમાં ચીન અને પાકિસ્તાનને સ્પષ્ટ સંભળાવી દીધું છે. તેમણે કહ્યું કે ચીનના કનેક્ટિવિટી પ્રોજેક્ટથી કોઈની સંપ્રભુતા અને અખંડિતતાને નુકસાન ન પહોંચવું જોઈએ.