અમદાવાદની આ મહિલાના ભાષણથી વડાપ્રધાનશ્રી થયા પ્રભાવિત કહી આ વાત
અંબાજી નજીક ચીખલા ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) મંચ પરથી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી શુભકામના આપી હતી. વડાપ્રધાનશ્રીએ લાભાર્થીઓને મકાનની ગુણવત્તા વિશે પૂછ્યું હતું અને હવળીશૈલીમાં લાભાર્થીઓ સાથે વાત કરી શુભેચ્છા આપી હતી સાથે સાથે વડાપ્રધાને લાભાર્થીઓના પરિવારના હાલ પૂછ્યા તથા બાળકોના અભ્યાસની ચિંતા કરી હતી.ઘરની ગુણવત્તા સંતોષકારકઅમદાવાદના પુષ્પ
02:43 PM Sep 30, 2022 IST
|
Vipul Pandya
અંબાજી નજીક ચીખલા ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) મંચ પરથી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી શુભકામના આપી હતી. વડાપ્રધાનશ્રીએ લાભાર્થીઓને મકાનની ગુણવત્તા વિશે પૂછ્યું હતું અને હવળીશૈલીમાં લાભાર્થીઓ સાથે વાત કરી શુભેચ્છા આપી હતી સાથે સાથે વડાપ્રધાને લાભાર્થીઓના પરિવારના હાલ પૂછ્યા તથા બાળકોના અભ્યાસની ચિંતા કરી હતી.
ઘરની ગુણવત્તા સંતોષકારક
અમદાવાદના પુષ્પાબેન નામના એક મહિલા સાથે પણ વડાપ્રધાનશ્રીએ વાતચીત કરી હતી ત્યારે લાભાર્થીએ પુષ્પાબેને જણાવ્યું હતું કે, અમે પહેલા છાપરાવાળા મકાનમાં રહેતા હતા અત્યારે મને પ્રધાનમંત્રી પુનર્વસન યોજના હેઠળ મકાન મળેલ છે અને સપનામાં નહોતું વિચાર્યું આવું મકાન મળશે. ખુબ સંતોષકારક છે મકાન.
જીવનધોરણ બદલાયું
તેમણે વધુમાં કહ્યું હતું કે, હવે અમે પણ આગળ વધી શકીશું. છોકરાઓ ભણવાનું વાતાવરણ મળશે. ઘણો ફેરફાર આવ્યો છે. રહેણીકહેણી બદલાઈ છે. પહેલા જતાં ત્યારે અમે છાપરાવાળા, ચાલીવાળા મકાનમાં રહીએ છીએ તો કોઈ બોલાવશે નહી તેવી બીક લાગતી તેથી ઘણીવાર ખોટું બોલતા હવે તેવું નહી થાય... પુષ્પાબેનને તેમના ભાષણમાં અટકાવીને વડાપ્રધાને કહ્યું કે, તમે સારૂ ભાષણ કરો છો, આ ભાજપવાળા તમને ચૂંટણી લડાવી દેશે. આ સંવાદથી વાતાવરણ હળવું બન્યું હતું.
Next Article