Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PMને રોજ વિચાર આવે પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવ કેટલા વધારું : રાહુલ ગાંધી

દેશમાં છેલ્લા ઘણા દિવસોથી સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ આ ભાવ વધારો થશે તેની સૌ કોઇને જાણ હતી. સતત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી મોંઘવારીમાં પણ વૃદ્ધિ થઇ છે. તાજેતરમાં રાહુલ ગાંધીએ આ મુદ્દે સરકાર પર કટાક્ષ કરતા ટ્વીટ કર્યું છે, જે થોડા જ સમયમાં વાયરલ થઇ ગયું છે. દેશમાં બેકાબૂ મોંઘવારી અને વધતી બેરોજગારીને લઈને કોંગ્રેસ
pmને રોજ વિચાર આવે પેટ્રોલ ડીઝલ ગેસના ભાવ કેટલા વધારું   રાહુલ ગાંધી
દેશમાં છેલ્લા ઘણા દિવસોથી સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ આ ભાવ વધારો થશે તેની સૌ કોઇને જાણ હતી. સતત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી મોંઘવારીમાં પણ વૃદ્ધિ થઇ છે. તાજેતરમાં રાહુલ ગાંધીએ આ મુદ્દે સરકાર પર કટાક્ષ કરતા ટ્વીટ કર્યું છે, જે થોડા જ સમયમાં વાયરલ થઇ ગયું છે. 
દેશમાં બેકાબૂ મોંઘવારી અને વધતી બેરોજગારીને લઈને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્રની ભાજપ સરકારને ઘેરી છે. રાહુલ ગાંધીએ દેશમાં તેલની વધતી કિંમતો, ગેસના ભાવમાં વધારો, બેરોજગારી, સરકારી કંપનીઓને વેચવી અને ખેડૂતોના મુદ્દાઓ પર કેન્દ્ર પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, વડા પ્રધાનની Daily To-Do List...1.પેટ્રોલ-ડીઝલ-ગેસના રેટ કેટલા વધારું, 2.લોકોની 'ખર્ચા પર ચર્ચા' કેવી રીતે રોકાવું, 3.યુવાને રોજગારના ખોખલા સપના કેવી રીતે દેખાડું, 4.આજે કઇ સરકારી કંપનીને વેચું, 5.ખેડૂતો વધુ લાચાર કેવી રીતે કરું...#RozSubahKiBaat
Advertisement

છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ખૂબ જ ઝડપથી વધારો થયો છે, જ્યારે LPGના ભાવમાં પણ વધારો થયો છે. આ અંગે કોંગ્રેસ દ્વારા સતત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. પાર્ટી તરફથી ઘણા મોટા પ્રદર્શનો થયા છે, જ્યારે રાહુલ ગાંધી સોશિયલ મીડિયા પર સતત તેના વિશે લખી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી રાહુલ ગાંધી લગભગ દરરોજ ટ્વિટર પર મોંઘવારી અને બેરોજગારી વિશે લખી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધુ વધારો થયો છે. મોટાભાગના રાજ્યોની રાજધાનીમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગયા છે. વળી, ડીઝલની કિંમતમાં 70 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે સવારે ફરીથી પેટ્રોલના ભાવમાં 80 પૈસાનો વધારો થયો છે. પેટ્રોલની કિંમત વધીને 101.01 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 115.04 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ચેન્નાઈમાં તે 105.94 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 109.68 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને લઈને વિપક્ષ કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહ્યો છે. ચૂંટણી પરિણામો બાદ તેલ અને રાંધણ ગેસની વધતી કિંમતોને લઈને લોકો કેન્દ્ર સરકારને ઘેરી રહ્યા છે.
Tags :
Advertisement

.