Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મોરબી દુર્ઘટના મામલે PMશ્રી મોદીએ ગાંધીનગર રાજભવન ખાતે હાઇલેવલ બેઠક યોજી

મોરબી બ્રિજ દુર્ઘટનાના કારણે સમગ્ર દેશમાં શોકનું મોજું છે. પુલ ધરાશાયી થવાને કારણે અત્યાર સુધીમાં કુલ 134 લોકોના મોત થયા છે. બીજી તરફ આ અકસ્માતમાં સેંકડો લોકો ઘાયલ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુજરાતની મુલાકાતે છે. PMશ્રી મોદીએ આજે ​​ગાંધીનગરમાં(Gandhinagar) મોરબી ખાતે પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય (High level meeting)બેઠકની અધ્યક્ષતા કરી હતી.  બેઠકમાં PM મોદીને મોરબીમાં દુર્
03:32 PM Oct 31, 2022 IST | Vipul Pandya
મોરબી બ્રિજ દુર્ઘટનાના કારણે સમગ્ર દેશમાં શોકનું મોજું છે. પુલ ધરાશાયી થવાને કારણે અત્યાર સુધીમાં કુલ 134 લોકોના મોત થયા છે. બીજી તરફ આ અકસ્માતમાં સેંકડો લોકો ઘાયલ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુજરાતની મુલાકાતે છે. PMશ્રી મોદીએ આજે ​​ગાંધીનગરમાં(Gandhinagar) મોરબી ખાતે પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય (High level meeting)બેઠકની અધ્યક્ષતા કરી હતી. 

બેઠકમાં PM મોદીને મોરબીમાં દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત બાદ ચાલી રહેલા બચાવ અને રાહત કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી. આ બેઠકમાં અકસ્માતને લગતા તમામ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં પીએમ મોદીએ અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ મળે તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.

મોરબી દુર્ઘટનામાં અત્યાર સુધીના તમામ અપડેટ:

  • મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી જતાં દુર્ઘટના: અત્યાર સુધીમાં 134 લોકોના મૃત્યુ થયા હોવાની પુષ્ટિ 
  • ઘટનાની જાણ થયા બાદ PMશ્રી મોદીએ CM ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે જ્યારે ગૃહમંત્રી અમિત શાહે                 ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કરી વાતચીત 
  •  CM ભૂપેન્દ્રભાઈ  પટેલ તમામ કાર્યક્રમો રદ્દ કરી મોરબી પહોંચ્યા, આખી રાત રેસ્ક્યૂ કામોને લઈ કર્યા પ્રયાસ 
  •  આખી રાત સેનાની ટુકડીઓ, NDRF-SDRF ની મદદથી કરવામાં આવ્યું રેસ્ક્યૂ ઓપરેશન 
  •  મૃતકોના પરિજનો માટે કેન્દ્ર સરકારે 2 લાખ અને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયાના વળતરની કરી જાહેરાત 
  • તંત્રએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર: 02822 243300
  • મુખ્યમંત્રીએ 5 સભ્યોની હાઈપાવર કમિટીનું કર્યું ગઠન, રાત્રે 2 વાગ્યાથી જ તપાસનો ધમધમાટ શરૂ 
  • દુર્ઘટનાને ધ્યાને રાખી PM મોદીએ રોડ શો તથા સ્નેહમિલનના કાર્યક્રમ કર્યા રદ્દ
  • ગુજરાતભરમાં અનેક સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યા 
  • જવાબદારો સામે કલમ 304,308,114 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો
આપણ વાંચો_અટકાયત કરવામાં આવેલા આરોપીના મેડિકલ ટેસ્ટ થયા, આ છે પકડાયેલ 9 આરોપીઓના નામ, જુઓ
Tags :
GandhinagarGujaratFirstHighlevelMeetingPMshriModi
Next Article