Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નરેન્દ્ર મોદીએ મૃતક વિદ્યાર્થીના પરિવાર સાથે વાત કરી, વડાપ્રધાનની વધુ એક હાઇ લેવલ મીટીંગ

યુક્રેન સંકટ પર વડાપ્રધાનની ઉચ્ચ સ્તરીય બેઠકવડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેન પર વધુ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી રહ્યા છે. જેમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટેની ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભારતીય વિદ્યાર્થીના મોત બાદ ત્યાં ફસાયેલા વિદ્યાર્થીઓ અંગે ચિંતામાં વધારો થયો છે.નરેન્દ્ર મોદીએ નવીનના પરિવાર સાથે વાત કરીયુક્રેનના ખારકીવ સહેરમાં મૃત્યુ પામનારા ભારà
નરેન્દ્ર મોદીએ મૃતક વિદ્યાર્થીના પરિવાર સાથે વાત કરી  વડાપ્રધાનની વધુ એક હાઇ લેવલ મીટીંગ
યુક્રેન સંકટ પર વડાપ્રધાનની ઉચ્ચ સ્તરીય બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેન પર વધુ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી રહ્યા છે. જેમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટેની ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભારતીય વિદ્યાર્થીના મોત બાદ ત્યાં ફસાયેલા વિદ્યાર્થીઓ અંગે ચિંતામાં વધારો થયો છે.
નરેન્દ્ર મોદીએ નવીનના પરિવાર સાથે વાત કરી
યુક્રેનના ખારકીવ સહેરમાં મૃત્યુ પામનારા ભારતીય વિદ્યાર્થીના પરિવાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેલિફોનિક વાત કરી હતી. વડાપ્રધાને મૃતક નવીનના પિતા સાથે વાત કરી છે. તેમણે તેના મૃત્યુ પર દુખ વ્યક્ત કર્યુ હતું.
વિદેશ મંત્રાલય દ્વારા માાહિતિ આપવામાં આવી છે કે યુક્રેનના ખારકીવ શહેરમાં રશિયાના હુમલામાં ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. કર્ણાટકનો નવીન નામનો 21 વર્ષિય મેડિકલનો વિદ્યાર્થી જ્યારે ખવાનું લેવા માટે બહાર ગયો હતો ત્યારે રશિયાના બોમ્બમારામાં તેનું મોત થયું છે.  આ સમાચાર બાદ ભારત સરકાર અને વિદેશ મંત્રાલય એક્શનમાં આવ્યા છે. વિદેશ મંત્રાલય દ્વારા ભારતમાં રહેલા રશિયા અને યુક્રેનના રાજદૂતોને બોલાવવાનમાં આવ્યા છે. તેમની પાસેથી આ વિદ્યાર્થીના મોત અંગે ખુલાસો માંગવામાં આવશે. આ સિવાય હજુ પમ ત્યાં ફસાયેલા વિદ્યાર્થીઓની સુરક્ષા માટેની વાતચીત કરવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.