Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડાપ્રધાન મોદીની મહત્વની જાહેરાત, આયુષ વિઝા કેટેગરી શરુ કરાશે, ખાસ આયુષ માર્ક બનાવાશે અને આયુષ પાર્ક પણ બનશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. જેનો આજે છેલ્લો દિવસ છે. વડાપ્રધાન અત્યારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે. જ્યાં ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસિય સમિટનું આજે ઉદ્ધાટન છે.  WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રેયસસ અને મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ પણ પત્ની સાથે આ કાર્યક્રમમાં હાજર છે. આ àª
વડાપ્રધાન મોદીની મહત્વની જાહેરાત  આયુષ વિઝા કેટેગરી શરુ કરાશે  ખાસ આયુષ માર્ક બનાવાશે અને આયુષ પાર્ક પણ બનશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. જેનો આજે છેલ્લો દિવસ છે. વડાપ્રધાન અત્યારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે. જ્યાં ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસિય સમિટનું આજે ઉદ્ધાટન છે. 
Advertisement

WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રેયસસ અને મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ પણ પત્ની સાથે આ કાર્યક્રમમાં હાજર છે. આ સિવાય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા, આયુષ મંત્રાલયના સર્બાનંદ સોનવાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિતિ છે. વડાપ્રધાન મોદી સહિતના મહાનુભાવોનું સૌપ્રથમ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ તમામ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને ધન્વંતરી વંદના કરી હતી. ત્યરબાદ આયુષ મંત્રાલયના સર્બાનંદ સોનવાલ તથા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યુ હતું.
PM નરેન્દ્ર મોદીએ ગાંધીનગર ખાતે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનું ઉદ્ઘાટન કર્યું.

WHO ડાયરેક્ટરે સંબોધનની શરૂઆત ગુજરાતી વાક્યથી કરી
વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ ડૉ.ટેડ્રોસ ઘેબ્રેયસસ પોતાના સંબોધનની શરુઆત ગુજરાતી વાક્યથી કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, હું મહાત્મા ગાંધીની આ ભૂમિમાં આવીને ખુશ છું. ત્યારબાદ તેમણે અંગ્રેજીમાં બોલવાનું શરુ કર્યુ અને કહ્યું કે મહાત્મા ગાંધી માત્ર ભારતનું જ નહીં પણ વિશ્વ આખાનું ગોરવ છે. હું અહીં આવીને ઘણો ખુશ છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે કહ્યું કે વિશ્વ એક કુટુંબ છે. માટે એક સમાજ પાસે રહેલું આરોગ્ય અંગેનું જ્ઞાન તમામ લોકોને મળવું જોઇએ. જેના આધાર પર જ આપણે વિશ્વના પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના કરી છે. 
Advertisement

મારા માટે તે અનુભવ ઐતિહાસિક હતો. મને એ વાતનો વિશ્વાસ છે કે પારંપરિક દવા ગેમ ચેન્જર બનશે. આ સેન્ટર ટ્રેડિશનલ મેડિસિનનું ગ્રોથ એન્જિન બનશે. જે વિશ્વભરમાં ટ્રેડિશનલ મેડિસિનનો લાભ આપશે. મેં કાલે ઓલઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદાની પણ દિલ્હીમાં મુલાકાત લીધી છે. મેં આયુર્વેદ વિશે ઘણી માહિતી મેળવી છે. આયુષ મંત્રાલય દ્વારા પણ પારંપરિક દવાના ક્ષેત્રમાં ઘણું કામ થઇ રહ્યું છે. તે ઘણી સારી વાત છે કે પારંપરિક દવાના જ્ઞાન, પ્રેક્ટિસ અને પુરાવાઓથી સમૃદ્ધ દેશ તેના સંશોધન અને ફેલાવા માટે કામ કરી રહ્યો છે. 

આ માધ્યમ વડે ભારત દુનિયાભરમાં પહોંચશે અને આખી દુનિયા ભારતમાં આવશે. ડાયાબિટીસ, હાયપરટેન્શન અને મેલેરિયા જેવી અનેક બિમારીઓ માટે પારંપરિક દવાનો ઉપયોગ થઇ રહ્યો છે. સાથે જ યોગ વડે પણ કાર્ડોવાસ્ક્યુલર રોગોનું જોખમ ઘટાડી શકાય છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલા આ વિભાગમાં નેતૃત્વ પુરું પાડવા બદલ હું PM નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. તમારું નેતૃત્વ અને પ્રયાસ પારંપરિક દવાના ક્ષેત્રમાં ઘણો બદલાવ લાવશે. આવનારા સમયમાં બે મહત્વના દિવસો આવી રહ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને 75 વર્ષ પુરા થશે તો ભારત પણ પોતાના આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરશે. PM નરેન્દ્ર મોદીએ પ્રસ્તાવ રાખ્યો છે કે આપણે સંયુક્ત રીતે ઉજવણી કરીએ. ભારત સાથે મળીને આ દિવસની ઉજવણી કરવી એ ખરેખર ખૂબ સારી બાબત છે.
નમસ્તે સાથે મોરેશિયસના PMએ શરૂ કર્યું તેમનું સંબોધન
મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથે સંબોધનની શરુઆત નમસ્તેથી કરી. તેમણે કહ્યું કે, આ સમિટમાં ભાગ લેવો એ મારા માટે ગર્વની વાત છે. પારંપરિક દવા એ સદીઓથી લોકોના સ્વાસ્થ્યની જાળવણી કરી રહી છે. નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટને સાકાર કરીને દુનિયાને સારવારનો નવો રસ્તો બતાવ્યો છે. નરેન્દ્ર મોદી માટે આખી દુનિયા એક પરિવાર છે. વસુધૈવ કુટુમ્બકમ. જામનગરમાં શરુ થયેલા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન માટે હું ગુજરાત રાજ્ય અને તેમની સરકારનો પણ આભાર માનુ છું. જે ગુજરાતને પારંપરિક દવાના ક્ષેત્રમાં દુનિયામાં લીડર બનાવશે. મોરેશિયસ અને ભારત સમાન મૂલ્યો અને સંસ્કૃતિ ધરાવે છે. પારંપરિક દવા એ મોરેશિયસની સંસ્કૃતિનો પણ ભાગ છે. ભારતના પારંપરિક દવાના સદીઓથી ચાલ્યા આવતા જ્ઞાનનો વિસ્તાર થાય તે જરુરી છે. PM નરેન્દ્ર મોદીએ ત્યારબાદ આયુષ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલનું લોકાર્પણ કર્યુ હતું. આ સિવાય તેમણે પ્રોફેસર આયુષમાન કોમિક બૂકનું પણ અનાવરણ કર્યુ હતું.
ત્યારબાદ વિવિધ દેશો સાથે ભારતની વિવિધ સંસ્થાઓ દ્વારા MOU કરવામાં આવ્યા હતા. આ દેશોમાં આર્જેન્ટીના, બ્રાઝીલ, કેનેડા, મેક્સિકો, ફીલિપાઇન્સનો સમાવેશ થાય છે. ત્યારબાદ વડાપ્રધાનના હસ્તે આયુષ મંત્રાલયના વિવિધ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
PM મોદીએ કેમ છો સાથે સંબોધનની કરી શરૂઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનની શરુઆત કેમ છો સાથે કરી હતી. તેમણે કહ્યું કે, આપણે ઘણીવાર જોયું છે કે અલગ અલગ ક્ષેત્રોમાં રોકાણ માટે ઇન્વેસ્ટમેન્ટ સમિટ થતી હોય છે. ગુજરાતમાં તો વિશેષ રુપે આ પરંપરાને આગળ વધારી છે. આ પહેલી વખત છે કે આયુષ સેક્ટર માટે આ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ સમિટ મળી છે. આવી સમિટનો વિચાર મને કોરોના સમયે આવ્યો હતો. આપણે બધા જાણતા હતા કે તે સમયે કઇ રીતે આયુર્વેદિક દવા અને ઉકાળા જેવી અનેક વસ્તુઓ રોગ પ્રતિકારક ક્ષમતા વધારતા હતા. તે સમયે ભારતમાંથી હળદરની નિકાસ અનેક ગણી વધી હતા. તે સમયે અમે જોયું કે, જે આધુનિક ફાર્મા કંપનીઓ અને વેક્સિન કંપનીઓ છે તેમને ઉચિત સમયે રોકાણ મળવા પર તેમણે કેવો કમાલ કર્યો હતો. કોણે કલ્પના કરી હતી કે, આટલી જલ્દી આપણે કોરોનાની રસી વિકસાવી શકીશું તે પણ ભારતમાં બનેલી. ઇનોવેશેન અને ઇન્વેસ્ટમેન્ટ કોઇપણ ક્ષેત્રનું સામર્થ્ય અનેક ગણું વધારી દે છે. હવે સમય આવી ગયો છે કે આયુષ ક્ષેત્રમાં પણ રોકાણને વધારવામાં આવે. આજનો આ અવસર આ સમિટ તેની શરુઆત છે. આયુષના ક્ષેત્રમાં રોકાણ અને સંશોધનની અપાર સંભાવના રહેલી છે. આયુષ દવાઓ, સપ્લીમેન્ટસ અને કોસ્મેટિક્સના ઉત્પાદનમાં આપણે અભૂતપૂર્વ તેજી જોઇ રહ્યા છીએ. 2014 પહેલા જ્યાં આયુષ સેક્ટરમાં ત્રણ બિલિયન ડોલર કરતા પણ ઓછું કામ થતું હતું. આજે તે વધીને 18 બિલિયન ડોલરને પણ પાર કરી ગયું છે.
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું- જે પ્રકારે આખી દુનિયામાં આયુષ પ્રોડક્ટની માગ વધી રહી છે, તેને જોતા આ ગ્રોથ આવનારા વર્ષોમાં વધશે. આયુષ મંત્રાલયે પારંપરિક દવાના ક્ષેત્રમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલા લીધા છે. થોડા દિવસો પહેલા જ આઇઆઇએ દ્વારા વિકસિત થયેલા એક સેનટરનું ઉદ્ઘાટન કર્યુ છે. મારા યુવાન સાથી તો વધારે જાણે છે કે ભારતના સ્ટાર્ટઅપનો સ્વર્ણિમ યુગ શરુ થયો છે. 2022ના વર્ષમાં જ અત્યાર સુધીમાં ભારતના 14 સ્ટાર્ટઅપ યુનિકોર્ન ક્લબમાં સામેલ થયા છે. મને વિશ્વાસ છે કે આયુષના આપણા સ્ટાર્ટઅપમાંથી પણ યુનિકોર્ન ઉભરીને સામે આવશે. ભારતમાં ઔષધિઓનો ખજાનો છે અને હિમાલય તો તેના માટે જ પ્રખ્યાત છે. એક રીતે તે આપણું ગ્રીન ગોલ્ડ છે. આ પ્રાકૃતિક સંપદાને માનવતાના હિતમાં ઉપયોગ કરવા માટે અમારી સરકાર ઔષધિઓના ઉત્પાદનને સતત પ્રોત્સાહિત કરી રહી છે. જેનાથી ખેડૂતોની આવક પણ વધી શકે છે. સાથે જ રોજગારી પણ વધી શકે છે. આયુષ ઇ માર્કેટ પ્લેસના આધુનિકરણ અને તેના વિસ્તાર માટે કામ થઇ રહ્યું છે. આ પોર્ટલના માધ્યમથી ઔષધિનું ઉત્પાદન કરતા ખેડૂતોને એ કંપનીઓ સાથે જોડવામાં આવશે કે જે આયુષ પ્રોડક્ટસ બનાવે છે. 
હીલ ઇન ઇન્ડિયા આ દશકની મોટી બ્રાન્ડ બની શકે છે
PM મોદીએ કહ્યું કે- આયુષ પ્રોડક્ટની નિકાસ વધે તે માટે વિતેલા વર્ષોમાં 50 કરતા વધારે દેશો સાથે MOU પણ કરવામાં આવ્યા છે. આવનારા સમયમાં 150 કરતા પણ વધાારે દેશોમાં આયુષ પ્રોડક્ટ માટેનું વિશાળ માર્કેટ ખુલશે. ભારત એક ખાસ આયુષ માર્ક પણ બનાવવા જઇ રહ્યો છે. જેની વૈશ્વિક ઓળખ બનશે. જે ભારતમાં બનેલા ઉચ્ચત્તમ આયુષ પ્રોડક્ટ પર લગાવવામાં આવશે. જેનાથી વિશ્વભરના લોકોને ક્વોલિટી આયુષ પ્રોડક્ટ મળશે. આજે એક અન્ય ઘોષણા કરું છું. દેશભરમાં આયુષ પ્રોડક્ટના પ્રચાર અને પ્રસાર માટે, સંશોધન અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે અમારી સરકાર આયુષ પાર્કનું નેટવર્ક વિકસિત કરશે. આયુષ પાર્ક દેશમાં આયુષ મેન્યુફેક્ચરિંગને નવી દિશા આપશે. આજે ભારત મેડિકલ ટુરિઝમ માટે આકર્ષક સ્થળ બન્યું છે. તે વાતને ધ્યનામાં રાખીને મેડિકલ ટુરિઝમના આ ક્ષેત્રમાં રોકાણી વિશાળ સંભાવના છે. હીલ ઇન ઇન્ડિયા આ દશકની મોટી બ્રાન્ડ બની શકે છે. આયુર્વેદ, યુનાની, સિદ્ધા વગેરે વિદ્યાઓ પર આધારીત વેલનેસ સેન્ટર પ્રચલિત થઇ શકે છે. ઝડપથી ભારત એક વિશેષ આયુષ વિઝા કેટેગરી શરુ કરવા જઇ રહી છે. જેથી લોકોને આયુષ ચિકિત્સા માટે ભારત આવવા માટે સરળતા રહેશે.
આજે હું તમને એક મહત્વની જાણકારી આપવા માગુ છું. હું મારા મિત્ર અને કેન્યાના પૂર્વ રાષ્ટ્રપતિ રાયલા ઓડિંગો અને તેમની દીકરીનો પણ ઉલ્લેખ કરવા માંગુ છું. કેટલાક દિવસ પહેલા ઓડિંગાજી મને દિલ્હી મળવા આવ્યા હતા. તેમણે મને તેમની દિકરી રોજ મેરીના જીવનમાં જે મુસિબત આવી તે વિશે વાત કરી. વાત કરતા કરતા તેઓ ભાવુક થઇ ગયા હતા. તેમણે કહ્યું કે, તેમની દીકરીની આંખમાં કોઇ સમસ્યા બાદ તેની સર્જરી કરવામાં આવી હતી. લગભગ તેને મગજમાં ગાંઠ પણ હતી. તે સર્જરીમાં રોજ મેરીએ પોતાની આંખો ગુમાવી દીધી. તેને દેખાવાનું બંધ થઇ ગયું હતું. ઓડિંગાજીએ આખી દુનિયામાં ખાખાખોળા કર્યા. દરેક દેશમાં સારવાર કરાવી પરંતુ રોજ મેરીની આંખો પરત ના આવી. છેલ્લે તેમને ભારતમાં સફળતા મળી. તે પણ આયુર્વેદ ઉપચાર બાદ. મને ખુશી છે કે રોજ મેરી આજે ઉપસ્થિત છે. 21મી સદીનું ભારત દુનિયાને પોતાના અનુભવ અને જ્ઞાનને દુનિયા સાથે વહેંચીને આગળ વધવા માગે છે. આપણી વિરાસત એ માનવતાની વિરાસત છે. આપણે વસુધૈવ કુટુમ્બકમવાળા લોકો છીએ. સર્વે સન્તુ નિરામયા એ આપણો જીવનમંત્ર છે. આપણું આયુર્વેદ હજારો વર્ષોની પરંપરા અને તપસ્યાનું પ્રતીક છે. રામાયણમાં જ્યારે લક્ષ્મણજી બેહોશ થયા ત્યારે હનુમાનજી હિમાલય આવ્યા અને જડીબુટ્ટી લઇને ગયા. આત્મનિર્ભર ભારત ત્યારે પણ હતું. મને વિશ્વાસ છે કે આગામી 25 વર્ષનો આપણો અમૃત કાળ દુનિયામાં પારંપરિક દવાનો સ્વર્ણિમ કાળ હશે. આજથી દુનિયામાં પારંપરિક દવાનો સુવર્ણ યુગ શરુ થયો છે. વિદેશથી અને ભારતમાંથી આવેલા લોકોને આગ્રહ છે કે તેઓ આ મહાત્મા મંદિરમાં આવેલી દાંડી કુટિરની મુલાકાત લે.
WHO ના ડાયરેક્ટર જનરલ અને મારા મિત્ર ટેડ્રોસ જ્યારે પણ મળતા ત્યારે એક વાત કહેતા કે હું જે કંઇ પણ છું તે મને બાળપણથી ભારતના શિક્ષકોએ ભણાવ્યું તેના કારણે છું. મારા જીવનના મહત્વપૂર્ણ પડાવ પર ભારતીય શિક્ષકોનો મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. આજે જ્યારે સવારે મને મળ્યા ત્યારે કહ્યું કે, હવે હું પાક્કો ગુજરાતી બની ગયો છું.  તેમણે મને ગુજરાતી નામ આપવા કહ્યું છે. હું આજે મહાત્મા ગાંધીની આ પવિત્ર ધરતી પર મારા આ મિત્રને તુસલીભાઇ નામ આપું છું. તુલસી એ છોડ છે જે પેઢી દર પેઢી ભારતમાં દરેક ઘરમાં ચાલ્યો આવે છે. તુલસી ભારતની આધ્યાત્મિક પરંપરાનો ભાગ છે. આપ બંને મહાનુભાવ આ સમારોહમાં આવ્યા તે બદલ આભાર માનું છું.
Advertisement
Tags :
Advertisement

.