Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ મંત્રી પીયૂષ ગોયલના ઘરે કરી આરતી, જુઓ વિડીયો

આજે સમગ્ર દેશમાં હર્ષોલ્લાસથી  ગણેશ ચતુર્થીનું પર્વ મનાવવામાં આવ્યું છે. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narenra Modi) દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના (Piyush Goyal) ઘરે પહોંચ્યા અને ગણેશજીની આરતી કરી, આ પહેલા તેમણે દેશવાસીઓને ગણેશ ચતુર્થીની  શુભકામના આપી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ એક સંસ્કૃત શ્લોક શેર કર્યો અને ટ્વિટર પર લખ્યું, 'હેપ્પી ગણેશ ચતુર્થી. ભગવાન શ્રી ગણેશના આશીર્વà
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ મંત્રી પીયૂષ ગોયલના ઘરે કરી આરતી  જુઓ વિડીયો
આજે સમગ્ર દેશમાં હર્ષોલ્લાસથી  ગણેશ ચતુર્થીનું પર્વ મનાવવામાં આવ્યું છે. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narenra Modi) દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના (Piyush Goyal) ઘરે પહોંચ્યા અને ગણેશજીની આરતી કરી, આ પહેલા તેમણે દેશવાસીઓને ગણેશ ચતુર્થીની  શુભકામના આપી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ એક સંસ્કૃત શ્લોક શેર કર્યો અને ટ્વિટર પર લખ્યું, 'હેપ્પી ગણેશ ચતુર્થી. ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ હંમેશા આપણી સાથે રહે.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે વડાપ્રધાનશ્રીને ગણેશ ચતુર્થીના (Ganesh Chaturthi) શુભઅવસરે તેમના ઘરે પધારવાનું આમંત્રણ આપ્યું હતું જે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ સ્વીકારી લીધું હતું. ગુરુવારે 9 વાગ્યાની આસપાસ તેઓ ગોયલના ઘરે પહોંચ્યાં હતા અને ગણેશની આરતી ઉતારી હતી. ગણેશની આરતી ઉતાર્યા બાદ PM મોદીએ ત્યાં હાજર રહેલા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. પીળા પિતાંબર વસ્ત્ર પહેરી તેઓ પિયૂષ ગોયલના ઘરે પધાર્યાં હતા અને પુજા કરી હતી. તેમજ થોડો ટાઈમ તેઓ ત્યાં રોકાયા પણ હતા.
Advertisement

ગણેશ ચતુર્થીના અવસરે રાષ્ટ્રપતિ દ્રોપજી મુર્મૂએ (Droupadi Murmu) પણ દેસવાસીઓને શુભકામનાઓ આપી, રાષ્ટ્રપતિએ નાગરિકોના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. તેમણે ટ્વીટ કર્યું, ગણેશ ચતુર્થીની દરેક દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. મંગલમૂર્તિ ભગવાન ગણેશ જ્ઞાન, સિદ્ધી અને સૌભાગ્યનું પ્રતિક છે. હું કામના કરૂ છું કે, શ્રી ગણેશના આશિર્વાદથી તમારા સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે.
Advertisement
Tags :
Advertisement

.