PMશ્રીએ ધનતેરસના દિવસે ગરીબોને આપ્યું ઘરનું ઘર, 4.5 લાખ લાભાર્થીઓને કરાવ્યો ગૃહપ્રવેશ
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ શનિવારે મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ નિર્મિત 4.5 લાખથી વધારે લાભાર્થીઓના ઘરોનું ઉદ્ધટન કર્યું અને તેમને ગૃહપ્રવેશ કરાવ્યો છે. તેમણે આ દરમિયાન કહ્યું કે, આ દરેક ઘરોમાં વિજળી, પાણીનું કનેક્શન, શૌચાલય અને ગેસ કનેક્શન જેવી સુવિધા છે અને આ લાભાર્થીઓને તેમના સપના પૂર્ણ કરવાની શક્તિ આપશે.ગરીબોને ગૃહપ્રવેશ કરાવ્યો તે અમારૂ સૌભાગ્ય: PMશ્રà
01:15 PM Oct 22, 2022 IST
|
Vipul Pandya
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ શનિવારે મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ નિર્મિત 4.5 લાખથી વધારે લાભાર્થીઓના ઘરોનું ઉદ્ધટન કર્યું અને તેમને ગૃહપ્રવેશ કરાવ્યો છે. તેમણે આ દરમિયાન કહ્યું કે, આ દરેક ઘરોમાં વિજળી, પાણીનું કનેક્શન, શૌચાલય અને ગેસ કનેક્શન જેવી સુવિધા છે અને આ લાભાર્થીઓને તેમના સપના પૂર્ણ કરવાની શક્તિ આપશે.
ગરીબોને ગૃહપ્રવેશ કરાવ્યો તે અમારૂ સૌભાગ્ય: PMશ્રી
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના દેશમાં સામાજીક-આર્થિક પરિવર્તન લાવવાનું મુખ્ય માધ્યમ બની ગઈ છે. એક સમય હતો જ્યારે ધનતેરસના દિવસે તે લોકો જ ગાડી અને ઘર જેવી મોટી અને મોંઘી સંપત્તિઓ ખરીદતા જેમની પાસે સંસાધનો અને પૈસા હતા. પરંતુ આજે દેશના ગરીબ પણ ધનતેરસના દિવસે ગૃહપ્રવેશ કરી રહ્યો છે. આ અમારી સરકારનું સૌભાગ્ય છે કે છેલ્લા 8 વર્ષ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લગભગ 3.5 કરોડ પરિવારોને તેમના ઘરના ઘરનું સ્વપ્નપૂર્ણ કર્યું છે. અમારી સરકાર ગરીબો પ્રત્યે સમર્પિત છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં લગભલ 30 લાખ ઘર બનાવવામાં આવી ચુક્યા છે અને લગભગ 9 થી 10 લાખ ઘરોને બનાવવાનું કામ ચાલી રહ્યું છે.
રોજગાર મેળાનું કર્યું લોન્ચિંગ
આ સિવાય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ આજે 10 લાખ કર્મચારીઓ માટે ભરતી અભિયાન શરૂ કર્યું હતું. યુવાનો માટે રોજગારીની તકો ઉભી કરવા અને નાગરીકોના કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે વડાપ્રધાનશ્રીની નિરંતર પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. દરેક મંત્રાલયો અને વિભાગો મિશન મોડમાં સ્વિકૃત કરાયેલા પદો પર ભરતી કરવા પર કામ કરી રહ્યું છે. દેશભરમાંથી નવી ભરતીઓ ભારત સરકારના 38 મંત્રાલયો અને વિભાગો સામેલ હશે.
100 વર્ષની સમસ્યાનો ઉકેલ, 100 દિવસમાં લાવી શકાય નહી
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, બેરોજગારી અને સ્વરોજગારની 100 વર્ષની સમસ્યાનો 100 દિવસમાં ઉકેલ લાવી શકાય નહી. રોજગાર મેળા છેલ્લા 8 વર્ષોમાં રોજગાર, સ્વરોજગાર માટે સરકારના પ્રયાસોમાં એક માઈલસ્ટોન સાબિત થયો છે. સરકાર ઉત્પાદન, પર્યટન પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. કારણ કે તે ખુબ સારી નોકરીઓ પેદા કરી શકે છે. આ સમારોહ દરમિયાન 75 હજાર નવનિયુક્ત પત્રો સોપવામાં આવી રહ્યાં છે. કોરોના મહામારી દરમિયાન MSME ક્ષેત્રને કેન્દ્રની 3 લાખ કરોડ રૂપિયાથી વધારેની મદદથી 1.5 કરોડથી વધારે નોકરીઓનું સંકટ ટળ્યું છે.
Next Article