Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એક પોર્ટલ પરથી મોકલી શકાશે રોડ, રેલ અને હવાઈ માર્ગે માલસામાન

પીએમ ગતિશક્તિની શરૂઆત બાદ હવે સરકાર લોજિસ્ટિક્સ પર થનારા ખર્ચને ઘટાડવા માટે નવી લોજિસ્ટિક્સ નીતિ લાગુ કરવા જઈ રહી છે. 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આ નીતિને લોન્ચ કરશે અને તેને લાગુ કરીને લોજિસ્ટિક્સ ખર્ચને 13%થી ઘટાડીને 8% સુધી લાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, 2030 સુધીમાં લોજિસ્ટિક્સ ખર્ચમાં 5% નો ઘટાડો à
એક પોર્ટલ પરથી મોકલી શકાશે રોડ  રેલ અને હવાઈ માર્ગે માલસામાન
પીએમ ગતિશક્તિની શરૂઆત બાદ હવે સરકાર લોજિસ્ટિક્સ પર થનારા ખર્ચને ઘટાડવા માટે નવી લોજિસ્ટિક્સ નીતિ લાગુ કરવા જઈ રહી છે. 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આ નીતિને લોન્ચ કરશે અને તેને લાગુ કરીને લોજિસ્ટિક્સ ખર્ચને 13%થી ઘટાડીને 8% સુધી લાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, 2030 સુધીમાં લોજિસ્ટિક્સ ખર્ચમાં 5% નો ઘટાડો થશે.
લોજિસ્ટિક્સ ખર્ચમાં મુખ્યત્વે પરિવહન, વેરહાઉસિંગ, ઇન્વેન્ટરી, ઓર્ડર પ્રોસેસિંગના ખર્ચનો સમાવેશ થાય છે. લોજિસ્ટિક્સ ખર્ચ ઓછો થવાથી વેપાર કરવાનું સરળ બનશે અને વસ્તુની કુલ પડતર કિંમતમાં ઘટાડો થશે, જેનાથી વૈશ્વિક બજારમાં ભારતીય વસ્તુઓ સસ્તી થશે. લોજિસ્ટિક સુગમતા આવવાથી ઉત્પાદન ક્ષેત્રે નવા રોકાણમાં વધારો થશે.
વર્ષ 2018ના વર્લ્ડ બેંકના ડેટા પ્રમાણે લોજિસ્ટિક સુગમતા રેન્કિંગમાં ભારતનું સ્થાન 44મા ક્રમે છે. કેન્દ્રની સાથે સાથે રાજ્ય પણ પોતાની લોજિસ્ટિક્સ પોલિસી તૈયાર કરી રહ્યું છે. સૂત્રો અનુસાર 14 રાજ્યોએ તેમની લોજિસ્ટિક્સ તૈયાર કરી છે અને 13 રાજ્યોમાં તે ડ્રાફ્ટના તબક્કે છે. કેન્દ્ર સરકારની લોજિસ્ટિક્સ પોલિસી ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા તૈયાર કરવામાં આવી છે.
આ નીતિ હેઠળ બે વર્ચ્યૂઅલ પ્લેટફોર્મ યૂનિફાઈડ લોજિસ્ટિક ઈન્ટરફેસ પ્લેટફોર્મ (ULIP) અને ઈ લાગ્સનો ઉપયોગ કરવામાં આવશે. ULIP પ્લેટફોર્મથી રેલવે, શિપિંગ, નાગરિક ઉડ્ડયન, માર્ગ પરિવહન, GSTN, NPCI, કસ્ટમ, DGFT જેવા વિભાગો જોડાયેલા હશે. વેપારી તેના પર પોતાનો માલસામાન મોકવા માટે અરજી કરશે અને દરેક વિભાગ તેના પર પ્રતિક્રિયા  આપશે.
આનાથી એક લાભ થશે કે જો કોઈ વ્યક્તિ પોતાનો માલ બંદરેથી પહેલા રોડ માર્ગે અને પછી હવાઈ માર્ગે વિદેશ મોકલવા માંગે છે, તો તેણે જુદા જુદા વિક્રેતાઓનો સંપર્ક કરવો પડશે નહીં. તેણે તેનું GST અથવા કસ્ટમ ક્લિયરન્સ વારંવાર કરાવવું પડશે નહીં.
ઇ-લોગ્સ પોર્ટલ વિવિધ પ્રકારના પેપરવર્કને ટાળવા માટે બનાવવામાં આવ્યું છે. આ પોર્ટલની મદદથી, નિર્ધારિત સમયમાં ક્લિયરન્સ આપવામાં આવશે અને એક જ પ્રકારના દસ્તાવેજને અલગ-અલગ વિભાગોને મોકલવાના રહેશે નહીં. ઉદાહરણ તરીકે, જો કોઈ સામાન રોડ અને હવાઈ માર્ગે મોકલવો હોય તો તેની માહિતી અલગથી મોકલવાની હતી. હવે તે કરવું પડશે નહીં. માલ મોકલવા માટે બનાવવામાં આવતા બોક્સ કન્ટેનરનું એક રાષ્ટ્રીય માપદંડ હશે જેથી માલવાહક વાહનોની ક્ષમતાનો 100% ઉપયોગ થઈ શકે.
Advertisement
Tags :
Advertisement

.