Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની બ્રિટિશ PM લિઝ ટ્રુસ સાથે ટેલિફોનિક વાતચીત, કરી આ ચર્ચા

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) શનિવારે લિઝ ટ્રુસ (Liz Truss) સાથે ટેલિફોનિક વાતચીત કરી બ્રિટનના વડાંપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ ટ્રુસના વેપાર સચિવ અને વિદેશ સચિવ તરીકેના કાર્યકાળની ભૂમિકાઓમાં ભારત-UKના દ્વિપક્ષીય સંબંધોમાં તેમના યોગદાનની સરાહના કરી.બંન્ને નેતાઓએ ભારત અને UK વચ્ચે વ્યાપક રણનૈતિક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ કàª
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની બ્રિટિશ pm લિઝ ટ્રુસ સાથે ટેલિફોનિક વાતચીત  કરી આ ચર્ચા
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) શનિવારે લિઝ ટ્રુસ (Liz Truss) સાથે ટેલિફોનિક વાતચીત કરી બ્રિટનના વડાંપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ ટ્રુસના વેપાર સચિવ અને વિદેશ સચિવ તરીકેના કાર્યકાળની ભૂમિકાઓમાં ભારત-UKના દ્વિપક્ષીય સંબંધોમાં તેમના યોગદાનની સરાહના કરી.
બંન્ને નેતાઓએ ભારત અને UK વચ્ચે વ્યાપક રણનૈતિક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ કર્યાં. બંન્ને નેતાઓએ રોડ મેપ 2030ના અમલની પ્રગતિ, FTA વાચચીત રક્ષા અને સુરક્ષા સહયોગ અને બંન્ને દેશો વચ્ચે લોકોથી લોકો સાથે સંબંધ સહિત દ્વિપક્ષીય હિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી.
વડાપ્રધાનશ્રી મોદીએ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના (Queen Elizabeth II) નિધન પર પણ શોક વ્યક્ત કર્યો. ભારતના લોકો તરફથી વડાપ્રધાન મોદીએ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના દુ:ખદ નિધવ પર શાહી પરિવાર અને બ્રિટનના લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યરક્ત કરી.
લંડનમાં UKના વડાંપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન 10, ડાઉનિંગ સ્ટ્રીટના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બંને નેતાઓએ UK અને ભારતના અનેક લોકો દ્વારા અનુભવાયેલ દુઃખને સ્વીકાર્યું હતું અને મહારાણીની જીવનભરની સેવાને શ્રદ્ધાંજલિ આપી હતી. ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, UK-ભારત સંબંધોના મહત્ત્વપૂર્ણ મહત્વ પર બંન્ને નેતા સંમત થયા હતા અને નજીકના ભવિષ્યમાં રૂબરૂ મળવાની વાત પણ કરી હતી. સ્વર્ગસ્થ રાણીને શ્રદ્ધાંજલિ આપતા PM મોદીએ કહ્યું હતું કે, બ્રિટિશ સમ્રાટ એક દિગ્ગજ હતા અને તેમણે તેમના દેશ અને લોકોનું પ્રેરક નેતૃત્વ કર્યું.
Advertisement

Tags :
Advertisement

.