Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાનને પત્ર લખી શુભેચ્છા પાઠવી, આતંકવાદને લઈને પણ..

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના નવા વડાપ્રધાન નવાઝ શરીફને તેમની સરકાર રચવા બદલ અભિનંદન પાઠવતો પત્ર લખ્યો છે. શાહબાઝ શરીફને મોકલવામાં આવેલા પત્રમાં વડાપ્રધાન મોદીએ તેમને અભિનંદન આપ્યા છે અને આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પ્રેરણા પણ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને પણ પોતાના શપથ ગ્રહણ માટે જાતે આમંત્રણ આપ્યું હતું અને પ
pm મોદીએ પાકિસ્તાનના
વડાપ્રધાનને પત્ર લખી શુભેચ્છા પાઠવી  આતંકવાદને લઈને પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
પાકિસ્તાનના નવા વડાપ્રધાન નવાઝ શરીફને તેમની સરકાર રચવા બદલ અભિનંદન પાઠવ
તો પત્ર
લખ્યો છે.
શાહબાઝ શરીફને મોકલવામાં આવેલા
પત્રમાં વડાપ્રધાન મોદીએ તેમને અભિનંદન આપ્યા છે અને આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી
કરવા માટે પ્રેરણા પણ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના પૂર્વ
વડાપ્રધાન નવાઝ શરીફને પણ પોતાના શપથ ગ્રહણ માટે જાતે આમંત્રણ આપ્યું હતું અને
પોતે તેમને મળવા લાહોર પણ ગયા હતા. જોકે
ત્યારપછીના આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાનના સંબંધો બગડ્યા
હતા. શાહબાઝ શરીફ નવાઝ શરીફના નાના ભાઈ છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના નેતા
શાહબાઝ શરીફ પાકિસ્તાનના
23માં વડાપ્રધાન બન્યા છે. સંયુક્ત
વિપક્ષ તરફથી શાહબાઝ શરીફને પીએમ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. શાહબાઝ શરીફે
દેશના નવા વડાપ્રધાન તરીકે શપથ લીધા. સેનેટ અધ્યક્ષ સાદિક સંજરાણીએ તેમને શપથ
લેવડાવ્યા હતા.

Advertisement


શાહબાઝ શરીફ પૂર્વ વડાપ્રધાન નવાઝ
શરીફના ભાઈ છે. સોમવારે વહેલી સવારે
પાકિસ્તાનની સંસદે શાહબાઝ શરીફને વડા પ્રધાન તરીકે ચૂંટ્યા. તેમની
તરફેણમાં
174 મત પડ્યા હતા. જ્યારે ઈમરાન ખાન અને તેમની પાર્ટી પીટીઆઈના સાંસદો હાજર ન હતા. પીટીઆઈએ
સમગ્ર પ્રક્રિયાનો બહિષ્કાર કર્યો હતો. દેશના
22માં વડાપ્રધાન ઈમરાન ખાનને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા પદ પરથી
હટાવવામાં આવ્યા હતા અને તેઓ પાકિસ્તાનના ઈતિહાસમાં અવિશ્વાસની દરખાસ્ત દ્વારા
હટાવવામાં આવેલા પ્રથમ વડાપ્રધાન બન્યા છે. ઈમરાન ખાને
18 ઓગસ્ટ 2018ના રોજ પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે
શપથ લીધા હતા. તેમનો કાર્યકાળ
10 એપ્રિલ 2022
સુધી 1,332 દિવસનો હતો. ઈમરાન ખાન ત્રણ વર્ષ સાત મહિના અને 23 દિવસ સુધી વડાપ્રધાન તરીકે રહ્યા.

Advertisement


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર
અભિનંદન પાઠવ્યા બાદ હવે પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફને એક પત્ર લખ્યો
છે. મળતી માહિતી મુજબ આ પત્રમાં પીએમ મોદીએ શાહબાઝ શરીફને અભિનંદન પાઠવ્યા છે.
સાથે સાથે પીએમ મોદીએ આંતકવાદના મુદ્દે પણ વાત કરી છે. હવે જોવાનું એ રહેશે કે શું
શાહબાઝ શરીફ આતંકવાદ સામે કાર્યવાહી કરીને ભારત સાથેના સંબંધ સુધારશે કે પછી
ભારતનો વિરોધ કરીને સંબંધ વધુ ખરાબ કરશે તે તો હવે આવનારો સમયમાં જ ખબર પડશે.

Advertisement

Tags :
Advertisement

.