Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદી રાજસ્થાનની મુલાકાત લેશે, માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરી શકે છે

રાજસ્થાનના માનગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની આદિવાસી મતદારો પ્રભાવિત બેઠકો કબજે કરવા વ્યૂહરચના અપનાવી છે, એટલે જ આ સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 નવેમ્બરના રોજ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના આદિવાસીઓના મુખ્ય તીર્થસ્થાન માનગઢ ધામ ખાતે એક વિશાળ જનસભાને સંબોધિત કરશે. આ સભામાં 3 રાજ્યો- રાજસ્થાન, ગુજરાત અને મà
pm મોદી રાજસ્થાનની મુલાકાત લેશે  માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરી શકે છે
રાજસ્થાનના માનગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની આદિવાસી મતદારો પ્રભાવિત બેઠકો કબજે કરવા વ્યૂહરચના અપનાવી છે, એટલે જ આ સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 નવેમ્બરના રોજ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના આદિવાસીઓના મુખ્ય તીર્થસ્થાન માનગઢ ધામ ખાતે એક વિશાળ જનસભાને સંબોધિત કરશે. આ સભામાં 3 રાજ્યો- રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી લગભગ એક લાખ આદિવાસી લોકો હાજર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણેય રાજ્યોની 99 આદિવાસી બેઠકોને જાહેર સભાઓ દ્વારા સંબોધિત કરશે. રાજસ્થાન વિધાનસભાની 25 બેઠકો, ગુજરાત વિધાનસભાની 27 બેઠકો અને મધ્યપ્રદેશ વિધાનસભાની 47 બેઠકો ST માટે અનામત છે.
રાજસ્થાનના માનગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની આદિવાસી મતદારો પ્રભાવિત બેઠકો કબજે કરવા વ્યૂહરચના અપનાવી છે, એટલે જ આ સભામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કાર્યક્રમમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને આમંત્રણ આપવામાં આવ્યું.
 ૧ નવેમ્બરનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માનગઢ હિલનાં રાજ્સ્થાન ખાતે સભા સંબોધી માનગઢ ખાતે આવેલ સ્મારકને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરી શકે છે.મહીસાગર જિલ્લા ના રાજેસ્થાન સરહદી વિસ્તાર માં આવેલું માનગઢ ધામ આઝાદી પહેલા અનેક લોકો એ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવવા ગુરુગોવિંદ સહિત અનેક લોકો એ સહાદતો વહોરી અંગ્રેજો સામે આઝાદી ની લડત ચલાવતા ચલાવતા 1507 થી પણ ઉપરાંત આદિવાસી લોકો દેશ માટે શહીદી વ્હોરી અંગ્રેજો ની લડાઈ સામે શહીદ થયા. આ શહીદી જલિયાંવાલા બાગ થી પણ વઘુ શહીદી દેશના આદિવાસી લોકોએ વહોરી દેશને આઝાદી તરફ લઈ જવા મોટો ફાળો આપ્યો છે જે આજે પણ માનગઢ ધામ ખાતે અનેક પ્રતિમાઓ બનાવી શહાદત ને જીવંત રાખવામાં આવી છે આ શહાદતમાં મુખ્ય ગુરુ કહેવાતા ગુરુગોવિંદ ભિલો નો ભેરૂ એટલે ગોવિંદ ગુરૂ અને માનગઢ ધામ થી આજે પણ ઓળખાય રહ્યા છે. 
 આદિવાસી સમૂદાયનાં લોકો એ જે શહાદત વોહરી હતી ત્યા સ્મારક બનેલ છે તેને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરી શકે છે ત્યારે ગુજરાત ની ચુંટણીને લઈને આદિવાસી સમાજના ઉથાન માટે કંઈક નવીન કરી શકે તેવી શક્યતા વર્તાઈ રહી છે ત્યારે 2013મા મોદી દ્વારા માંનગઢ હિલને સ્મૃતિ વેન, શહીદોના સ્મારક ,તેમજ અમર જ્યોત ની ભેટ આપી વિકાસને વેગ આપવામાં આવ્યો હતો અને ત્યારથી લઈ અત્યાર સુધી સતત વિકાસના કર્યોનો પ્રવાહ અવિરત પણે ચાલુ છે ત્યારે અહીંયા ગુજરાત રાજસ્થાન સહિત દેશ વિદેશ થી લોકો અહીં પ્રવાસે આવે છે ત્યારે રાષ્ટ્રીય સ્મારક ઘોષિત જાહેર કરતા માનગઢ બમણા વિકાસ ની આશા વ્યક્ત કરાઈ રહી છે.ત્યારે રાજસ્થાનમાં પણ આગામી વર્ષે ચુંટણી આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માનગઢ હિલ આવી રહ્યા છે ત્યારે આદિવાસી સમાજની આદિવાસી સમાજને વિકાસના કર્યો અર્પણ કરી બીજા વિકાસના કામો ઘોષિત કરવાની શકયતા દેખાઈ રહી છે. 
Advertisement
Tags :
Advertisement

.