ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે, વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ઉદ્ઘાટન કરશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે શુક્રવારથી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તે ઘણા કાર્યક્રમોમાં ભાગ લેવાના છે. વડા પ્રધાન કાર્યાલયમાંથી મળેલી માહિતી અનુસાર, PM મોદી તેમના ગૃહ રાજ્યની મુલાકાત દરમિયાન તેઓ 21,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચની વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.મહત્વનું છે કે, PM મોદીના માતા હીરાબેન મોદી આવતીકાલે 18 જૂને 100 વર્ષના થઈ રહ્યા છે
06:20 AM Jun 17, 2022 IST | Vipul Pandya
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે શુક્રવારથી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તે ઘણા કાર્યક્રમોમાં ભાગ લેવાના છે. વડા પ્રધાન કાર્યાલયમાંથી મળેલી માહિતી અનુસાર, PM મોદી તેમના ગૃહ રાજ્યની મુલાકાત દરમિયાન તેઓ 21,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચની વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
મહત્વનું છે કે, PM મોદીના માતા હીરાબેન મોદી આવતીકાલે 18 જૂને 100 વર્ષના થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, એવી સંભાવના છે કે તેઓ તેમની માતાને મળવા પણ જઈ શકે છે. તેમના પરિવારજનોએ જણાવ્યું કે, PM નરેન્દ્ર મોદીના માતાના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય માટે તેમના વતન વડનગરમાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે. વળી ગાંધીનગરમાં આવેલા એક રોડનું નામ PM મોદીના માતા હીરાબેનના નામ પર રાખવામાં આવશે. 18મી જૂને પાવાગઢ ખાતે પુનઃવિકાસિત શ્રી કાલિકા માતા મંદિરનું ઉદ્ઘાટન કરશે. તેઓ વડોદરામાં ગુજરાત ગૌરવ અભિયાનમાં ભાગ લેશે. વડાપ્રધાન સુરત, ઉધના, સોમનાથ અને સાબરમતી સ્ટેશનોના પુનઃવિકાસ તેમજ રેલ્વે ક્ષેત્રના અન્ય પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. 
વડા પ્રધાન મોદી માતા અને બાળકના સ્વાસ્થ્યને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વડા પ્રધાનની 'મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના' લોન્ચ કરશે. તેના પર 800 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ગુજરાત સરકારના પ્રવક્તા અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના જણાવ્યા અનુસાર તેઓ પહાડી પર કાલિકા માતાના પુનઃનિર્મિત મંદિરનું ઉદ્ઘાટન કરશે અને મંદિર સુધીની લિફ્ટ શરૂ કરશે. વડા પ્રધાન મોદી ગુજરાત ગૌરવ અભિયાન હેઠળ હજારો કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેમાં 1800 કરોડના ખર્ચે બનેલી 1.40 લાખ આવાસ યોજના પણ છે. PMOએ જણાવ્યું હતું કે, સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ વડોદરામાં ગુજરાત ગૌરવ અભિયાનમાં ભાગ લેશે. વિકાસ પરિયોજનાઓમાં રૂ.16,000 કરોડથી વધુના રેલ્વે સંબંધિત પ્રોજેક્ટનો સમાવેશ થશે. 
આ પણ વાંચો - વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 1 લાખ 41 હજાર પરિવારોને મળશે ઘરનું ઘર
Tags :
CompleteScheduleGujaratGujaratFirstHirabaPMModiPMModiVisitPMModiVisitGujaratVisitGujarat
Next Article