ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે, 'અટલ બ્રિજ' સહિત ઘણી યોજનાઓનું કરશે ઉદ્ઘાટન

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજથી તેમના ગૃહ રાજ્ય ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. આજે તેઓ સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) ના પૂર્વ અને પશ્વિમને જોડતા 300 મીટરના પુલનું ઉદ્ઘાટન કરશે. તેનું ટેક્સચર અને લાઇટિંગ એટલું આકર્ષક છે કે સાબરમતી રિવરફ્રન્ટની સુંદરતામાં હવે વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે. વડાપ્રધાનશ્રી તેમના પ્રવાસ દરમિયાન અન્ય ઘણા કાર્યક્રમોમાં પણ ભાગ à
03:24 AM Aug 27, 2022 IST | Vipul Pandya
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજથી તેમના ગૃહ રાજ્ય ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. આજે તેઓ સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) ના પૂર્વ અને પશ્વિમને જોડતા 300 મીટરના પુલનું ઉદ્ઘાટન કરશે. તેનું ટેક્સચર અને લાઇટિંગ એટલું આકર્ષક છે કે સાબરમતી રિવરફ્રન્ટની સુંદરતામાં હવે વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે. વડાપ્રધાનશ્રી તેમના પ્રવાસ દરમિયાન અન્ય ઘણા કાર્યક્રમોમાં પણ ભાગ લેવાના છે. 
ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાનશ્રી અમદાવાદ અને ભુજમાં અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) એ એક નિવેદનમાં આ માહિતી આપી છે કે, વડાપ્રધાનશ્રી શનિવારે અમદાવાદમાં સાબરમતી નદી પરના અટલ બ્રિજ (Atal Bridge) નું ઉદ્ઘાટન કરશે. મહત્વનું છે કે, અમદાવાદમાં સાબરમતી નદી પર બનેલો આ આઇકોનિક ફૂટ બ્રિજ, અટલ ફૂટ ઓવર બ્રિજ (Atal Foot Over Bridge) દેશનો પહેલો બ્રિજ હશે. આ ફૂટઓવર બ્રિજ બહુ-સ્તરીય કાર પાર્કિંગ સાથે પશ્ચિમ કિનારે ફ્લાવર પાર્ક અને ઇવેન્ટ ગ્રાઉન્ડની વચ્ચે સ્થિત પ્લાઝાથી પૂર્વ કિનારે પ્રસ્તાવિત આર્ટ એન્ડ કલ્ચરલ એક્ઝિબિશન સેન્ટર સુધી કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ બ્રિજ ટેકનોલોજી અને ડિઝાઇન; બંને રીતે વિશિષ્ટ છે, જે એન્જિનિયરિંગ દૃષ્ટિકોણથી અજાયબી બનશે.

મહત્વનું છે કે, અટલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાનશ્રી મોદી રિવરફ્રન્ટ પર આયોજિત ખાદી ઉત્સવ સમારોહને પણ સંબોધિત કરશે. ખાદી મહોત્સવમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી 7500 મહિલા ખાદી કારીગરો એક જ સમયે અને એક જ જગ્યાએ ચરખા ચલાવતા જોવા મળશે. આ કાર્યક્રમમાં એક પ્રદર્શન પણ યોજવામાં આવશે, જેમાં 1920ના દાયકાથી ઉપયોગમાં લેવાતી વિવિધ પેઢીઓના 22 ચરખાઓનું પ્રદર્શન કરવામાં આવશે. જેમાં યરવડા ચરખા જેવા ચરખાનો પણ સમાવેશ થશે, જે સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ઉપયોગમાં લેવાતા ચરખાનું પ્રતીક છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી 28 ઓગસ્ટે કચ્છના પ્રવાસે જશે. અહીં વડાપ્રધાનશ્રી મોદી સ્મૃતિવનની મુલાકાત લેશે. કચ્છ સ્મૃતિવનનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાનશ્રી જાહેર સભાને સંબોધન કરશે. સ્મૃતિવનએ 26 જાન્યુઆરી 2001 ના રોજ ગુજરાતના ભૂકંપમાં માર્યા ગયેલા 13,000 થી વધુ લોકોને શ્રદ્ધાંજલિ તરીકે કચ્છ જિલ્લાના ભુજ શહેર નજીક ભુજિયો ટેકરી પર બાંધવામાં આવેલો એક મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમનું સપનું વડાપ્રધાનશ્રી મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જોયું હતું. જો કે તેમનું સપનું હવે સાકાર થઈ રહ્યું છે. સ્મૃતિવન 470 એકર વિસ્તારમાં બનાવવામાં આવેલ છે. 

PM મોદી ભુજમાં લગભગ 4400 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેમાં સરદાર સરોવર પ્રોજેક્ટની કચ્છ શાખા નહેરનો પણ સમાવેશ થાય છે. આ કેનાલની કુલ લંબાઈ લગભગ 357 કિમી છે. કેનાલના એક ભાગનું ઉદ્ઘાટન વર્ષ 2017માં વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું અને બાકીના ભાગનું હવે ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે. આ કેનાલ કચ્છને સિંચાઈની સુવિધા પૂરી પાડવા અને કચ્છ જિલ્લાના તમામ 948 ગામો અને 10 શહેરોને પીવાનું પાણી પૂરું પાડવામાં મદદરૂપ સાબિત થશે. ભારતમાં સુઝુકીના 40 વર્ષ પૂરા થયાની યાદમાં વડાપ્રધાનશ્રી સાંજે 5 વાગ્યે ગાંધીનગરમાં એક કાર્યક્રમને સંબોધશે. આ સાથે વડાપ્રધાનશ્રી અહીંથી 11 વિકાસ પરિયોજનાઓનું ભૂમિપૂજન અને યોજનાઓનું શુભારંભ કરશે.
આ પણ વાંચો - PM શ્રી નરેન્દ્ર મોદી સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ બ્રિજ જનતાને સમર્પિત કરશે, જુઓ વિડીયો
Tags :
GujaratFirstPMModiVisitGujarat
Next Article