ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બાબા કેદારનાથ અને બદ્રીનાથ ધામની મુલાકાતે જશે PM મોદી, ઉત્તરાખંડને અનેક પરિયોજનાઓની આપશે ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દિવાળી પહેલા આજે બે દિવસ માટે ઉત્તરાખંડ (Uttarakhand)ની મુલાકાતે જવાના છે. તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન બાબા કેદારનાથ અને બદ્રીનાથ ધામની મુલાકાત લેશે. આ સાથે તેઓ તેમના ડ્રીમ પ્રોજેક્ટ સોનપ્રયાગ-કેદારનાથ રોપવે પ્રોજેક્ટની પણ સમીક્ષા કરશે.PM નરેન્દ્ર મોદી આજે કેદારનાથ ધામની મુલાકાતેPM નરેન્દ્ર મોદી શુક્રવારે ઉત્તરાખંડના કેદારનાથ અને બદ્રીનાથની મુલà
02:43 AM Oct 21, 2022 IST | Vipul Pandya
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દિવાળી પહેલા આજે બે દિવસ માટે ઉત્તરાખંડ (Uttarakhand)ની મુલાકાતે જવાના છે. તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન બાબા કેદારનાથ અને બદ્રીનાથ ધામની મુલાકાત લેશે. આ સાથે તેઓ તેમના ડ્રીમ પ્રોજેક્ટ સોનપ્રયાગ-કેદારનાથ રોપવે પ્રોજેક્ટની પણ સમીક્ષા કરશે.
PM નરેન્દ્ર મોદી આજે કેદારનાથ ધામની મુલાકાતે
PM નરેન્દ્ર મોદી શુક્રવારે ઉત્તરાખંડના કેદારનાથ અને બદ્રીનાથની મુલાકાત લેશે. તેઓ ગૌરીકુંડથી કેદારનાથ અને ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબને જોડતા બે નવા રોપવે પ્રોજેક્ટ સહિત રૂ.3400 કરોડથી વધુના કનેક્ટિવિટી પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. વડાપ્રધાન અહીં લગભગ સાડા આઠ વાગ્યે પહોંચશે. તેઓ કેદારનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. વડાપ્રધાન સવારે 9 વાગે કેદારનાથ રોપવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. 

તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, વડાપ્રધાન મોદી દેહરાદૂનના જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર પહોંચ્યા છે જ્યા ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ગુરમિત સિંહે તેમનું સ્વાગત કર્યું.
વડાપ્રધાન મોદી કેદારનાથ ધામમાં રોપ-વેનો શિલાન્યાસ કરશે
ઉત્તરાખંડને અનેક પ્રોજેક્ટની ભેટ સાથે વડાપ્રધાન મોદી આદિગુરુ શંકરાચાર્યની સમાધિ સ્થળની પણ મુલાકાત લેશે. આ ઉપરાંત મોદી કેદારનાથમાં મંદાકિની આસ્થા પથ અને સરસ્વતી આસ્થા પથનું નિરીક્ષણ કરશે અને ત્યાં ચાલી રહેલા વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરશે. વડાપ્રધાન મોદી કેદારનાથ ધામમાં રોપ-વેનો શિલાન્યાસ કરશે. આ 9.7 કિલોમીટર લાંબા રોપવેના નિર્માણ બાદ 6 કલાકની મુસાફરી માત્ર અડધા કલાકમાં થશે. 

છેલ્લા 8 વર્ષમાં PM નરેન્દ્ર મોદીની કેદ્રનાથની આ છઠ્ઠી મુલાકાત
વડાપ્રધાન મોદી બદ્રીનાથ ધામ ખાતે હેમકુંડ રોપ-વેનું શિલાન્યાસ પણ કરશે. આ રોપ-વે 12.4 કિલોમીટર લાંબો હશે, તેના નિર્માણને કારણે હેમકુંડ સાહિબ જતા શ્રદ્ધાળુઓનો આખો દિવસ બચશે. આ રોપ-વે દ્વારા લોકો આ અંતર માત્ર 45 મિનિટમાં પૂર્ણ કરશે. જણાવી દઈએ કે વડાપ્રધાન તરીકે છેલ્લા 8 વર્ષમાં નરેન્દ્ર મોદીની કેદ્રનાથની આ છઠ્ઠી મુલાકાત છે. આ સાથે જ PM મોદી બીજી વખત બદ્રીનાથ ધામની મુલાકાત લેશે. તેઓ બદ્રીનાથમાં જ રાત્રી રોકાણ કરશે.

કેદારનાથમાં હવામાન ખરાબ
PMની મુલાકાતના એક દિવસ પહેલા કેદારનાથમાં ખરાબ હવામાનની સાથે હિમવર્ષા થઈ રહી છે. આવી સ્થિતિમાં સરકાર અને વહીવટીતંત્ર હવામાનને ધ્યાનમાં રાખીને તૈયારીઓમાં વ્યસ્ત છે. કેદારનાથ મંદિરને 20 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથ અને બદ્રીનાથ મંદિરોની મુલાકાત લેશે. કેદારનાથ મંદિરમાં પૂજા કર્યા બાદ PM મોદી તે જ દિવસે બદ્રીનાથ જશે. રાતવાસો કર્યા બાદ બીજા દિવસે 22 ઓક્ટોબરે PM મંદિરમાં પૂજા અર્ચના કરશે. આ દરમિયાન PM મોદી કેદારનાથમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. તેઓ બદ્રીનાથ માસ્ટર પ્લાન હેઠળ હાથ ધરાયેલા પ્રોજેક્ટની પણ સમીક્ષા કરશે.
દર વર્ષની જેમ, PM સૈનિકો વચ્ચે દિવાળીનો તહેવાર ઉજવશે
મહત્વનું છે કે, દર વર્ષે દરવાજા બંધ થયા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાબા કેદારનાથના દર્શન કરવા માટે ઉત્તરાખંડ આવે છે અને દર વર્ષની જેમ આ વખતે પણ તેઓ બાબા કેદારની પૂજા દૂધ અભિષેક અને જલાભિષેકથી કરશે. આ પછી તેઓ 23 ઓક્ટોબરે અયોધ્યા જશે જ્યાં તેઓ ચોટી દિવાળીના અવસર પર આયોજિત દિપોત્સવ કાર્યક્રમમાં ભાગ લેશે. આ પછી, દિવાળીના દિવસે, 24 ઓક્ટોબર, દર વર્ષની જેમ, PM સૈનિકો વચ્ચે તહેવાર ઉજવશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી છેલ્લા આઠ વર્ષથી સૈનિકો વચ્ચે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે.
આ પણ વાંચો - કેદારનાથમાં હેલિકોપ્ટ ક્રેશની દુર્ઘટના, 7 મૃત્યુ ભાવનગરની ત્રણ દીકરીઓના મોત
Tags :
BabaKedarnathBadrinathDhamGujaratFirstPMModiUttarakhand
Next Article