Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદી આજે કાશીના લોકોને આપશે લગભગ 1800 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય ક્ષેત્ર કાશીના લોકોને એક મોટી ભેટ આપવા જઇ રહ્યા છે. યુપી વિધાનસભા ચૂંટણીના લગભગ 4 મહિના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી આવી રહ્યા છે. જ્યા તેઓ કાશીના લોકોને લગભગ 1800 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપશે. વડા પ્રધાનની કાશીની મુલાકાત લગભગ સાડા ચાર કલાકની હશે અને આ દરમિયાન તેઓ અખિલ ભારતીય શિક્ષણ પરિષદનો પણ પ્રારà
pm મોદી આજે કાશીના લોકોને આપશે લગભગ 1800 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય ક્ષેત્ર કાશીના લોકોને એક મોટી ભેટ આપવા જઇ રહ્યા છે. યુપી વિધાનસભા ચૂંટણીના લગભગ 4 મહિના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી આવી રહ્યા છે. જ્યા તેઓ કાશીના લોકોને લગભગ 1800 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપશે. 
વડા પ્રધાનની કાશીની મુલાકાત લગભગ સાડા ચાર કલાકની હશે અને આ દરમિયાન તેઓ અખિલ ભારતીય શિક્ષણ પરિષદનો પણ પ્રારંભ કરશે. વડાપ્રધાન મોદી એક જાહેર સભા દરમિયાન 1743 કરોડના 45 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. લગભગ સાડા ચાર કલાકની કાશીની મુલાકાત દરમિયાન તેઓ 553.76 કરોડની ત્રીસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને 1220.58 કરોડના મૂલ્યની 13 યોજનાઓનો શિલાન્યાસ કરશે. કાશીની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી અક્ષય પાત્ર કિચન (Akshaya Patra Kitchen)નું ઉદ્ઘાટન પણ કરશે. આ કિચનમાં સરકારી શાળાના બાળકો માટે મધ્યાહન ભોજન બનાવવામાં આવશે. 
Advertisement

રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત બાદ વડાપ્રધાન પ્રથમ વખત પોતાના સંસદીય મતવિસ્તારમાં પહોંચવા જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીની આ મુલાકાતને ધ્યાનમાં રાખીને વારાણસીમાં અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને એરપોર્ટથી શહેર સુધી 10 હજારથી વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ટ્રાફિક ડાયવર્ઝનને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટે તમામ શાળાઓમાં સવારે 11 વાગ્યા સુધી રજા રાખવા વિનંતી કરી છે. જોકે ઘણી શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
વારાણસી પહોંચ્યા પછી, સૌ પ્રથમ બપોરે બે વાગ્યે, એલટી કોલેજમાં અત્યાધુનિક કેન્દ્રિય મધ્યાહન ભોજન કિચનનું ઉદ્ઘાટન કરીને, તેઓ ત્યાં હાજર લગભગ વીસ બાળકો સાથે વાર્તાલાપ કરશે. આ પછી, બપોરે 2:45 કલાકે આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્ર રૂદ્રાક્ષ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ અંગે અખિલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદ્ઘાટન કરશે. અંતે, સાંજે લગભગ ચાર વાગ્યે, વડાપ્રધાન ડૉ. સંપૂર્ણાનંદ સ્પોર્ટ્સ સ્ટેડિયમ, સિગરા પહોંચશે, જ્યાં તેઓ કરોડોની યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટનની ભેટ સાથે ખેલાડીઓ સાથે વાર્તાલાપ કરશે.
Advertisement

યોગી સરકારના બીજા કાર્યકાળના 100 દિવસ પૂરા થવાના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 
Tags :
Advertisement

.