ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અયોધ્યાના દીપોત્સવમાં જોડાશે PM MODI,જાણો કેવી છે તૈયારી

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના અયોધ્યા (Ayodhya)માં દીપોત્સવ (Dipotsava)ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 23 ઓક્ટોબરે અયોધ્યામાં દીપોત્સવનો કાર્યક્રમ યોજાશે. જેમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સામેલ થશે. પીએમ મોદી ભગવાન રામના રાજ્યાભિષેકમાં પણ હાજરી આપશે. પીએમ મોદીના આગમન પહેલા દિવાળીના તહેવારની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.23 ઓક્ટોબરે અયોધ્યામાં દીપોત્સવઆ વર્ષે 23 ઓક્ટોબરે અયોધ્યામાં દીપોત્સવ મનાવવામાં આàª
03:19 AM Oct 18, 2022 IST | Vipul Pandya
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના અયોધ્યા (Ayodhya)માં દીપોત્સવ (Dipotsava)ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 23 ઓક્ટોબરે અયોધ્યામાં દીપોત્સવનો કાર્યક્રમ યોજાશે. જેમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સામેલ થશે. પીએમ મોદી ભગવાન રામના રાજ્યાભિષેકમાં પણ હાજરી આપશે. પીએમ મોદીના આગમન પહેલા દિવાળીના તહેવારની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.
23 ઓક્ટોબરે અયોધ્યામાં દીપોત્સવ
આ વર્ષે 23 ઓક્ટોબરે અયોધ્યામાં દીપોત્સવ મનાવવામાં આવશે. આ અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પીએમ મોદી પણ આ વખતના દીપોત્સવ કાર્યક્રમમાં સામેલ થશે. તેઓ ભગવાન રામના રાજ્યાભિષેકમાં પણ હાજરી આપશે. વડાપ્રધાનશ્રી 23 ઓક્ટોબરે અયોધ્યા જશે. સાંજે પાંચ વાગ્યે તેઓ રામલલા વિરાજમાનના દર્શન કરશે. સાથે જ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનું પણ નિરીક્ષણ કરશે.
સરયુ ઘાટ પર આરતી અને દીપોત્સવ કાર્યક્રમ
PM મોદી સાંજે 6.30 વાગ્યે સરયૂ ઘાટ પર આરતી અને દીપોત્સવ કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ રાત્રે ગ્રીન અને ડિજિટલ ફટાકડાની આતશબાજી પણ નિહાળશે. પીએમની મુલાકાતને લઇને અયોધ્યામાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.  સીએમ યોગી આદિત્યનાથ પણ અયોધ્યા ગયા હતા. ત્યારબાદ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં દીપોત્સવની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
21થી દીપ પ્રાગટ્યનું કામ શરૂ થશે
આ વખતે અયોધ્યામાં છઠ્ઠો દીપોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ વખતે પણ રેકોર્ડ દીવા પ્રગટાવીને નવો રેકોર્ડ બનાવાશે. આ વખતે 17 લાખ દીવા પ્રગટાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અવધ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે આપેલી માહિતી મુજબ 21મીથી દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ શરૂ થશે. આ પછી 22મીએ દીવામાં તેલ રેડવામાં આવશે.
23મીએ સાંજે માત્ર દીવા પ્રગટાવાશે
તેમણે કહ્યું કે આ કામ સમયસર પૂર્ણ થશે જેથી 23મીએ સાંજે માત્ર દીવા પ્રગટાવવાનું કામ બાકી છે. વાઈસ ચાન્સેલરે કહ્યું કે અમે સાથે મળીને કાર્યક્રમને સફળ બનાવીશું. સ્વયંસેવક બાળકો માટે બ્રિફિંગ રાખવામાં આવ્યું હતું જેઓ દીવો પ્રગટાવશે. તેમને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.
આ પણ વાંચો--દેશના નવા CJI તરીકે ડી.વાય.ચંદ્રચૂડની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કરી નિયુક્તિ, જાણો
Tags :
AyodhyaDipotsavaGujaratFirstNarendraModi
Next Article