Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે વિશ્વ બાયોફ્યુઅલ દિવસે PM મોદી 2G ઇથેનોલ પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન

આજે વિશ્વ બાયોફ્યુઅલ દિવસ છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી હરિયાણાના પાણીપતમાં 2G ઇથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા હરિયાણાના લોકોને સેકન્ડ જનરેશન ઇથેનોલ પ્લાન્ટને  સમર્પિત કરશે.વડા પ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, બાયોફ્યુઅલ દિવસના અવસર પર, વડાપ્રધાન 10 ઓગસ્ટના રોજ એટલે કે આજે સાંજે 4.30 વાગ્યે વિડીયો કોન્ફરન્સ દ્વારા પાણીપતમાં 2G ઇથેન
આજે વિશ્વ બાયોફ્યુઅલ દિવસે pm મોદી 2g ઇથેનોલ પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન
આજે વિશ્વ બાયોફ્યુઅલ દિવસ છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી હરિયાણાના પાણીપતમાં 2G ઇથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા હરિયાણાના લોકોને સેકન્ડ જનરેશન ઇથેનોલ પ્લાન્ટને  સમર્પિત કરશે.
વડા પ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, બાયોફ્યુઅલ દિવસના અવસર પર, વડાપ્રધાન 10 ઓગસ્ટના રોજ એટલે કે આજે સાંજે 4.30 વાગ્યે વિડીયો કોન્ફરન્સ દ્વારા પાણીપતમાં 2G ઇથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. PMOએ કહ્યું કે, આ પ્લાન્ટનું રાષ્ટ્રને સમર્પણ એ દેશમાં જૈવ ઇંધણના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને તેના ઉત્પાદનમાં વધારો કરવા માટે સરકારના છેલ્લા કેટલાક વર્ષોમાં કરવામાં આવેલા પ્રયાસોની લાંબી શ્રેણીનો એક ભાગ છે. 
PMOએ કહ્યું કે, આ પ્લાન્ટનું નિર્માણ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા અંદાજિત રૂ.900 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે.

મહત્વનું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં જૈવ ઈંધણના ઉત્પાદન અને ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે. આ કડીમાં, હરિયાણામાં ઇથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ આમાં સામેલ છે. જેમાં વાર્ષિક 2 લાખ ટન સ્ટ્રોનો ઉપયોગ કરીને લગભગ 30 મિલિયન લિટર ઇથેનોલ બનાવવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.