Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદી પ્રવાસના અંતમાં ફ્રાન્સની મુલાકાતે, મોદી - મેક્રોં વચ્ચે જોવા મળ્યો દોસ્તાના અંદાજ

યુરોપની સત્તાવાર મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચી ગયા છે. આ દરમિયાન તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંને મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કારમાંથી નીચે ઉતર્યા કે તરત જ રાષ્ટ્રપતિ મેક્રોંને તેમને ગળે લગાવ્યા. બંને લાંબા સમય સુધી એકબીજાને શુભેચ્છા પાઠવતા રહ્યા. આ દરમિયાન રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંની પત્ની પણ ત્યાં હાજર
pm મોદી પ્રવાસના અંતમાં ફ્રાન્સની મુલાકાતે 
મોદી   મેક્રોં વચ્ચે જોવા મળ્યો દોસ્તાના અંદાજ

યુરોપની સત્તાવાર મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચી ગયા છે. આ દરમિયાન તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંને મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કારમાંથી નીચે ઉતર્યા કે તરત જ રાષ્ટ્રપતિ મેક્રોંને તેમને ગળે લગાવ્યા. બંને લાંબા સમય સુધી એકબીજાને શુભેચ્છા પાઠવતા રહ્યા. આ દરમિયાન રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંની પત્ની પણ ત્યાં હાજર હતી. આ પછી બંને નેતાઓ વચ્ચે મુલાકાત પણ થઈ હતી. સૂત્રોનું માનીએ તો આ બેઠકમાં બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો પર પણ ચર્ચા થઈ હતી.

Advertisement

#WATCH Prime Minister Narendra Modi receives a warm welcome from French President Emmanuel Macron at Elysee Palace in Paris

(Source: DD) pic.twitter.com/D5PxknMfsK

— ANI (@ANI) May 4, 2022

" title="" target="">javascript:nicTemp();

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જર્મની અને ડેનમાર્કની મુલાકાત બાદ ફ્રાન્સ પહોંચી ગયા છે. ફ્રાંસ પહોંચીને પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે હું પેરિસમાં ઉતર્યો છું. ફ્રાન્સ હંમેશા ભારતનું મજબૂત ભાગીદાર રહ્યું છે. તેઓ અમને ઘણા ક્ષેત્રોમાં સહકાર આપે છે. તેમની મીટિંગ દરમિયાન પીએમ મોદી અને મેક્રોં યુક્રેન સંકટના વૈશ્વિક આર્થિક પરિણામોને ઘટાડવાની સાથે યુદ્ધગ્રસ્ત દેશ યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવાના પગલાં પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે. બીજી વખત ચૂંટણી જીતીને રાષ્ટ્રપતિ બનેલા મેક્રોં સાથેની તેમની મુલાકાતને ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિની ચૂંટણીના થોડા દિવસો બાદ વડાપ્રધાન મોદીની ઈમેન્યુઅલ મેક્રોં સાથે મુલાકાત એક મોટો સંકેત છે.

Advertisement

Prime Minister Narendra Modi and French President Emmanuel Macron hold talks at Elysee Palace, the official residence of the President of France, in Paris. pic.twitter.com/chNHeP8d2R

— ANI (@ANI) May 4, 2022

" title="" target="">javascript:nicTemp();

આ પહેલા પીએમ મોદીએ ફિનલેન્ડની મુલાકાત દરમિયાન પીએમ મરીન સના સાથે મુલાકાત કરી હતી. બેઠકમાં વેપાર, રોકાણ, ટેક્નોલોજી જેવા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સિવાય પીએમ મોદીએ બીજી ઈન્ડિયા-નોર્ડિક સમિટમાં પણ ભાગ લીધો હતો.

Advertisement

Tags :
Advertisement

.