PM મોદી આવતી કાલે જશે મોરબી, મેળવશે જાત માહિતી
રાજ્યના મોરબી શહેરમાં રવિવારની સાંજે સર્જાયેલા દુ:ખદ અકસ્માતથી સૌ કોઈ દુઃખી છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 132 થી વધુ લોકોના મોત થયા છે. સેંકડો લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલી રહ્યું છે. સેનાની આઠ ટુકડીઓ બચાવ કામગીરીમાં લાગેલી છે. અત્યાર સુધીમાં 177 લોકોને બચાવી લેવામાં આવ્યા હોવાના અહેવાલ છે. દરમિયાન સમાચાàª
રાજ્યના મોરબી શહેરમાં રવિવારની સાંજે સર્જાયેલા દુ:ખદ અકસ્માતથી સૌ કોઈ દુઃખી છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 132 થી વધુ લોકોના મોત થયા છે. સેંકડો લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલી રહ્યું છે. સેનાની આઠ ટુકડીઓ બચાવ કામગીરીમાં લાગેલી છે. અત્યાર સુધીમાં 177 લોકોને બચાવી લેવામાં આવ્યા હોવાના અહેવાલ છે. દરમિયાન સમાચાર મળી રહ્યા છે કે, વડાપ્રધાન મોદી આવતીકાલે (1 નવેમ્બર) મોરબી જશે. તેઓ અહીં બપોરે પહોંચશે.
PM મોદીએ શોક વ્યક્ત કર્યો
રાજ્યના મોરબીમાં થયેલા ભયાનક અકસ્માત બાદ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે તેની તપાસ શરૂ કરી દીધી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે મંગળવારે મોરબી જશે. મળતી માહિતી મુજબ PM નરેન્દ્ર મોદી આવતીકાલે બપોરે 1 વાગ્યે મોરબી જઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીમાં પીડિતોને મળી શકે છે. ગુજરાતના મોરબી શહેરમાં સોમવારે મચ્છુ નદી પર કેબલ બ્રિજ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 132થી વધુ થઇ ગયો છે. ગુજરાત પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે બચાવ કામગીરી ચાલુ છે. જણાવી દઈએ કે રવિવારે આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના પર શોક વ્યક્ત કર્યો હતો. વડા પ્રધાન કાર્યાલયે ટ્વીટ કર્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, જે ગુજરાતમાં છે, તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી છે.
Advertisement
PM મોદીના ઘણા કાર્યક્રમો રદ કરાયા
આ દર્દનાક અકસ્માત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે યોજાનારા રોડ શોને રદ્દ કરી દીધો હતો. આ અકસ્માત પહેલા વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે હતા. ગઈકાલે તેમણે વડોદરામાં કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વળી, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં રોડ શોમાં ભાગ લેવાના હતા. આ સાથે, તે અન્ય ઘણા કાર્યક્રમોમાં પણ ભાગ લેવાના હતા, જે રદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 1 નવેમ્બરે ગાંધીનગરમાં યોજાનાર PM મોદીનો પેજ કમિટીનો કાર્યક્રમ પણ મોકૂફ રાખવામાં આવ્યો છે.
અકસ્માત માટે જવાબદાર કોણ?
મોરબીમાં થયેલા અકસ્માત બાદ અનેક વિડીયો સામે આવ્યા છે. આ તમામ વિડીયોમાં જોવા મળે છે કે કેવી રીતે આ પુલ તૂટી ગયો અને કેવી રીતે લોકો એક પછી એક નદીમાં પડી ગયા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, એક ખાનગી ઓપરેટરે લગભગ છ મહિના સુધી બ્રિજના રિપેરિંગનું કામ કર્યું હતું. નવા વર્ષના દિવસે 26 ઓક્ટોબરે પુલને લોકો માટે ફરીથી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે સમારકામનું કામ પૂર્ણ થયા પછી તેને લોકો માટે ખોલવામાં આવ્યું હતું પરંતુ સ્થાનિક નાગરિક સંસ્થાએ હજુ સુધી કોઈ ફિટનેસ પ્રમાણપત્ર જારી કર્યું નથી.