Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM MODI 29 જુલાઇએ ગિફ્ટ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટરની મુલાકાતે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 જુલાઈ, 2022 ના રોજ ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી), ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (આઈએફએસસી) ની મુલાકાત લેશે. આ દરમિયાન  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ,  કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ વિષયક મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન, રાજ્યના નાણાં અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, કેન્દ્રીય à
pm modi 29 જુલાઇએ ગિફ્ટ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટરની મુલાકાતે
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 જુલાઈ, 2022 ના રોજ ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી), ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (આઈએફએસસી) ની મુલાકાત લેશે. આ દરમિયાન  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ,  કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ વિષયક મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન, રાજ્યના નાણાં અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ રાજ્ય મંત્રી ડૉ. ભગવત કિશનરાવ કરાડ અને  કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરી પણ ઉપસ્થિત રહેશે.
વડાપ્રધાન તેમની મુલાકાત દરમિયાન ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી (IFSCA) ના મુખ્યાલયની ઇમારતનો શિલાન્યાસ કરશે, જે ભારતમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રો (IFSCs) માં નાણાકીય ઉત્પાદનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય સંસ્થાઓના વિકાસ અને નિયમન માટે એકીકૃત નિયમનકાર છે. IFSCAના મુખ્યાલયની ઇમારતની આઇકોનિક સ્ટ્રક્ચર તરીકે પરિકલ્પના કરવામાં આવી છે, જે અગ્રણી આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર તરીકે GIFT-IFSC ની વધતી જતી વિશેષતા અને કદને પ્રતિબિંબિત કરે છે.
વડાપ્રધાન GIFT-IFSCમાં ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ, ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) લોન્ચ કરશે. IIBX ભારતમાં સોનાના વિત્તિયકરણને વેગ આપવા ઉપરાંત ગુણવત્તાની ખાતરી સાથે કાર્યક્ષમ ભાવની સુવિધા આપશે.  આનાથી ભારતને વૈશ્વિક બુલિયન માર્કેટમાં તેનું યોગ્ય સ્થાન મેળવવા અને વૈશ્વિક મૂલ્ય શૃંખલાને પ્રામાણિકતા અને ગુણવત્તા સાથે સેવા આપવા માટે સશક્તિકરણ મળશે. સાથે જ તે એક મુખ્ય ઉપભોક્તા તરીકે વિશ્વ બુલિયનના ભાવને પ્રભાવિત કરવામાં ભારતને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા સક્ષમ બનાવવાની ભારત સરકારની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે.
 વડાપ્રધાન NSE IFSC-SGX કનેક્ટ પણ લોન્ચ કરશે. આ કનેક્ટ હેઠળ સિંગાપોર એક્સચેન્જ લિમિટેડ (SGX) ના સભ્યો દ્વારા મૂકવામાં આવેલા NIFTY ડેરિવેટિવ્ઝ પરના તમામ ઓર્ડર્સ NSE-IFSC ઓર્ડર મેચિંગ અને ટ્રેડિંગ પ્લેટફોર્મ પર રૂટ કરવામાં આવશે અને મેચ કરવામાં આવશે. આ કનેક્ટ GIFT-IFSC પર ડેરિવેટિવ માર્કેટ્સમાં તરલતાને વધુ સ્પષ્ટ કરશે, વધુ આંતરરાષ્ટ્રીય સહભાગીઓને લાવશે અને GIFT-IFSCમાં નાણાકીય ઇકો-સિસ્ટમ પર હકારાત્મક અસર કરશે. ભારતમાંથી બ્રોકર-ડીલર્સ અને સમગ્ર આંતરરાષ્ટ્રીય અધિકાર ક્ષેત્રો સાથે જોડાણ દ્વારા ડેરિવેટિવ્ઝના વેપાર માટે મોટી સંખ્યામાં ભાગ લેવાની અપેક્ષા છે.
 વડાપ્રધાનની આ મુલાકાત દરમિયાન અન્ય કેટલીક મહત્વની જાહેરાતો પણ કરવામાં આવશે.
Tags :
Advertisement

.

×