Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદીએ પાંચમી BIMSTEC સમિટમાં વર્ચ્યુઅલી હાજરી આપી, પોતાના સંબોધનમાં આ વાતો કહી

લગભગ 4 વર્ષ પછી, 30 માર્ચે, બંગાળની ખાડીની નજીકના દેશોના સહયોગ સંગઠન BIMSTECની સમિટ યોજાઈ રહી છે. શ્રીલંકાના નેતૃત્વમાં કોલંબોમાં આયોજિત આ સમિટને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરી રહ્યા છે. સમિટની થીમ 'BIMSTEC - એક ક્ષમતાવન ક્ષેત્ર, સમૃદ્ધ અર્થતંત્ર અને સ્વસ્થ લોકો' છે. મહત્વનું છે કે, આ પહેલા ઓગસ્ટ 2018માં નેપાળના કાઠમંડુમાં આ સમિટ યોજાઈ હતી. ત્યાર તેની થીમ 'એક શાંતિપૂર્ણ, સમૃàª
pm મોદીએ પાંચમી bimstec સમિટમાં વર્ચ્યુઅલી હાજરી આપી  પોતાના સંબોધનમાં આ વાતો કહી
લગભગ 4 વર્ષ પછી, 30 માર્ચે, બંગાળની ખાડીની નજીકના દેશોના સહયોગ સંગઠન BIMSTECની સમિટ યોજાઈ રહી છે. શ્રીલંકાના નેતૃત્વમાં કોલંબોમાં આયોજિત આ સમિટને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરી રહ્યા છે. સમિટની થીમ 'BIMSTEC - એક ક્ષમતાવન ક્ષેત્ર, સમૃદ્ધ અર્થતંત્ર અને સ્વસ્થ લોકો' છે. 
મહત્વનું છે કે, આ પહેલા ઓગસ્ટ 2018માં નેપાળના કાઠમંડુમાં આ સમિટ યોજાઈ હતી. ત્યાર તેની થીમ 'એક શાંતિપૂર્ણ, સમૃદ્ધ અને ટકાઉ વિકાસવાળું બંગાળ પ્રદેશની ખાડી ક્ષેત્ર' હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચમી BIMSTEC સમિટમાં હાજરી આપી અને પોતાના સંબોધનમાં ઘણી વાતો પર લોકોનું ધ્યાન કેન્દ્રીત કર્યું. વર્ચ્યુઅલ મોડમાં યોજાનાર આ ડમ્પનું આયોજન વર્તમાન BIMSTEC પ્રમુખ શ્રીલંકાએ કર્યું હતું. 
Advertisement

આ દરમિયાન PM મોદીએ દુનિયા સામે ચાલી રહેલા સંકટ વિશે વાત કરી. PM મોદીએ કહ્યું કે, યુરોપમાં તાજેતરના વિકાસથી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની સ્થિરતા પર સવાલો ઉભા થયા છે. આ સંદર્ભમાં, પ્રાદેશિક સહયોગ મુખ્ય પ્રાથમિકતા બની ગયો છે. આજે અમે અમારા જૂથ માટે સંસ્થાકીય માળખું વિકસાવવા BIMSTEC ચાર્ટર અપનાવી રહ્યા છીએ.

5મી BIMSTEC સમિટમાં PM મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે નાલંદા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી દ્વારા ઓફર કરવામાં આવતા BIMSTEC શિષ્યવૃત્તિ કાર્યક્રમના વ્યાપને વિસ્તારવા અને વધારવા પર કામ કરી રહ્યા છીએ. અમે ગુનાહિત બાબતો પર પરસ્પર કાનૂની સહાયતા અંગેની સંધિ પર પણ હસ્તાક્ષર કરી રહ્યા છીએ. BIMSTEC સમિટમાં PM મોદીએ કહ્યું કે, બંગાળની ખાડીને કનેક્ટિવિટી, સમૃદ્ધિ અને સુરક્ષાનો સેતુ બનાવવાનો સમય આવી ગયો છે. 
Advertisement

હું તમામ BIMSTEC દેશોને આહ્વાન કરું છું કે તે 1997માં એકસાથે હાંસલ કરેલા લક્ષ્યોને હાંસલ કરવા માટે નવા ઉત્સાહની સાથે કામ કરવા માટે પોતાને સમર્પિત કરે. ભારત પોતાના ઓપરેટિંગ બજેટને વધારવા માટે (BIMSTEC) સચિવાલયને 1 મિલિયન USD  આપશે, (BIMSTEC) સચિવાલયની ક્ષમતાને મજબૂત કરવી મહત્વપૂર્ણ છે... હું સેક્રેટરી જનરલને આ માટે એક રોડમેપ તૈયાર કરવા સૂચન કરું છું.
શું છે આ BIMSTEC
BIMSTEC નું પૂરું નામ બે ઓફ બંગાળ ઇનિશિએટિવ ફોર મલ્ટી-સેક્ટોરલ ટેક્નિકલ એન્ડ ઇકોનોમિક કો-ઓપરેશન (Bya of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Co-Operation) કહે છે. તેના 7 સભ્યોમાંથી 5 સાઉથ એશિયાના છે. તેમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે, જ્યારે દક્ષિણ-પૂર્વ એશિયામાંથી મ્યાનમાર અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે. સંસ્થાના ઉદ્દેશ્યોમાં આર્થિક વિકાસ માટે વાતાવરણ ઊભું કરવું, સામાજિક અને હવે આરોગ્ય સંબંધિત મુદ્દાઓમાં પ્રગતિને પ્રોત્સાહન આપવું અને પ્રદેશમાં સામાન્ય હિતની બાબતો પર સહકારને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. આ સંગઠન ભારત માટે ઘણા કારણોસર મહત્વપૂર્ણ છે. પ્રથમ - ભારતની સરહદે આવેલા વિસ્તારોને પ્રાથમિકતા આપીને સંબંધોને મજબૂત કરવા. તે ભારતને દક્ષિણપૂર્વ એશિયા સાથે પણ જોડે છે. તે બંગાળની ખાડી ક્ષેત્રના ઉત્તરપૂર્વીય રાજ્યોને બાંગ્લાદેશ અને મ્યાનમાર દ્વારા જોડે છે. એટલે કે અહીંના વિકાસ માટે આ દેશોનો સહયોગ જરૂરી છે.
Tags :
Advertisement

.