Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઓબામાની તબિયતને લઇને PM મોદીએ કર્યું Tweet, જલ્દીથી ઠીક થઇ જવાની પાઠવી શુભેચ્છા

છેલ્લા ઘણા સમયથી કોરોના શબ્દ જાણે આપણે લોકો ભૂલી જ ગયા છીએ. પરંતુ હજુ પણ આ મહામારી જડમૂળથી નષ્ટ નથી. તાજેતરમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ અંગે તેમણે પોતે ટ્વીટ કરી જાણકારી આપી હતી. તેમની તબિયતને લઇને PM મોદીએ ટ્વીટ કર્યું છે અને જલ્દીથી સાજા થઇ જાઓ તેવી શુભેચ્છાઓ પણ પાઠવી છે. આજે પણ આ કોરોનાવાયરસ અલગ-અલગ વેરિઅન્ટ મારફતે ફેલાઇ રહ્યો
03:40 AM Mar 14, 2022 IST | Vipul Pandya
છેલ્લા ઘણા સમયથી કોરોના શબ્દ જાણે આપણે લોકો ભૂલી જ ગયા છીએ. પરંતુ હજુ પણ આ મહામારી જડમૂળથી નષ્ટ નથી. તાજેતરમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ અંગે તેમણે પોતે ટ્વીટ કરી જાણકારી આપી હતી. તેમની તબિયતને લઇને PM મોદીએ ટ્વીટ કર્યું છે અને જલ્દીથી સાજા થઇ જાઓ તેવી શુભેચ્છાઓ પણ પાઠવી છે. 
આજે પણ આ કોરોનાવાયરસ અલગ-અલગ વેરિઅન્ટ મારફતે ફેલાઇ રહ્યો છે. ચીનમાં એકવાર ફરી કોરોનાના કેસમાં વધારો થતા ત્યાની સરકારે લોકડાઉનની જાહેરાત કરી છે. તો વળી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને કોરોના થયો હોવાનું જાણી PM મોદીએ ટ્વીટ કર્યું છે. જેમા તેમણે લખ્યું,  બરાક ઓબામા કોરોનામાંથી ઝડપથી ઠીક થવા તમને અને તમારા પરિવારના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે મારી શુભેચ્છાઓ.


60 વર્ષીય બરાક ઓબામા તાજેતરમાં જ હવાઈમાં લાંબો સમય વિતાવ્યા બાદ વોશિંગ્ટન ડીસી પરત ફર્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ પછી બરાક ઓબામા અમેરિકાના બીજા એવા રાષ્ટ્રપતિ છે જેમને કોરોનાનો ચેપ લાગ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઓક્ટોબર 2020માં કોરોનાથી સંક્રમિત થયા હતા, જોકે તે સમયે મોટાભાગના લોકો માટે કોરોનાની રસી ઉપલબ્ધ નહોતી. બરાક ઓબામાએ લોકોને કોરોનાની રસી લેવાની અપીલ કરી છે. છેલ્લા એક સપ્તાહમાં અમેરિકામાં લગભગ 35,000 નવા કોરોના કેસ નોંધાયા છે, જે જાન્યુઆરીની સરખામણીમાં ઘણા ઓછા છે, તે સમયે 8 લાખ નવા કેસ સામે આવી રહ્યા હતા. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના રિપોર્ટ અનુસાર, 75.2 ટકા અમેરિકન પુખ્તોએ કોરોના વેક્સિનના તમામ ડોઝ લીધા છે, જ્યારે 47.7 ટકા લોકોએ બૂસ્ટર ડોઝ લીધો છે. ફેબ્રુઆરી મહિનામાં જ સીડીએસે ઘરે માસ્ક પહેરવામાં રાહત આપી હતી.
Tags :
AmericaBarackObamacoronapositiveCoronaVirusCovid19GujaratFirstPMModiTweet
Next Article