Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM મોદી આજે ગુજરાત પ્રવાસે, જાણો વિગતવાર કાર્યક્રમ

ગુજરાત વિધાનસભા ચૂંટણી વર્ષના અંત સુધીમાં યોજાઈ શકે છે. જેને પગલે અનેક રાજકીય દિગ્ગજો ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે આવતીકાલે પીએમ મોદી આવતીકાલે ગુજરાત પ્રવાસે આવવાના છે. તેઓ સાબરકાંઠા સ્થિત સાબર ડેરીના પ્લાન્ટની મુલાકાત લઈને વિવિધ પ્રોજેક્ટનુ લોકાર્પણ કરશે. જે બાદ તેઓ જંગી જનસભાને સંબોધન કરશે. આજે સવારે 10 કલાકે પીએમ મોદી ગુજરાત પહોંચશે. જે બાદ તેઓ સાબરકાંઠાની સાબà
06:42 PM Jul 27, 2022 IST | Vipul Pandya

ગુજરાત
વિધાનસભા ચૂંટણી વર્ષના અંત સુધીમાં યોજાઈ શકે છે. જેને પગલે અનેક રાજકીય દિગ્ગજો
ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે આવતીકાલે પીએમ મોદી આવતીકાલે ગુજરાત
પ્રવાસે આવવાના છે. તેઓ સાબરકાંઠા સ્થિત સાબર ડેરીના પ્લાન્ટની મુલાકાત લઈને વિવિધ
પ્રોજેક્ટનુ લોકાર્પણ કરશે. જે બાદ તેઓ જંગી જનસભાને સંબોધન કરશે.


આજે સવારે 10 કલાકે પીએમ મોદી
ગુજરાત પહોંચશે. જે બાદ તેઓ સાબરકાંઠાની સાબર ડેરી જશે. અહીં તેઓ
305 કરોડના ખર્ચે બનેલા
પાવડર પ્લાન્ટ
, 125 કરોડના ખર્ચે બનેલા પેકેજીંગ યુનિટનું લોકાર્પણ કરશે.
તથા
600 કરોડના ખર્ચે બનનારા ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. આ
ઉપરાંત સુકન્યા યોજના અન્વયે દિકરીઓને ખાતા ખોલવાનો કાર્યક્રમ અને મહત્તમ
દૂધઉત્પાદન કરનાર મહિલા પશુપાલકોનું સન્માન કરવામાં આવશે. પ્રધાનમંત્રી જિલ્લાના
પ્રગતિશીલ મહિલા ખેડૂતો તેમજ આદિવાસી મહિલા દૂધ ઉત્પાદકો સાથે મુલાકાત કરશે. ત્યાર
પછી તેઓ જંગી જનસભાને સંબોધન કરશે. કાર્યક્રમ બાદ પીએમ મોદી ગુજરાતથી સીધા ચેન્નાઈ
જવા રવાના થશે.

સાંબરકાંઠામાં ત્રણ દિવસનો
પ્રતિબંધ


આજે
પીએમ સાંબરકાંઠામાં હોવાથી સાબરડેરી
, ગઢોડા અને આસપાસની 3 કિમીની ત્રિજ્યામાં
સમગ્ર વિસ્તારમાં જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ છે. જમીનથી આકાશ તરફ તુક્કલ
, ફુગ્ગા, પતંગ, વાવટા ડ્રોન, સિન્થેટીક પ્લાસ્ટિક
તેમજ કપડા હાથમાં ફરકાવવા અને ઉડાડવા ઉપર પ્રતિબંધ મૂકાયો છે. જિલ્લા કલેક્ટરે
સલામતી અને સુરક્ષા માટે ત્રણ દિવસ માટે આ જાહેરનામુ બહાર પાડ્યું છે. જાહેરનામુ
26 જુલાઈથી 28૮ જુલાઈ સુધી ત્રણ
દિવસ અમલમાં રહેશે.


Koo App


Tags :
GujaratGujaratFirstPMModiProgramevisit
Next Article