Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદી કરશે રાયસીના ડાયલોગના 7મા સંસ્કરણનું ઉદ્ઘાટન, અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાયસીના ડાયલોગની સાતમાં સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે. આ સંવાદ 25 એપ્રિલથી 27 એપ્રિલ સુધી ત્રણ દિવસ ચાલશે અને તેમાં મુખ્ય અતિથિ તરીકે યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન હાજરી આપશે. આપને જાણીને ગર્વની અનુભૂતી થશે, ભારતની શક્તિની અસર હવે સમગ્ર વિશ્વમાં દેખાઈ રહી છે અને હવે સમગ્ર વિશ્વએ ભારતની શક્તિને સ્વીકારવાનું શરૂ કરી દીધું છે. તેનું સૌથી તાજ
pm મોદી કરશે રાયસીના ડાયલોગના 7મા સંસ્કરણનું ઉદ્ઘાટન  અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાયસીના ડાયલોગની સાતમાં સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે. આ સંવાદ 25 એપ્રિલથી 27 એપ્રિલ સુધી ત્રણ દિવસ ચાલશે અને તેમાં મુખ્ય અતિથિ તરીકે યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન હાજરી આપશે. 
આપને જાણીને ગર્વની અનુભૂતી થશે, ભારતની શક્તિની અસર હવે સમગ્ર વિશ્વમાં દેખાઈ રહી છે અને હવે સમગ્ર વિશ્વએ ભારતની શક્તિને સ્વીકારવાનું શરૂ કરી દીધું છે. તેનું સૌથી તાજું ઉદાહરણ આજથી શરૂ થઈ રહેલો રાયસીના ડાયલોગ છે, જેનું ઉદ્ઘાટન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.આ સંમેલનના મુખ્ય અતિથિ યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન છે. ચાલો જાણીએ, આખરે શું છે રાયસીના ડાયલોગ અને શા માટે તે ભારતની શક્તિ દર્શાવે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આર્જેન્ટિના, આર્મેનિયા, ગુયાના, નાઈજીરીયા, નોર્વે, લિથુઆનિયા, લક્ઝમબર્ગ, મેડાગાસ્કર, નેધરલેન્ડ, ફિલિપાઈન્સ, પોલેન્ડ, પોર્ટુગલ અને સ્લોવેનિયાના વિદેશ મંત્રીઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે સત્તાવાર જોડાણ પણ કરશે. 
આ મુદ્દાઓ પર મહત્વની ચર્ચા થશે
વિદેશ મંત્રાલય (MEA) અનુસાર, સંવાદમાં યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન મુખ્ય અતિથિ તરીકે વિશેષ ભાગીદારી હશે. મહત્વનું છે કે, રાયસીના ડાયલોગનું પ્રથમ સંસ્કરણ 2016માં શરૂ થયું હતું. આ સંવાદ દ્વારા, વૈશ્વિક સમુદાયની સામે સૌથી વધુ પડકારરૂપ મુદ્દાઓને ઉકેલવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવે છે. આ કોન્ફરન્સનું આયોજન વિદેશ મંત્રાલય દ્વારા ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ORF)ના સહયોગથી કરવામાં આવ્યું છે. રાયસીના ડાયલોગ 2022 ''Terra Nova: Impassioned, Impatient and Imperiled'' થીમ પર યોજવામાં આવી રહ્યો છે. જેમાં 6 વિષયો પર ચર્ચા કરવામાં આવશે. અહીં ટેરા નોવાને પૃથ્વી કહેવામાં આવે છે.
શું છે આ વખતની થીમ?
આ વર્ષની ઈવેન્ટની થીમ ''Terra Nova: Impassioned, Impatient and Imperiled'' છે. મહત્વનું છે કે, પૃથ્વીનું સૌથી જૂનું નામ ટેરા નોવા છે. આ નામ સાથે થીમ રાખવા પાછળનો હેતુ એ છે કે પૃથ્વીને હવે નવા દ્રષ્ટિકોણથી જોવામાં આવે. તેના પર વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ થીમ હેઠળ લગભગ છ મુખ્ય થીમ છે જેના પર સમગ્ર ઈવેન્ટ ફોકસ કરવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.