વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરવામાં આવશે સન્માનિત, પ્રથમ વખત આપવામાં આવી રહ્યો છે આ એવોર્ડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રથમ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. મંગેશકર પરિવારે સોમવારે આ જાહેરાત કરી હતી. લતા મંગેશકરના પિતા માસ્ટર દીનાનાથ મંગેશકરની 80મી પુણ્યતિથિએ 24 એપ્રિલે વડાપ્રધાનને લતા દીનાનાથ મંગેશકર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.મંગેશકર પરિવાર અને માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન ચેરીટેબલ ટ્રસ્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તà
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રથમ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. મંગેશકર પરિવારે સોમવારે આ જાહેરાત કરી હતી. લતા મંગેશકરના પિતા માસ્ટર દીનાનાથ મંગેશકરની 80મી પુણ્યતિથિએ 24 એપ્રિલે વડાપ્રધાનને લતા દીનાનાથ મંગેશકર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
મંગેશકર પરિવાર અને માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન ચેરીટેબલ ટ્રસ્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓએ ફેબ્રુઆરીમાં 92 વર્ષની વયે અવસાન પામેલા લતા મંગેશકરના સન્માન અને સ્મૃતિમાં આ વર્ષથી આ પુરસ્કારની સ્થાપના કરવાનું નક્કી કર્યું છે.વડા પ્રધાન મોદીએ મુંબઈમાં સુપ્રસિદ્ધ ગાયકના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. લતા મંગેશકરને તેઓ તેમની મોટી બહેન માનતા હતા. લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર દર વર્ષે માત્ર એક જ વ્યક્તિને આપવામાં આવશે જેણે રાષ્ટ્ર, તેના લોકો અને સમાજ માટે અનુકરણીય યોગદાન આપ્યું હોય.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "અમને એ જાહેરાત કરતાં આનંદ અને સન્માન થાય છે કે પ્રથમ પુરસ્કાર વિજેતા અન્ય કોઈ નહીં પરંતુ ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે."
માસ્ટર દીનાનાથ મંગેશકર પુરસ્કારનો ઉદ્દેશ્ય સંગીત, નાટક, કલા, ચિકિત્સા અને સામાજિક કાર્યના ક્ષેત્રના દિગ્ગજ લોકોને સન્માનિત કરવાનો છે. મંગેશકર પરિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પીઢ અભિનેત્રીઓ આશા પારેખ અને જેકી શ્રોફને "સિનેમા ક્ષેત્રે સમર્પિત સેવાઓ" માટે માસ્ટર દીનાનાથ એવોર્ડ (વિશેષ સન્માન) એનાયત કરવામાં આવશે. રાહુલ દેશપાંડેને ભારતીય સંગીત માટે માસ્ટર દીનાનાથ એવોર્ડ આપવામાં આવશે, જ્યારે શ્રેષ્ઠ નાટકનો પુરસ્કાર "સંજય છાયા" નાટકને આપવામાં આવશે.
માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન પુણે એક એક સાર્વજનિક ટ્રસ્ટ છે. જેમને લતા મંગેશકરનો પરિવાર છેલ્લા 32 વર્ષથી ચલાવી રહ્યો છે. આ ટ્રસ્ટ હેઠળ સંગીત, નાટ્ય, કાલા અને સહિતના ક્ષેત્રના લોકોને સન્માનિત કરવામાં આવે છે. દર વર્ષે 24 એપ્રિલના માસ્ટર દીનાનાથજીના સ્મુતિ દિવસ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ઉષા મંગેશકર આ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે અને પુરસ્કાર આપશે