Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

1 વર્ષમાં PM MODIની 26 લાખ રુપિયાની સંપત્તિ વધી, ગાંધીનગરની જમીન દાનમાં આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની સંપત્તિમાં એક વર્ષમાં 26 લાખ રૂપિયાનો વધારો થયો છે. પીએમઓ દ્વારા આપવામાં આવેલી  માહિતીમાં આ વાત સામે આવી છે. આ હિસાબે વડાપ્રધાન પાસે કુલ 2.23 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આમાંની મોટાભાગની બેંકોમાં થાપણો છે.પીએમ મોદી પાસે કોઈ સ્થાવર મિલકત નથી. કારણ કે તેમણે ગાંધીનગરમાં પોતાના હિસ્સાની જમીન દાનમાં આપી હતી.વડા પ્રધાન કાર્યાલય (PMO)ની વેબસાઇટ પર આપવામાં આવેલ
12:30 PM Aug 09, 2022 IST | Vipul Pandya
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની સંપત્તિમાં એક વર્ષમાં 26 લાખ રૂપિયાનો વધારો થયો છે. પીએમઓ દ્વારા આપવામાં આવેલી  માહિતીમાં આ વાત સામે આવી છે. આ હિસાબે વડાપ્રધાન પાસે કુલ 2.23 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આમાંની મોટાભાગની બેંકોમાં થાપણો છે.પીએમ મોદી પાસે કોઈ સ્થાવર મિલકત નથી. કારણ કે તેમણે ગાંધીનગરમાં પોતાના હિસ્સાની જમીન દાનમાં આપી હતી.
વડા પ્રધાન કાર્યાલય (PMO)ની વેબસાઇટ પર આપવામાં આવેલી  માહિતી અનુસાર, મોદીનું બોન્ડ, શેર અથવા મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ રોકાણ નથી, પરંતુ તેમની પાસે ચાર સોનાની વીંટી છે, જેની કિંમત 1.73 લાખ રૂપિયા છે. મોદીની જંગમ સંપત્તિમાં એક વર્ષ પહેલાની સરખામણીએ રૂ. 26.13 લાખનો વધારો થયો છે, પરંતુ તેમની પાસે એવી કોઈ સ્થાવર સંપત્તિ નથી, જેની કિંમત 31 માર્ચ, 2021ના રોજ રૂ. 1.1 કરોડ હતી.
પીએમઓની વેબસાઈટ અનુસાર, 31 માર્ચ, 2022 સુધીમાં, મોદીની કુલ સંપત્તિ 2,23,82,504 છે. જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે રહેણાંકની જમીન ખરીદી હતી અને તે અન્ય ત્રણ લોકોની સંયુક્ત માલિકીની હતી અને  બધાનો સમાન હિસ્સો હતો. જો કે  આ 25 ટકાની માલિકી હવે તેમની પાસે નથી કારણ કે તે દાનમાં આપવામાં આવી છે.
 વડા પ્રધાન પાસે 31 માર્ચ, 2022 ના રોજ કુલ 35,250 રૂપિયાની રોકડ રકમ છે અને 9,05,105 રૂપિયાના રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રો અને  એક જીવન વીમા પૉલિસી છે. 
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ વડા પ્રધાન મોદીની કેબિનેટના અન્ય સાથીદારોમાં સામેલ છે જેમણે તેમની સંપત્તિ જાહેર કરી છે. સિંહ પાસે 31 માર્ચ, 2022ના રોજ રૂ. 2.54 કરોડ અને રૂ. 2.97 કરોડની જંગમ અને અચલ સંપત્તિ છે. ધર્મેન્દ્ર પ્રધાન, જ્યોતિરાદિત્ય સિંધિયા, આરકે સિંહ, હરદીપ સિંહ પુરી, પુરષોત્તમ રૂપાલા અને જી રેડ્ડી સહિત મોદી કેબિનેટના તમામ 29 સભ્યોએ પોતાની અને તેમના આશ્રિતોની સંપત્તિ જાહેર કરી છે. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ પણ છેલ્લા નાણાકીય વર્ષ માટે તેમની સંપત્તિ જાહેર કરી છે. તેમણે જુલાઈમાં પદ પરથી રાજીનામું આપ્યું હતું.
Tags :
GujaratFirstPMModiWealth
Next Article
Home Shorts Stories Videos