Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM મોદીના માતાશ્રી હીરાબાને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં કરાયા દાખલ

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબેનની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ હીરાબાને રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. સૂત્રોની માનીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 3 વાગ્યા સુધીમાં અમદાવાદ પહોંચી શકે છે.હીરાબેનની તબિયત સ્થિર : યુએન મહેતા હોસ્પિટલહીરાબેન હાલ ગા
08:37 AM Dec 28, 2022 IST | Vipul Pandya
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબેનની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ હીરાબાને રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. સૂત્રોની માનીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 3 વાગ્યા સુધીમાં અમદાવાદ પહોંચી શકે છે.
હીરાબેનની તબિયત સ્થિર : યુએન મહેતા હોસ્પિટલ
હીરાબેન હાલ ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પંકજભાઈ સાથે રાયસણમાં વૃંદાવન બંગલો-2માં રહે છે. ગુજરાત ચૂંટણીના મતદાન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 ડિસેમ્બરે ગાંધીનગરમાં તેમની માતા હીરાબેનને મળ્યા હતા. મળી રહેલી માહિતી અનુસાર, હાલમાં તેમની તબિયત સ્થિર હોવાનું કહેવાય છે. વડાપ્રધાન મોદી બપોરના સમયે અમદાવાદ પહોંચે તેવી માહિતી પણ સામે આવી રહી છે. મહત્વનું છે કે, હીરાબેનની ઉંમર 100 વર્ષથી વધુ છે. આ વર્ષે જૂનમાં તેમણે પોતાનો 100મો જન્મદિવસ ઉજવ્યો હતો. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ તેમના પગ ધોયા અને તેમના આશિર્વાદ લીધા. તાજેતરમાં પૂર્ણ થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક દિવસ પહેલા જ PM મોદી હીરાબેનને મળ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પરથી ઉતર્યા બાદ તેઓ સીધા ગાંધીનગર તેમના માતા હીરાબેન મોદીને મળવા તેમના નિવાસસ્થાને ગયા હતા અને તેમના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા હતા. મોદીએ માતાના ઘરે લગભગ 45 મિનિટ વિતાવી હતી.

એક દિવસ પહેલા પ્રહલાદ મોદીની કારને નડ્યો હતો અકસ્માત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમા ભાઈ મોદી હીરાબાની હાલત જાણવા પહોંચ્યા છે. આ ઉપરાંત અમૃતભાઈ મોદી અને પંકજ મોદી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. જણાવી દઈએ કે મંગળવારે જ તીર્થયાત્રા પર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં તેમને ઈજા થઈ હતી. આ ઉપરાંત તેમના પુત્ર અને પુત્રવધૂને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ રીતે બે દિવસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિવારને બે દુ:ખનો સામનો કરવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબેનનો જન્મ 18 જૂન, 1923ના રોજ થયો હતો. 18 જૂન 2022 ના રોજ, તેમણે તેમના જીવનના 100મા વર્ષમાં પ્રવેશ કર્યો. જીહા, હીરાબેને આ વર્ષે 18 જૂનના રોજ 100 વર્ષ પૂર્ણ કર્યા છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે હતા અને તેઓ હીરાબેનને મળ્યા હતા. આ પ્રસંગે વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુંદરકાંડના પાઠથી લઈને શિવની આરાધના કરવામાં આવી હતી. 
આ પણ વાંચો - વડાપ્રધાન મોદીએ વીર બાલ દિવસ કાર્યક્રમમાં લીધો ભાગ, શીખોના દસ ગુરુઓને કર્યા યાદ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstHeerabaHeerabaadmitPM'sMotherPMModiPMModi'sMotherUNMehtahospital
Next Article