Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વડાપ્રધાને બાબા વિશ્વનાથના દર્શન કર્યા, 3 KM લાંબા રોડ શોમાં લોકોની મેદની ઉમટી

ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણી હવે છેલ્લા તબક્કામાં છે. છેલ્લા તબક્કાનું મતદાન 7 માર્ચે થવાનું છે. આવી સ્થિતિમાં કોઈપણ રાજકીય પક્ષ કોઈ કસર છોડવા માંગતો નથી. જેને લઈને PM મોદી શુક્રવારે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં રોડ શો કર્યો હતો. પીએમ મોદીએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને રોડ શોની શરૂઆત કરી હતી. અને બાબા કાશી વિશ્વનાથ સુધી આ રોડ શો કર્યો હતો. પીએમ મોદીએ કાશà
12:11 PM Mar 04, 2022 IST | Vipul Pandya

ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણી હવે છેલ્લા તબક્કામાં છે. છેલ્લા
તબક્કાનું મતદાન 7 માર્ચે થવાનું છે. આવી સ્થિતિમાં કોઈપણ રાજકીય પક્ષ કોઈ કસર
છોડવા માંગતો નથી. જેને લઈને
PM મોદી શુક્રવારે તેમના સંસદીય ક્ષેત્ર
વારાણસીમાં રોડ શો કર્યો હતો. પીએમ મોદીએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ
અર્પણ કરીને રોડ શોની શરૂઆત કરી હતી. અને બાબા કાશી વિશ્વનાથ સુધી આ રોડ શો કર્યો હતો. પીએમ મોદીએ કાશી વિશ્વનાથ પહોંચી પુજા અર્ચના કરી બાબાના આશિર્વાદ મેળવ્યા છે.


વડાપ્રધાનના રોડ દરમિયાન લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. 3
કિલોમીટર લાંબા આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. રોડ શોનું સમાપન કાશી
વિશ્વનાથ ધામ ખાતે થયું. 
તમને જણાવી દઈએ કે આ પહેલા પીએમ મોદીએ મિર્ઝાપુરમાં ચૂંટણી રેલી કરી
હતી. આ દરમિયાન તેમણે લોકોને સંબોધતા કહ્યું કે આખું વિશ્વ આ સદીના નાજુક
તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને ઘણા દેશો રોગચાળા
, અશાંતિ, અનિશ્ચિતતાથી પ્રભાવિત છે પરંતુ સંકટ ગમે તેટલું ઊંડું હોય  ભારતના પ્રયાસો તેના કરતા મોટા રહ્યા છે. તેમણે કહ્યું કે કોરોના
સમયગાળા દરમિયાન વંદે ભારત અભિયાન ચલાવીને દરેક નાગરિકને વિદેશથી લાવવામાં આવ્યા
હતા. ભારતે અફઘાનિસ્તાનમાં ઓપરેશન દેવી ચલાવીને તેના નાગરિકોને બહાર કાઢ્યા હતા
અને હવે ભારત યુક્રેનમાંથી તેના નાગરિકો અને વિદ્યાર્થીઓને બચાવવામાં વ્યસ્ત છે.
યુક્રેન સંકટનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે અમે ઓપરેશન ગંગા હેઠળ
યુક્રેનમાંથી હજારો વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે અને બાકીના લોકોને
ત્યાંથી બહાર કાઢવા માટે વિમાનો સતત ઉડાન ભરી રહ્યા છે.


તેમણે કહ્યું કે હાલમાં સમગ્ર વિશ્વ આ સદીના નિર્ણાયક તબક્કામાંથી
પસાર થઈ રહ્યું છે. આજે ઘણા દેશો રોગચાળા
, અશાંતિ, અનિશ્ચિતતાથી પ્રભાવિત થઈ રહ્યા છે. પરંતુ તમે જોઈ રહ્યા છો કે સંકટ ગમે તેટલું ઊંડું કેમ ન હોય ભારતના પ્રયાસો તેના કરતા મોટા રહ્યા
છે. પોતાના સંબોધનમાં વિપક્ષ પર નિશાન સાધતા વડાપ્રધાન મોદીએ લોકોને કહ્યું કે તમે
બધાએ
'પરિવારવાદીઓ' અને 'માફિયાઓ'ને હરાવીને ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર બનાવવી પડશે.

Tags :
BabaVishwanathGujaratFirstPMModiroadshowSardarPatelVaranasi
Next Article